SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિજ્ઞા કેમ ભૂલી ગયા ? ગુરુએ કહ્યું કે તે પ્રતિજ્ઞા પૂર્ણ થઈ છે. તે કેવી રીતે પૂર્ણ થઈ તેમ રાજાએ પૂછતાં આમરાજાના આગમન વિ. નું સ્વરૂપ જેવું હતું તેવું કહ્યું તેટલામાં દરવાજા પર લટકતું આમરાજાના નામથી અંકિત કંકણ દ્વારપાળે રાજાની આગળ મૂક્યું પછી વિશ્વાસ પામેલા રાજાને પૂછીને ગુરુએ કાન્યકુબ્ધ દેશ તરફ પ્રયાણ કર્યું અને આમ રાજાની સાથે ગોપગિરિમાં આવ્યા ત્યાં ક્યારેક શાસ્ત્ર ગોષ્ઠિ, ક્યારેક ધર્મગોષ્ઠિ કરી દિવસ પસાર કર્યા શ્રી બપ્પભટ્ટિએ સમજાવટથી શ્રી આમરાજાને પ્રતિબોધ કરવા માટે ઘણા ઉપાયો કર્યા પરંતુ તે ધર્મ ન પામ્યો. એક વખત સુંદર સ્વરવાળા ગાયકો ત્યાં આવ્યા તેમાં રહેલી એક ચંડાલણે રાજાને રૂપથી અને સ્વરથી આકર્ષિત (મોહિત) કર્યા, તેના રૂપમાં મોહિત થયેલા તેણે બહાર આવાસ કર્યો (ભમવા લાગ્યો) અને બોલવા લાગ્યો “હે ! ચન્દ્રમુખી ! તારું વદન પૂર્ણિમાના ચન્દ્ર જેવું છે, ઓષ્ઠલતા અમૃત સરખી છે, મણિઓની હારમાળા જેવા તારા દાંત છે, કાંતિ લક્ષ્મી જેવી છે, ચાલ હાથી જેવી છે. સુગંધ કલ્પવૃક્ષ જેવી છે, વાણી કામધેનું જેવી છે, કટાક્ષની શ્રેણિ કાલકૂટ ઝેર જેવી કાતિલ છે, ને શું દેવતાઓએ તારા માટે ક્ષીર સમુદ્રનું મંથન કર્યું હતું? જેનું જન્મ સ્થાન નિર્મલ નથી, વર્ણ (રંગ) વર્ણવવા યોગ્ય નથી. શોભા તો દૂર રહો શરીર ઉપર વિલેપન કરેલી જે કાદવની શંકા પેદા કરે છે. વિશ્વના લોકો જેને ચાહે છે અને જે સર્વ સુગંધી પદાર્થોના ગર્વને હરનારી છે. તે કસ્તુરીનો કયો પરિમલ ગુણ છે તે અમે જાણતા નથી. આ. શ્રી. બપ્પભટ્ટસૂરિએ વિચાર્યું અહો ? મોટા પુરુષને પણ કેવા પ્રકારની મતિનો આ વિપર્યાસ (વિપરિતતા) છે. મન્ના વન મૂરિરવિત્તિનેનજરિની...... ૧ સ્ત્રીની કાયા અનેક કાણાં છીદ્રો દ્વારા બહાર પડતાં મેલથી મલીન થયેલી ધમણ જેવી છે. સેંકડો સંસ્કારોથી શુધ્ધ કરાયેલી આ કાયા બહુ બહુ tene eseesaeattleasaeaaseem s easesaeatest euaaaaaaaaaaaaaaa888888888કઢશરણાદાવાદમાં | ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) 145 અંશ-ર, તરંગ-૬ ] REAL ESTER 98:8:89:98:8888
SR No.022071
Book TitleUpdesh Ratnakar Part 01
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJain Shwetambar Murtipujak Trust
Publication Year2003
Total Pages374
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy