SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ જેવાને આપેલું દાન નિષ્ફળ જાય છે. આવા કુગુરુઓ જાતેજ મહાપ્રસાદરૂપ કાદવમાં ડૂબેલા પોતાના આશ્રિતોને કેવી રીતે ભવથી તારી શકે ? પરંતુ તેઓ વડે વધારે ભારવાળા થઈને પોતાની જાતને અને બીજાઓને તેમાં જ ડૂબાડે છે. ઈતિ.. (૫) (૬) નટની વાત કરે છે - જેવી રીતે વાણી અને અંગના સાત્વિક આદિ નાના પ્રકારના અભિનય કરવામાં કુશળ એવા નટો વિશેષ પ્રકારના હાવભાવ વડે પોતાનામાં ન હોય તેવા શૃંગાર આદિક રસને બહારથી જાણે સાક્ષાત્ સ્કુરાયમાન થતો હોય નહિ. સર્વ અંગોને આલિંગન કરતો હોય નહિ તેવા શૃંગારાદિરસને સભામાં બતાવે છે. અને સભામાં બેઠેલા લોકોને આનંદિત કરે છે. અને જીતી લીધેલા હૃદયવાળા એવા તેઓ અત્યંત આકર્ષિત કરવા વડે તેઓને ખુશ કરે છે. એ પ્રમાણે કેટલાક ગુરુઓ બહારથી દેખાવ પૂરતાં ધર્મના મનવાળા હોવા છતાં પણ ગૃહસ્થ (લોકો) ની સમક્ષ તેવા પ્રકારની (ધર્મને અનુસરનારી) ક્રિયા કલાપ આદિ ને પ્રગટ કરવામાં તત્પર એવી આક્ષેપિણી આદિ વિવિધ પ્રકારની ધર્મ કથા આદિ વડે પોતાનામાં ન હોવા છતાંય લોકોની આગળ સંવેગ, વૈરાગ્ય આદિ ધર્મ રસને નીતરતો બતાવે છે. અને સભાજનો ને (સજ્જનોને) ખુશ કરે છે. ખુશ થયેલા તેઓ વિવિધ પ્રકારના આહાર વસ્ત્ર, પુસ્તક આદિ વડે તેઓનો સત્કાર કરે છે. કહ્યું છે કે :- નટ એવો વૈરાગ્યને બતાવે છે કે જેથી કરીને ઘણા લોકો વૈરાગ્યને પામે છે. તેવી રીતે શ્રાવક પણ (કુગુરુઓ પાસેથી) વૈરાગ્ય સાંભળીને સંવેગ પામે છે અને તે જલથી અગ્નિ ઓલવવા સરીખું છે. અંગાર મઈકાચાર્યનું દૃષ્ટાંત લેવું. તેવી રીતે જે ભટ્ટની જેમ પોતાની આજીવિકાને માટે દાતા એવા શ્રાવકોની સ્તુતિ કરીને તેની પાસેથી દાન ગ્રહણ કરે છે. કહ્યું છે કે :ગુરુઓ ભાટ સરીખા છે કે જે શ્રાવકોની સ્તુતિ કરીને દાન લે છે. અને એવી રીતે બન્ને તત્વને નહિ જાણનારા તેઓ દુઃષમ કાલમાં ડૂબે છે તેઓ પણ આ ભાંગામાં જ આવી જાય છે. એવી રીતે છએ ભાંગાવાળા ગુરુઓ ચરણ - કરણના ગુણોથી રહિત Ra hasanwasidualitanasasaanaahીરકારnasanspannaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaøøક્ષા ខ្លួean Mnanganes០០០រាណព៣០០ | ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) | અંશ-૨, તરંગ-૬) said. TET
SR No.022071
Book TitleUpdesh Ratnakar Part 01
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJain Shwetambar Murtipujak Trust
Publication Year2003
Total Pages374
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy