SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ નવમા વ્રતમાં ઉભયકાલ સામાયિક કરનારા, સામાયિક કરે ત્યારે હેમચંદ્રાચાર્ય સિવાય બીજા સાથે નહિ બોલનારા, દરરોજ યોગ શાસ્ત્રના ૧ર પ્રકાશ, વીતરાગના ગુણની સ્તવનાના વીતરાગ સ્તોત્રના વીશે પ્રકાશ નો પાઠ કરનારા, ૧૦ મા વ્રતમાં ચાતુર્માસમાં યુધ્ધ નહિ કરનારા, ગઝનીનો સુલતાન મહમદ ગઝની લડવા આવ્યો તો પણ નિયમથી વિચલિત નહિ થનારા. ૧૧ માં વ્રતમાં પૌષધોપવાસ કરીને રાત્રે કાઉસગ્નમાં પગ ઉપર મંકોડો ચોંટી ગયો. લોકોએ દૂર કરવા છતાં ક્રોધિત થયેલો તે ત્યાંથી હટતો નથી. તેથી તે મૃત્યુ પામશે તેવી શંકાના કારણે પોતાના પગની ચામડી સાથે તે મંકોડાને દૂર કરનારા, પારણાના દિવસે પૌષધવ્રત લેનારા, સર્વને ભોજન કરાવનારા. ૧૨ મા અતિથિ સંવિભાગ વ્રતમાં દુઃખી સાધર્મિક શ્રાવક જનોનો ૭ર લાખ દ્રવ્યનો કર માફ કરનારા, શ્રી હેમચન્દ્રસૂરિની, ધર્મશાળા (ઉપાશ્રયને) પડિલેહનાર (સાચવનાર) ધાર્મિકને ૫૦૦ ઘોડા તથા ૧૨ ગામનું અધિપતિ પણું આપ્યું. બીજી સઘળી ધર્મશાળાને પડિલેહનારાઓને ૫૦૦ ગામ આપનારા. એ પ્રમાણે તે વિવેકમાં શિરોમણી એવા તે કુમારપાળરાજાએ બીજા અનેક પ્રકારના પુણ્ય કાર્યો કર્યા હતા. અહીંયા લખવા માટે કેટલા સમર્થ બને ? અથવા અહીં કેટલા લખી શકાય ? એ પ્રમાણે તેમને જાતે સમ્યકધર્મના અનુષ્ઠાન વડે બે ભવ જેટલો સંસાર કરવા રૂપ પોતાના આત્મા ઉપર ઉપકાર કરનારા, સાધર્મિક વિ. ને યથા યોગ્ય દાન, બહુમાન, ધર્મમાં સહાય કરનારા, કર માફ કરનારા, સીદાતાનો ઉધ્ધાર કરવા વડે અઢારે દેશોમાં અમારીના પ્રવર્તનાદિ વડે કરીને તેમનો પરોપકાર પણ પ્રગટ છે. એ પ્રમાણે અન્તઃ અને બહાર સારપણું છે. એવી રીતે સાધુશ્રી પૃથ્વીધર, (સજ્જન એવા પેથડ મંત્રી) જગસિંહસાહ, મુહણ સિંહ સાહ, આદિના પણ દૃષ્ટાંતો યથા યોગ્ય રીતે અહીંયા દર્શાવવા (કહેવા). એ પ્રમાણે શ્રાવક ને આશ્રયીને ચતુર્ભગી કહી, સામાન્યથી જીવોને આશ્રયીને પણ એજ પ્રમાણે eeeeeeeeeeeeeeeeeeeeeeeeee ઘaaaaaaaaaaaaBaa | ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) ૧ seeeeeeeeeeeeee e નાકર અંશ-ર, તરંગ-૪ || RER તિ
SR No.022071
Book TitleUpdesh Ratnakar Part 01
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJain Shwetambar Murtipujak Trust
Publication Year2003
Total Pages374
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy