SearchBrowseAboutContactDonate
Page Preview
Page 291
Loading...
Download File
Download File
Page Text
________________ થઈ જાત તેથી આ લાભનો વૃતાત ત્રીજાએ જાણ્યો નથી. તેથી નિશ્ચિત આ આપેલા દાનનોજ પ્રભાવ છે. આ પ્રમાણે તપસ્વીને આપેલા દાનના પ્રભાવમાં વિશ્વાસ થવાથી મિથ્યાત્વ ભાવને છોડી દઈ હંમેશા દાન આપવામાં ઉજમાળ (તત્પર) થયો. એક વખત તે નગરના રાજાને પેટમાં ચૂલ ઉપડી વિવિધ પ્રકારે ઉપાયો કરવા છતાં પણ તે શુલ શાન્ત ન થતાં તે નગરમાં મંત્રિએ પડહ વગડાવ્યો. સુંદર શ્રેષ્ઠિએ તેને સ્પર્શ કરીને શૂલને (દુઃખાવાને) છેદનારા રત્નવાળી વીંટીને પાણીમાં હલાવીને તે પાણી રાજાને પાઈને રાજાને સારો (નિરોગી) કર્યો તેથી સંતુષ્ટ થયેલા તે રાજાએ તેને નગર શેઠ બનાવ્યો. પછી તે શ્રેષ્ઠિપણું ઘણાં વર્ષો સુધી પાળીને સમય પ્રાપ્ત થયે છતે ચારિત્રનો સ્વીકાર કરીને દેવ થયો યાને સ્વર્ગમાં ગયો. આ પ્રમાણે કોઈના કહેવાથી (પ્રેરણાથી) દાન દેવામાં સુંદર શ્રેષ્ઠિની કથા પૂર્ણ થઈ. જિનધર્મને આશ્રિત હોવા છતાં પણ નિદાન પૂર્વક, અવિધિ પૂર્વક તપ, દાન વિ. પણ આ ભાંગામાં જાણવા તેને કરનારા સૂર્ય – ચંદ્ર, બહુપુત્રિકા વિ. ના દૃષ્ટાંતો આમાં જાણવા. કેટલાક ઘણા સાવદ્ય (પાપકારી) નહિ એવા તાપસાદિ ધર્મો કન્દમૂલ, ફલાદિ સચિત્ત ભોજનાદિ કરનારા, અલ્પ તપસ્વીઓ (તાપસો) ને નારંગી, જાંબુ, કરણ આદિ તરુની જેમ વિમધ્યમરૂપ જ્યોતિષિક, ભવનપતિ આદિ દેવ ઋધ્ધિના ફલને આપનારા છે. શ્રી વીર પ્રભુના પરિવ્રાજક તરીકેના પૂર્વભવો, પૂરણ શ્રેષ્ઠિ વિ. ની જેમ રોષ પૂર્વક, ગૌરવ પૂર્વક વિ. પ્રમાદ સહિત સંયમ વિ. પણ આજ રીતે ફલને આપનારા સમજવા મંડુકીનો વધ કરનાર, ક્ષેપક મુનિ, મંગુ આચાર્ય વિ. ની જેમ અને કેટલાક તામલિતાપસ વિ. ની જેમ, ઉગ્રતાવાળા ચરક પરિવ્રાજક વિ. ધર્મો, જિનમતને સારી રીતે સમજેલાઓએ છોડવા યોગ્ય જ છે. ઈતિ ત્રીજો પુણ્ય (ધર્મ) ભેદ વિચાર્યો નિવણત્તિ :- રાજાના વન (ઉદ્યાન) સમાન શ્રાવકોના ધર્મો છે. ઉપલક્ષણથી શ્રેષ્ઠિજન વ્યવાહરી (વેપારી) વિ. ના વનો પણ ગ્રહણ કરવા Taaraaaaaaaaaaaaaaaaaaaaaa સારસશાયરસરણસરરરરસસસસસ ? રાસડસડસસરાકરકસરરરરરર રરરસસરસાયaasan 989839932993399329998%99%Baa%a8a3eaegg ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) અંશ-૩, તરંગ-૨ શaguaginnaaaaaaaagi naaginning
SR No.022071
Book TitleUpdesh Ratnakar Part 01
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJain Shwetambar Murtipujak Trust
Publication Year2003
Total Pages374
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy