SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશ રત્નાકર ગ્રંથના નામકરણની વિવિધ પદ્ધતિઓ છે. ગ્રંથને માળા (ઉપદેશ માળા), પ્રાસાદ (ઉપદેશ પ્રાસાદ), નદી (ત્રિદશ તરંગિણી), કલ્પવૃક્ષ (અધ્યાત્મકલ્પદ્રુમ) રત્નાકર (સ્યાાદરત્નાકર) આદિ ઉપમાઓ આપી નામકરણ કરવાની પદ્ધતિઓ પ્રચલિત છે. ૧ પ્રસ્તુત ગ્રંથનું નામ ‘ ઉપદેશરત્નાકર' રાખવામાં આવ્યું છે. રત્નાકર તરીકે અહીં લવણ સમુદ્રની કલ્પના ગ્રંથકારશ્રીના મનમાં છે. લવણસમુદ્રમાં પહેલા જગતી, ૯૫૦૦૦ યોજનનો પૂર્વતટ, ૧૦,૦૦૦ યોજનનો શિખાવાળો મધ્યમભાગ અને ૯૫૦૦૦ યોજનનો અપરતટ, આ રીતનું વિભાગીકરણ જાણીતું છે. પ્રસ્તુત ગ્રંથમાં પણ પીઠિકા રૂપ જગતી, પૂર્વતટ, મધ્યતટ, અપરતટ, દરેક તટમાં અંશો અને તરંગો આ રીતે વિભાગીકરણ કર્યું છે. આ ગ્રંથનું સર્વપ્રથમ પ્રકાશન વિ. સં. ૧૯૬૪ માં ‘જૈન વિદ્યા પ્રસારક વર્ગ તરફથી (બીજા અંશના છઠ્ઠા તરંગ સુધી મૂળ, સ્વોપજ્ઞટીકા અને ભાષાંતર સાથે) થયું હતું. ત્યાર પછી શ્રીમાન્ આનંદસાગરસૂરિજી મ.સા. ના પ્રયત્નોથી વિ. સં. ૧૯૭૧ માં દેવચંદ લાલભાઈ (સૂરત) તકરફથી સ્વોપજ્ઞટીકા સાથે પૂર્વતટ અને મધ્યતટ સુધી આ ગ્રંથ પ્રકાશિત થયો હતો. પ્રકાશિત થયેલા આ ગ્રંથના છેડે ટીકા માં (પત્ર ૨૩૧) ગ્રંથકારશ્રીએ લખ્યું છે કે ‘ અથ અપરતટઃ । અપરતટં સુગમત્વાન વિપ્રિયતે।' આનો સ્પષ્ટ અર્થ એ જ થાય કે ગ્રંથકારશ્રીએ અપરતટની રચના કરી છે. પરંતુ સુગમ હોવાથી એની ટીકા કરી નથી. શ્રીમાન્ સાગરજી મ. એ ઉક્ત દે. લા. પ્રકાશનના સંસ્કૃત ઉપોદ્ઘાતમાં આ વાત જણાવી જ છે. પણ ત્યારે ‘અપરતટ' ક્યાંયથી મળ્યો નહીં એટલે મધ્યતટ સુધી જ પ્રકાશન થયું. આ પછી સૂરત અણસુરગચ્છના ઉમરવાડી પાર્શ્વનાથ જિનાલયસ્થિત ભંડારમાંથી ઉપદેશરત્નાકરના મૂળ પોવાળી પ્રત શ્રીમાન્ સાગરજી મ. ને મળી આવી. આ પછી વિ. સં. ૨૦૦૫માં જૈન પુસ્તક પ્રચારક સંસ્થા તરફથી ‘ઉપદેશ રત્નાકર' (પીઠિકા સિવાયનો) મૂળ ગ્રંથ અને શ્રી ચંદનસાગરજી મ. ૧. ‘પ્રારભ્યતે સ્વલ્પધિયાડપિ તેનોપદેશરત્નાકર નામ શાસ્ત્રમ્' પીઠિકા શ્લો. ૨૧. ૨. આનું જ પુનર્મુદ્રણ વિ.સં.૨૦૪૫માં જિનશાસન આ ટ્રસ્ટે કર્યું છે. 12
SR No.022071
Book TitleUpdesh Ratnakar Part 01
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJain Shwetambar Murtipujak Trust
Publication Year2003
Total Pages374
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy