SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ (૪) હાથી - જેવી રીતે હાથીઓ પરાક્રમના ભંડાર, અત્યંત અભિમાનના ભારથી વશ થયેલા, ઉછળતા પ્રચંડ તાકાતથી અત્યંત ઉંચા તરુખંડને મૂલથી ઉખેડવાની એક રમતવાળા, જલથી ભરેલા વાદળના જેવા ગંભીર રવથી ક્ષુદ્ર પશુઓને ત્રાસ આપનારા, વિદ્યા અટવી વિ.માં ક્યારેક ઘાસ વિ. થી યુક્ત મનોભિરામ તરુવરના બગીચાઓમાં ઈચ્છામુજબ (યથેચ્છ) હાથણીઓની સાથે આનંદથી ક્રીડા કરનારા, વળી ક્યારેક સળગતા મહાદાવાનલને જોઈને ત્રાસ પામતાં - ભાગતાં, ક્યારેક પહેલાં વર્ણન કરેલી ગુણવાળી અગાધ (ઉંડી) નદીને પ્રાપ્ત થતાં જલક્રિડાની રસિકતા વડે સર્વ પ્રકારના બહારના અને અંતરનાં આનંદને પ્રાપ્ત કરતાં, પરમ શીતલતાનું સુખ અનુભવતાં, ક્ષણમાત્રમાં પોતાની જાતને નદીથી પાર ઉતારે છે. અને ઉપદ્રવ વગરના સ્થાનને પામે છે. પરંતુ તેઓની (હાથીઓની) ઉપર મૃગ વિ. પશુઓનો અધિપતિ વિ. નો વ્યવહાર નથી. સ્કંધ વિ. ઉપર ચડાવીને ક્યારેક પણ કોઈને પણ ઉતારતો નથી. એ પ્રમાણે કેટલાક મહર્ષિઓ (સાધુઓ) તપના ભંડાર, પાંચ પ્રકારના (વાચના, પૃચ્છના, પરાવર્તના, અનુપ્રેક્ષા, અને ધર્મકથા) સ્વાધ્યાય રૂપ ધ્વનીના ગંભીર નાદથી વિવિધ પ્રકારના વિકલ્પોના સમૂહને ત્રાસ પમાડતા અત્યંત ઉછળતા પ્રબળ ધર્મ, શુકલ ધ્યાન યુક્ત મહાપરાક્રમયુક્ત તાકાત વડે ઉત્કટ શિધ્ર ભેગા કરેલા કર્મરૂપી વૃક્ષને મૂલ સહિત ઉખેડવાની થાક્યાવિના એક જ ક્રિયા કરનારા ભવ અટવીમાં મનને સુંદર શ્રીમતિ સર્વ વિરતિ રૂપ લક્ષ્મીની સાથે આત્મરૂપ બગીચામાં સહજતાથી રમે છે. અને ક્ષુદ્ર પ્રાણીઓના હજારો સંકુલને સળગતા ભયંકર કષાયરૂપ દાવાનલમાં ત્રાસ પામતાં જોઈને તૃષ્ણારૂપી મહાનદીને ઉછાળા મારતા સમતા રૂપી અમૃતના તરંગ વડે સર્વ પ્રાણીના ફેલાઈ રહેલા તાપના વિસ્તારને શાન્ત કરવા વડે અત્યંત શીતલતાના સુખનો જાતે અનુભવ કરતાં રમત માત્રમાં (ભવ સમુદ્ર) ઉતરીને એકાન્ત આત્યંતિક આતંક (ઉપદ્રવ) વિનાના મોક્ષના સુખને પામે છે. પરંતુ પોતાના આત્માને તારવાની એક તત્પરતા હોવાથી બીજાને તારવા માટે સમર્થ બનતા નથી. કારણ કે તેવા પ્રકારની ધર્મદેશના ન આપવાને કારણે અથવા તેવા પ્રકારની #HinitiariisiaaaaaaaaaaranteenageBazaaaaaaaaaaaaaaaaaaahunamunasananda B %aaaaaaaaaaaaaag#naagat | ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) (175) |અંશ-ર, તરંગ-૭ | Ba33333
SR No.022071
Book TitleUpdesh Ratnakar Part 01
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJain Shwetambar Murtipujak Trust
Publication Year2003
Total Pages374
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy