SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ ગુપ્તવાતને છુપાવે છે. અને ગુણોને પ્રગટ કરે છે, આપત્તિમાં પડેલાં ને ત્યાગતાં નથી, અવસરે મદદ કરે છે. તે આ સન્મિત્રનું લક્ષણ છે. એમ સંતો કહે છે. પરંતુ તેઓ યોગ્ય અવસરે બહુમાન દાનાદિના ઉપચારની અપેક્ષા રાખે છે. પ્રાયઃ કરીને બહુમાન નહિ પામતાં સ્વલ્પ સ્નેહી બને છે અથવા સ્નેહ વગરના પણ થાય છે. વળી કહે છે કે નહીં મળવાથી અતિશય મળવાથી, મળવા છતાં નહિ બોલવાથી, અભિમાનથી અને પ્રવાસથી આ , પાંચ કારણે પ્રેમજતો રહે છે. તેથી કરીને તેવા પ્રકારનો કોઈ અવસર આવતાં ઉદાસ પણ બને છે. (ઉદાસીપણું રાખે છે.) એ પ્રમાણે કેટલાક ગુરુઓ પ્રાણીઓને વિષે શ્રેષ્ઠ મૈત્રી પણાની બુધ્ધિથી, પવિત્ર થયેલા મનના શુભ ભાવથી, ધન વિ. ની ઈચ્છા વગર અથવા આજીવિકાના કારણ વિના વાદળની જેમ સ્વાભાવિક (સર્વજનને વિષે) ઉપકારની પ્રવૃત્તિવાળા, તેવા પ્રકારના અવસરે ઉચિત કાર્ય કરવાના મનવાળા, હૃદયને ગમે તેવી દેશના વડે હિતને કરનારા (બતાવનારા) બને છે. વિવેકને બતાવે છે. મોહરૂપી અંધકારના પટલનો નાશ કરે છે. પ્રમાદરૂપી નિદ્રાથી બંધ થયેલા વિવેકરૂપી ચક્ષુવાળા ભવ્ય જનને બોધ પમાડે છે. સમ્યકત્વાદિ ગુણોને પ્રગટ કરે છે. દુર્ગતિના દુઃષમ માર્ગને રોકે છે. સીમાવિનાના સંસાર રૂપ સમુદ્રમાં ઉછળતી વિવિધ આપત્તિની પરંપરાથી ઉગારનારા છે. (તારે છે) તો પણ તેઓ યથા ઉચિત અવસરે બહુમાન વિ. ની ઈચ્છા રાખે છે. બહુમાન નહિ પામેલા (પામતાં) તેઓ પણ ઉદાસીન બને છે. જેવી રીતે બપ્પભટ્ટિસૂરિજી તેનું દૃષ્ટાંત કહેતાં કહે છે કે : (બપ્પભટ્ટસૂરિજીની કથા) ગુજરાત દેશમાં પાટલ નામના ગામમાં શ્રી સિધ્ધસેનસૂરિજી બિરાજમાન હતા. એક વખત તેઓશ્રી વિરપ્રભુને વંદન (દર્શન) કરવા માટે મોઢેરા ગામમાં આવ્યા અને ત્યાં રાત્રિમાં સ્વપ્ન જોયું તે આ રીતે છલાંગ મારીને સિંહના બચ્ચાને ચંદ્રના શિર ઉપર બેઠેલું જોયું. ઈતિ. પ્રભાત થતાં તે સ્વપ્ન ફિસ્ટાઢવષષષanewsબારડ્યશાયanenatisastaaaaaaaa aaaaષરરરરરરરરરnag; 88888888ચ્છ = = = ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) શ-૨, તરંગ-૬ saataaaaaaaaaaaaaaaaaagઝરાક્ષaaaaaaaaaaaછી
SR No.022071
Book TitleUpdesh Ratnakar Part 01
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJain Shwetambar Murtipujak Trust
Publication Year2003
Total Pages374
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy