SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ દિવસે અનુક્રમે ૭૦૦-૮૦૦ અને ૯૦૦ બકરા અને પાડાને અપાય છે. નહીં તો તે દેવી વિપ્નને કરનારી થાય છે. પછી રાજા ગુરૂના કહેવાથી ત્રણ દિવસ ફળ નૈવેદ્યાદિ ધરતો જિનેશ્વરના ધ્યાનમાં લીન બનીને રહેલો હતો. ત્યારે નોમની રાત્રિએ કંટકેશ્વરીદેવી હાથમાં ત્રિશૂલ સાથે સાક્ષાત્ આવીને બોલી હે રાજનું ! અમને આ બલી આપવી જોઈએ શા માટે ના આપી તારા પૂવર્ષોએ પહેલાં અમને આપેલ છે. (આપતાં હતા) ઈત્યાદિ. " રાજા બોલ્યો - હે કુલ દેવને ! હે વિશ્વ વિત્સલે ! હાલમાં જીવદયા રૂપ ધર્મના મર્મને જાણનાર હું જીવોને મારીશ નહિ. ઈત્યાદિ અહીંયા જીવદયા રૂપ ધર્મની સ્થાપના કરી અને દેવીને તેનો ઉપદેશ આપ્યો. પછી ક્રોધે ભરાયેલી તે દેવી ત્રિશૂલ વડે રાજાના માથામાં ઘા કરીને અદૃશ્ય થઈ ગઈ. તે દિવ્ય ઘાતથી તૂર્તજ રાજા આખા શરીરમાં કોઢ વિ. રોગથી ભરાયો. (ઘેરાયો) તેથી મંત્રીને બોલાવીને રાત્રિએ બનેલ દેવીની વાત કરી અને પોતાના દેહનું સ્વરૂપ બતાવ્યું તેથી જાણે (તે મંત્રી) વજાથી હણાયેલો હોય તેવો મૂઢ થઈ ગયો રાજાએ કહ્યું કે મંત્રીનું ! મને કુષ્ટાદિરોગનું દુઃખ નથી પરંતુ મારા કારણે જૈન ધર્મમાં લાંછન લાગશે. તેથી જ્યાં સુધી કોઈપણ ન જાણે ત્યાં સુધીમાં રાત્રિએ જ અગ્નિમાં પ્રવેશ કરી દઉં ઈત્યાદિ બોલતા રાજાને નિષેધ કરીને ગુરુને તેના સ્વરૂપને બતાવ્યું પછી ગુરુએ આપેલું અભિમંત્રીત પાણીથી સિધ્ધરસની જેમ જાત્ય સુવર્ણની કાન્તિ જેવો રાજા થઈ ગયો. તેથી તેને ઘણો હર્ષ થયો અને જિન ધર્મની પ્રભાવના થઈ. પ્રભાતે ગુરુને વંદન કરવા માટે જતાં ઉપાશ્રયના ભાગમાં (પ્રદેશમાં) સ્ત્રીનો કરુણ સ્વર રાજાએ સાંભળ્યો પછી રાત્રિએ જોયેલી એવી તે કંટકેશ્વરીને ઓળખી લીધી પછી ગુરુને ખુશ કરીને મંત્રના બંધનથી છોડાવી. - તે પછી અઢાર દેશમાં જીવોની રક્ષા માટે ચોકી કરતી તે કંટકેશ્વરી દેવી રાજભવનના દરવાજે રહી એક વખત કુમારપાલ રાજાએ વર્ષાઋતુમાં પાટણ શહેરમાંથી બહાર નહિ જવાનો નિયમ ગ્રહણ કર્યો તે નિયમને ગુપ્તચરોથી જાણીને ગુજરાત દેશને જીતવા માટે ગીઝનીના રાજા મહમદ ગીઝની એ મોટા સૈન્ય સાથે પ્રસ્થાન કર્યું તે વાત ગુપ્તચરો દ્વારા રાજાએ જાણીને એક બાજુ દેશનો ભંગ, અત્યંત લોક પીડા અને બીજી બાજુ વ્રતનો Bagasaasaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaa RARBRARROBAB8.388RRRRRRRRR90 2888០០១g០០88880088890888898០០០០០០២៩០០០០] ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) 157) અંશ-ર, તરંગ-૬ ||
SR No.022071
Book TitleUpdesh Ratnakar Part 01
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJain Shwetambar Murtipujak Trust
Publication Year2003
Total Pages374
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy