SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન પરંપરાનો ઈતિહાસ (ભા. ૩ પૃ. ૪૯૮) માં ત્રિપુટી મ. લખે છે કે- “નોધ - વૃદ્ધો કહે છે કે આ મુનિસુંદરસૂરિએ “સંતિકર સ્તોત્રમ્ ગાથા ૧૩ ઉપદ્રવની શાંતિ માટે બનાવ્યું ત્યારથી આપણામાં “સંતિકર કલ્પ’માં લખ્યા મુજબ હંમેશા સાંજે દેવસી પ્રતિક્રમણમાં દુમ્બખયના કાઉસ્સગ્ન પછી એકવાર અને પખિ પ્રતિક્રમણ વગેરેમાં ૧ થી વધુવાર પાઠ બોલવાનો રીવાજ (મર્યાદા) ચાલુ થયો હતો. પરંતુ ઉદયપુર નગરમાં કોઈક જાતની અશાંતિ હતી. આથી ત્યાં રહેલા ભટ્ટારકે (સંભવતઃ તપા. રત્નશાખાના ભ. રાજસૂરિએ) સાંજે પ્રતિક્રમણના છેડે સંતિકર બોલીને પછી અથવા સંતિકર ને બદલે એકાએક લઘુશાંતિ સ્તોત્ર અને મોટી શાન્તિ સ્તોત્રા બોલવાનું શરુ કરાવ્યું ત્યારથી આપણામાં સંતિકર ને બદલે લઘુશાન્તિ અને મોટી શાન્તિ સ્તોત્રો બોલવાનું ચાલુ થયું છે. આજે તે પ્રમાણે બોલવાની પરંપરા છે. પણ, વિશેષતા એટલી છે કે પષ્મી ચમાસી અને સંવત્સરી પ્રતિક્રમણ થયા બાદ સંતિકર સ્તોત્ર પણ અવશ્ય બોલાય છે પ્રતિષ્ઠાઓ :- આ. મુનિસુંદરસૂરિજીના હસ્તે થયેલ પ્રતિષ્ઠાઓની નોંધ શ્રી હીરાલાલ કાપડિયાએ આપી છે.' તેની વિગત આ પ્રમાણે છે :- દેલવાડા, (મેવાડ વિ. સં. ૧૪૮૮), ખંભાત (જીરાવાડ સં. ૧૪૮૯), લાડોલ (સં. ૧૪૯૭) માતર (૧૪૯૯), અમદાવાદ (દેવસાપાડો (૧૪૯૯), પાટણ (કનાસાપાડો ૧૫૦૦), આગ્રા (૧૫૦૦), અમદાવાદ (૧૫૦૦), જેસલમેર (૧૫૦૧) ઉદેપુર (૧૫૦૧), ખેડા (૧૫૦૧) રૈનપુર (૧૫૦૧) ઉદેપુર (૧૫૦૧) આ ઉપરાંત પણ વિવિધ સ્થળે તેઓશ્રી દ્વારા પ્રતિષ્ઠિત પ્રતિમાઓ મળે છે. ડૉ શિવપ્રસાદજીએ તપગચ્છકા ઈતિહાસ ભા. ૧ નં. ૧ પૃ. ૩૭ થી ૪૦ માં વિગતવાર તાલિકા આપી છે. ઉદયપુર (શાંતિનાથ જિનાલય જાવરી ના વિ. સં. ૧૪૭૮ ના અને જીરાવલાતીર્થની દેરીઓ ઉપરના વિ.સં. ૧૪૮૩, ૧૪૮૭ ના લેખોમાં પણ આ. મુનિસુંદરસૂરિજીનો ઉલ્લેખ એમના ગુરુ અને ગુરભાઈઓ સાથે થયો છે. (ડૉ. શિવપ્રસાદના ઉપરોક્ત “તપગચ્છ કા ઈતિહાસ’ પૃ. ૩૫) વિહાર :- ઉપરોક્ત વિગત જોતાં ગ્રંથકારશ્રીનું વિચરણ ગુજરાત, રાજસ્થાન, માળવા ઉપરાંત ઉત્તરભારત સુધી હતું એમ સ્પષ્ટ જણાય છે. પં. શ્રી પ્રતિષ્ઠા સોમજીએ સોમસૌભાગ્ય (૬/૩૩-૩૯) માં ગ્રંથકારશ્રીના મુખ્યગુણો તરીકે તર્કદક્ષતા, સ્તોત્રકારકત્વ, સહસ્ત્રાવધાનિતા, કળાનૈપુણ્ય, વ્યાપક પ્રજ્ઞાપકર્ષનું વર્ણન કર્યું છે. ગ્રંથકારશ્રીએ કૂવામાંથી બહષભદેવ ભ. ની પ્રતિમા કઢાવી સિરોહીના લાખા રાજાને આપી હતી. ૧. ઉપદેશરત્નાકર ભૂમિકા (પૃ. ૯૦ – ૯૧) ૨. “ઐતિહાસિક સન્માયમાળા શ્રી વિધા વિજય લિખિત પ્રસ્તાવના. '
SR No.022071
Book TitleUpdesh Ratnakar Part 01
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJain Shwetambar Murtipujak Trust
Publication Year2003
Total Pages374
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy