________________
કૃતિકર્મ - દ્વાદશાવર્ત વંદન, અંજલી જોડવી વિ. ના અર્થ સ્પષ્ટ છે. દર્શન થયે ઉચિત ક્રિયા કરવી તે શુશ્રુષા વિનય છે. અનુચિત ક્રિયા નિવૃત્તિ રૂપ અનાશાતના વિનય ૧૫ પ્રકારે છે.
કહ્યું છે કે (૧) તીર્થંકર (૨) ધર્મ (૩) આચાર્ય (૪) ઉપાધ્યાય (પ) સ્થવર (૬) કુલ (૭) ગણ (૮) સંઘ (૯) સાંભોગિક (વન્દનાદિ વ્યવહાર વાળા, યા એક સરખી સમાચારીવાળા) (૧૦) ક્રિયા તથા મતિજ્ઞાનાદિ પાંચ એમ પંદર પ્રકારે છે.
સાંભોગિક = એક સરખી સમાચારી વાળા.
ક્રિયા :- પરલોક છે. આત્મા છે અને સંપૂર્ણ કલેશથી રહિત (દુઃખ વિનાનું) મુક્તિ પદ ઈત્યાદિની પ્રરૂપણા કરવી તે ક્રિયા.
અહીંયા ભાવના = તીર્થકર આદિને વિષે અનાશાતનામાં રહેવું એ પ્રમાણે બધે વિચારવું ચારિત્ર વિનય = મનથી સામાયિકાદિ, ચારિત્રની શ્રધ્ધા તથા કાયા વડે પાલન કરવું અને વચનથી સર્વપ્રાણિઓ આગળ સારી રીતે પ્રરૂપણા કરવી તે.
મન - વચન અને કાયાનો વિનય - મન વિ. વડે કરીને વિનયને યોગ્ય વ્યક્તિને વિષે કુશલ (શુભ) પ્રવૃત્તિ કરવી તે.
લોકોપચારવિનય :- વ્યવહાર વડે કરીને સાત પ્રકારે છે. (૧) અભ્યાસ વર્તિત્વઃ- શ્રતાદિના અર્થિએ આચાર્યાદિની પાસે રહેવું. (૨) પચ્છન્દોડનુ વર્તિત્વઃ- બીજાના અભિપ્રાય ને અનુકૂળ થવું.
(૩) કાર્યહેતો - શ્રુત પ્રાપ્તિ આદિનું કાર્ય પૂર્ણ થયે હું આનાથી શ્રુત પામ્યો છું. એ પ્રમાણેના કારણથી વિશેષે કરી તેનો વિનય કરવો.
(૪) કૃતપ્રતિ કૃતિતા:- ભક્ત (ગોચરી) આદિ કર્યો છતે પ્રસન્ન થયેલા ગુરુ સૂત્રાદિને આપવા વડે પ્રત્યુપકાર (મારા ઉપર ઉપકાર) કરશે. નિર્જરા થશે. એટલા માત્રથી ભક્તાદિ કરવામાં પ્રયત્ન કરવો નહિ (આ તો જ્ઞાનાદિ આપશે જ તેવો ભાવ રાખવો બદલાની આશા રાખવી નહિ.) || ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) (218) અંશ-૨, તરંગ-૧૩)
gિaaaaaaaaaaaaaaaaaaaaa888888aaaaaaaaaaaaaaaaaaફચરરરરરર રરરર રરરરરશયક્ષ
8888888888888888888888aaaaaaaaaaaaaaaaaa
lastituuuuuthaaaaaaagtunitialitanathalalithalantalinatitantsinistinatitatialalithaaa
a aaaaaaaaiial