SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ જિનેશ્વર છે. એમના સિવાય જગતમાં બીજા દેવનું એવું સ્વરૂપ દેખાતું નથી. વાકપત્તિ - તે જિનેશ્વર ક્યાં છે ? સૂરિ - સ્વરૂપથી મુક્તિમાં, મૂર્તિ રૂપે જિનમંદિરમાં છે. પછી આમ રાજાએ બનાવેલા મંદિરમાં જિનેશ્વરની મૂર્તિ બતાવીને તેને પ્રતિબોધિત કરીને જિનધર્મમાં સ્થાપન કરીને કેટલાક દિવસો પછી કાન્યકુબ્ધ નગરે પહોંચ્યા ચરપુરુષોવડે પહેલેથી વૃતાંત જાણેલો છે એવો રાજા તેની સામે ગયો અને સામે જઈને તેણે મહોત્સવ પૂર્વક નગરમાં તેઓનો પ્રવેશ કરાવ્યો. રાજા - હે ભગવન્! આપની વચન શક્તિ અદ્ભુત છે. કારણ કે તમે તેને પણ પ્રતિબોધિત કર્યો છે. સૂરિજી - મારામાં એવી શક્તિ ક્યાં છે? કારણ કે પ્રતિબોધિત થતો નથી. રાજા - હું સારી રીતે બોધ પામ્યો છું તમારો ધર્મ એજ ધર્મ નિશ્ચિત છે. પરંતુ મહાદેવનાં ધર્મ મૂકતાં (છોડી દેતાં) મને મોટી વ્યથા થાય છે. તેથી હે ભગવન્! મારો પૂર્વ ભવ કહો એમ હું પુછું છું. ત્યારે પ્રધાનો પણ બોલ્યા:- હે ભગવન્! કૃપા કરીને રાજાનો પૂર્વભવ કહો પછી સુરિજીએ પ્રશચુડામણિ શાસ્ત્રના આધારે તેને કહ્યું હે રાજા ! સાંભળ, કાલિંજર નામના પર્વત ઉપર રહેલા ચાલવૃક્ષની ઉપર રહેલી શાખામાં બે હાથ જેના બંધાયેલા છે. અને મુખ જેનું નીચે લટકી રહ્યું છે. જેની જટા જમીનને અડકીને રહેલી છે. બે દિવસે મિતાહારી અને રાગદ્વેષાદિથી રહિત ૧૦૦ વર્ષથી અધિક ઘોર તપ તપીને છેવટે તું રાજા થયો છે. જો તને વિશ્વાસ ન હોય તો સુભટોને મોકલી આજે પણ તે ઝાડ નીચે રહેલી જટાને મંગાવી લે એ સાંભળીને રાજાએ જટા મંગાવી. અહો ! આ મુનીન્દ્ર ! કોઈ અદ્ભુત જ્ઞાની છે એ પ્રમાણે પ્રશંસા કરી એક વખત રાજાએ લાખો પ્રપંચ કરવા વડે દુઃખે કરીને જીતી શકાય તેવી રાજગૃહી નગરીને ઘેરો ઘાલ્યો ત્યાં (તે રાજગૃહી નગરીમાં) સમુદ્રસેન નામનો રાજા રાજ્ય કરતો હતો. તે નગરીનો sessមបងមមហាត់បបបបមនុងនននាងរងរបរជាងកកដងនេះនាង gtaaaaa%aeuaaaaaaaઋ8888288888888888888888 | ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) અંશ-૨, તરંગ-૬ HH:THEYWIEEEEEE1E1:tgHI/HHHHI ||HILIITI||THLIHIPIERRIBLEwzHIKHMERITUTILIUNDHIulinumaanaBhumi hataaaaaaaaaaaaaaaaaaaaashaaaaaaaa#gaઋગ્રી
SR No.022071
Book TitleUpdesh Ratnakar Part 01
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJain Shwetambar Murtipujak Trust
Publication Year2003
Total Pages374
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy