SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિજ્ઞાનો ભંગ થાય (અથવા તુટી જાય) રાજા આશ્ચર્યતાને પામ્યો. નગર પ્રવેશ પછી મહેલમાં સાધુના માટે રાજાએ સિંહાસન મૂકાવ્યું. તે વખતે બપ્પભટ્રિએ કહ્યું સૂરિપદ પ્રાપ્ત કર્યા બાદ સિંહાસનરૂપી આસન કહ્યું છે. (તેથી હાલ આચાર્યપદ વિનાના અમને તે કલ્પ નહિ) તેથી દુઃખી થયેલા રાજાએ બીજું આસન મૂકાવ્યું. કેટલાક દિવસો સુધી તેને ત્યાંજ રાખીને આચાર્યપદના અર્થિ (ઈચ્છાવાળા) રાજાએ પ્રધાનોની સાથે ગુરુની પાસે બપ્પભટ્ટિને મોકલ્યા પ્રધાનોએ ગુરુને વિનંતી કરી કહ્યું કે ચંદ્ર વિના જેમ ચકોર આનંદિત થતો નથી તેમ બપ્પભટ્ટ વિના અમારા સ્વામિ હર્ષને પામતા નથી. એથી આચાર્યપદવી આપીને પછી એમને મોકલજો જેથી કરીને એના ઉપદેશથી રાજા ધર્મની ઉન્નતિ કરે. અર્થાત્ કરનારો થાય ગુરુએ કહ્યું :- ભો ! ભો ! આ શિષ્યની ઉપસ્થિતિ (હાજરી) વિના અમને આનંદ આવતો નથી. તેઓએ (પ્રધાનોએ) કહ્યું સૂર્યના તાપને ઝાડ સહે છે. સૂર્ય આકાશને ઉલ્લંઘવાનું કષ્ટ સહે છે. સમુદ્ર નૌકાના શ્રમને સહે છે. કાચબો પૃથ્વીના ભારને સહે છે. વાદળ (મેઘ) વરસવાની તકલીફ-લે છે. પૃથ્વી સમસ્ત પ્રાણી (જીવો) ના ભારને સહે છે. તેઓનું તેમાં ઉપકાર સિવાય બીજું કોઈ ફળ દેખાતું નથી અર્થાત્ તેઓ નિઃસ્વાર્થ સહન કરી ઉપકાર કરે છે. એ પ્રમાણે તેની વાણીથી (કહેવાથી) શ્રી સંઘે કરેલા ઉત્સવ પૂર્વક ગુરુએ તેમને (બપ્પભટ્ટીને) આચાર્ય પદ ઉપર આરુઢ કર્યા વિક્રમ સંવત ૮૧૧ ના ચૈત્રવદની આઠમના દિવસે આચાર્ય પદને પામ્યા પછી ગુરુએ શિક્ષા આપી કે હે વત્સ ! વિધિવત્ બ્રહ્મચર્યની રક્ષા માટે તરુણ અવસ્થા અને રાજપૂજા બન્નેથી સાવધાન રહેવું કારણ કે એ બન્ને અનર્થકારી છે. તે સાંભળીને શ્રી બપ્પભટ્ટિસૂરિજીએ જે કાંઈ કર્યું તેને શ્લોક વડે કહે છે. ભક્ત લોકોના આહાર પાણી અને છએ વિગઈઓનો પણ આ જન્મ સુધી ત્યાગ કરું છું. એ પ્રમાણેનો નિયમ ગ્રહણ કર્યો. પછી રાજાના આગ્રહથી ગોપગિરિમાં આવ્યા તેમના ઉપદેશથી રાજાએ ઊંચા શિખરવાળું એકસો હાથ ઉંચુ મંદિર બંધાવ્યું તેમાં ૧૮ ભાર પ્રમાણવાળી જાત્ય (શુધ્ધ) સુવર્ણની શ્રી મહાવીર પ્રભુની પ્રતિમા સ્થાપી. સરકaaaaaaaaaaaaaaaassagessaggestasiaaataaaaaaaaaaaaaaaaaaa geesaagasm 98988સેક્શ888888888888888888888888888999Q || ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) (140 અંશ-૨, તરંગ-૬
SR No.022071
Book TitleUpdesh Ratnakar Part 01
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJain Shwetambar Murtipujak Trust
Publication Year2003
Total Pages374
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy