SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ ઍક જર દિવ્યાશિષ આત્મ-કમલ-લબ્ધિ-વિક્રમસૂરીશ્વરજી મ.સા.ની અદૃશ્ય આશિષે આંતર-ભૂને ફળદ્રુપ બનાવી છે. કૃપાવર્ષા બૃહત્તીર્થસ્થાપક અનેક જિનમંદિર પ્રેરક, દક્ષિણ કેસરી આ.ભ.શ્રી.વિ. સ્થૂલભદ્રસૂરીશ્વરજી મ.સા.ની અનવરત કૃપાવર્ષાએ ભાષાંતરકર્તાની હ્રદય ભૂને નવપલ્લવિત કરી. તેમાં ખીલેલા ચિંતન-મનનના પુષ્પોએ પુસ્તકને સુવાસિત બનાવ્યું છે. અને તેઓશ્રી એ પ્રથમ ભાગમાં “હૈયું બોલે છે” લખી આપી હૃદયની વિશાળતા અને સ્વાધ્યાયની મહત્તા પ્રગટ કરી છે... ગુણમ્હેંક સંઘ એકતાના શિલ્પી પૂ. ૐકારસૂરીશ્વરજી મ.સા.ના સમુદાયના વિદ્વદ્ધર્ય મુનિચંદ્રસૂરીશ્વરજી મ.સા.એ સંમાર્જના કરી આપી પુસ્તકને ગૌરવવંતુ બનાવ્યું છે. અને પ્રથમ ભાગમાં પ્રસ્તાવના લખી આપી ઔદાર્યગુણની મ્હેંક પ્રસરાવી છે. પરમ ઔષધ દક્ષિણ કેશરી આ.ભ.શ્રી. વિ. સ્થૂલભદ્રસૂરીશ્વરજી મ.સા.ના કવિરત્ન, તપસ્વી વિનયી શિષ્યરત્ન પૂ.આચાર્ય શ્રી કલ્પયશસૂરીશ્વરજી મ.સા. કર્મનિર્જરાનું રામબાણ ઔષધ ભેટ ધર્યું છે. અને પ્રથમ ભાગમાં “ફૂલ નહિ ફૂલની પાંખડી” લખી આપી. અગાધ જ્ઞાનના દરિયામાંથી બિંદુનું પણ બિંદુ અર્પણ કર્યાનો એકરાર કર્યો છે. શુભ ભાવના વિદૂષીરત્ના, પ્રવર્તિની સા.શ્રી સુભદ્રાશ્રીજી મ.સા.ની શિષ્યરત્ના પિયૂષપૂર્ણાશ્રીજી મ. એવં કાવ્યરત્નાશ્રીજી મ.સા. સ્વચ્છ સુંદર અક્ષરે પ્રેસ મેટર તૈયાર કરી આપી સંયમજીવનના અલંકારરૂપ સ્વાધ્યાય પરની શુભભાવનાનું દર્શન કરાવ્યું છે. આંતર રુચિ આ ઉપદેશ રત્નાકરના બન્ને ભાગમાં દ્રવ્ય સહાયક રૂપે પુણ્યશાળીઓએ અસ્થિર લક્ષ્મીને શ્રુતભક્તિમાં જોડી સભ્યજ્ઞાન પ્રત્યેની આંતરરુચિને પ્રગટ કરી છે. 19
SR No.022071
Book TitleUpdesh Ratnakar Part 01
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJain Shwetambar Murtipujak Trust
Publication Year2003
Total Pages374
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy