SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રતથી, ક્રિયાથી, શુધ્ધિથી અને ધર્મથી ચાર પ્રકારે છે. ગૃહસ્થ એ પ્રમાણે સામાન્ય રીતે કહેવા છતાં પણ શ્રાવક રૂપ... ગૃહસ્થીઓ પણ ચાર પ્રકારે ધર્મરૂપી આજીવીકાવાળા થાય છે. એ પ્રમાણે એનો સાર છે... હવે વિસ્તારથી કહે છે - તેમાં મધ્યમ અને બહાર સાર રૂપ એ પ્રમાણે કહેવાથી અલંકારના ચાર ભાંગા બતાવ્યા છે. તે આ પ્રમાણે - કેટલાક આભૂષણો (૧) મધ્યમાં (અંતઃમાં) અસાર અને બહારથી પણ અસાર (૨) અંતઃ અસાર અને બહાર સારા (૩) અંતઃ સારા અને બહારથી અસાર (૪) મધ્ય (અંતઃ) અને બહાર બન્ને રીતે સારા ! - તેમાં ચાંડાલોના ઉપલક્ષણથી બીજા પણ ભરવાડ આદિ નીચ જાતીના આભૂષણો લોખંડ વિ. ના હોવાથી અને અંદરના ભાગે પોલાણવાળા હોવાથી અને અંદર કાંકરા - રેતી આદિ ભરેલા હોવાથી અંતઃ અસાર છે. તેવી જ રીતે તેજ, શોભા આદિ થી રહિત હોવાથી બહારથી પણ અસાર છે. માત્ર ઝાંઝર કુંડલ આદિ આકાર માત્ર ધરતાં હોવાથી આભૂષણ કહેવાય છે. અને તેઓએ પહેરેલા નુપુરાદિમાં મેં પહેર્યા છે. એ પ્રમાણે નામ માત્ર સુખે ને આપનારા છે. તેવી રીતે તે અખંડ આભૂષણને ગ્રહણાદિમાં અને મૂકવા (આપવું) વિ. માં પણ કાંઈ પણ વિશેષ દ્રવ્ય પ્રાપ્ત થતું નથી. ભાંગવાથી પણ કંઈપણ દ્રવ્ય પ્રાપ્ત થતું નથી એ પ્રમાણે પહેલો આભરણ ભેદ યાને ભંગ થયો. તેવી રીતે વેશ્યાના આભરણો અન્તઃ પોલા હોવાથી અને લાખથી ભરેલા હોવાથી અસાર છે. અને બહારથી તાંબા વિ. ના હોવા છતાં પણ સુવર્ણથી રસેલા હોવાથી ભોળા લોકોના મનને સ્વર્ણમયપણાની બુધ્ધિનું કારણ હોવાથી જાણે સારની જેમ દેખાય છે. - ભાસે છે. એ પ્રમાણે બહારથી સારવાળા કહ્યા અથવા બહારથી સારપણું બીજી રીતે વિચારવું તે આ પ્રમાણે : જેવી રીતે આભૂષણોને કુળવાન સ્ત્રીઓ વસ્ત્રાદિ ઢાંકીને ગુપ્ત રીતે પહેરે છે. તેવી રીતે ગણિકા પહેરતી નથી. તે ગણિકા ઢાંક્યા વગર સ્પષ્ટ (ખુલ્લી) રીતે કડા, કુંડલ આદિને પહેરે છે. અને તેથી બહાર ચળકાટવાળા 09033BBB 8888888888BRRRRRRRRRRRRABB8A99.8888888888888RRRRRRRRRRRRRRRRRRRRRRRRESBOBSERRANO -gara aaaa a aaaaaaaaaaaaa88888899 ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) (85)[ તરંગ - ૧૫ ]
SR No.022071
Book TitleUpdesh Ratnakar Part 01
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJain Shwetambar Murtipujak Trust
Publication Year2003
Total Pages374
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy