SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ સુંદર આચરણ વડે ખુશ કરતા અને મૈત્રીની બુધ્ધિથી પ્રતિબોધ કરતાં થોડો જ ધર્મ રાજાને અનુકુલ છે. એમ જાણીને દુઃખી હૃદયે દેશાન્તરમાં વિહાર કરી ગયા તે કારણથી મિત્ર તુલ્ય એ પ્રમાણે હું માનું છું. આ રીતે મૈત્રી ભાવનાનો વિચાર કર્યો. હવે બન્ધુની વાત કરે છે ઃ- જેમ ભાઈ સ્નેહ પૂર્વક પોતાનાભાઈને યથાવસરે હિત વિ. થાય તેવી શિક્ષા આપે છે. પરંતુ તેવા પ્રકારના વિનય ઉપચારાદિ કરવામાં ઢીલા હોય, વિનયાદિ ગુણરહિત હોય, તો પણ તેની અપેક્ષા રાખ્યા વિના અન્ય લોકથી વિશેષ પ્રકારે પરાભવમાં અને સંકટમાં તે સહાયક બને છે. તેવી રીતે કેટલાક ગુરુઓ શ્રધ્ધાલુ લોકોને કુદરતી રીતે વાત્સલ્ય ભાવથી ભરેલા નિત્ય પરમાર્થ અને હિતને કરનારા ધર્મનો ઉપદેશ આપે છે. પરંતુ તે વિષય (ઉપદેશ)ની ગુણ પ્રશંસા આવર્જન વિ. વિશેષ ઉપચાર રૂપ ક્રિયામાં તેવા પ્રકા૨નો આદર ધરતાં નથી. તો પણ તેઓ તેવા પ્રકારના બાહ્ય ઉપચારાદિની ઈચ્છા રાખતા નથી. પરંતુ વિશેષ પ્રકારે પરાભવમાં (મુશિબતમાં) અને ભયંકર રોગના આતંકના સંકટમાં આ લોકને વિષે ધર્મમાં સ્થિરતા વિ. કરવા માટે અને પરલોકમાં પણ ધર્માદિના વિષયમાં તેઓને સંપૂર્ણ શક્તિ વડે સહાય કરનારા જ થાય છે. જેવી રીતે હેમચંદ્રાચાર્યગુરુ કુમા૨પાલ રાજાને માટે બંધુ સમાન થયા. તે આ પ્રમાણે એક વખત જયસિંહ દેવ ગુર્જરભૂમિ ઉપર રાજ્ય કરતો હતો તેના ભયથી નાસતા ભાગતા શ્રી કુમા૨પાલ સ્થંભનતીર્થે આવ્યા. ત્યાં તેને હણવાની ઈચ્છાથી આવેલા રાજપુરુષોથી શ્રી હેમચંદ્રસૂરિજીએ કોઈપણ રીતે એક મકાનના ભોંયરામાં છૂપાવીને રક્ષણ કર્યું. પછી ક્રમે કરીને રાજ્ય પ્રાપ્ત થયા પછી પાટણમાં હેમચંદ્રગુરુએ વીજળીના વિઘ્નથી તેને બચાવ્યો તેની વાત કરતાં કહે છે કે :- એક વખત સૂરિજીએ ઉદયન મંત્રિને પૂછ્યું રાજા અમને સંભાળે છે કે નહિ ? ત્યારે મંત્રિએ કહ્યું. ના નથી સંભાળતા પછી એક વખત ગુરુએ કહ્યું કે હે મંત્રી ! આજે રાજાને ગુપ્ત રીતે કહેજે કે તમારા કારણે ઉપસર્ગ આવવાના કા૨ણે તમારે નવીરાણીના ઘરે સૂવું નહિ કોને કહ્યું એમ જો આગ્રહ કરીને પૂછે તો (ત્યારે) મારું નામ આપવું (કહેવું) પછી મંત્રિએ તે પ્રમાણે કહેતાં રાજાએ તે પ્રમાણે કર્યું અને ત્યાં રાત્રીએ વીજળી પડવાથી તે બળી જતાં અને રાણી મૃત્યુ ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) (152) અંશ-૨, તરંગ-૬
SR No.022071
Book TitleUpdesh Ratnakar Part 01
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJain Shwetambar Murtipujak Trust
Publication Year2003
Total Pages374
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy