SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી શંખેશ્વરપાર્શ્વનાથાય નમઃ શ્રી શત્રુંજય તીર્થાધિરાજ ઋષભદેવ સ્વામિને નમઃ સિધ્ધિ – વિનય - ભદ્ર - વિલાસ - ૐકાર – અરવિંદ – યશોવિજય - જિનચન્દ્ર વિજયાદિભ્યો નમઃ yzaiqal o સ્વોપજ્ઞ ટીકા સહિતના શ્રી ઉપદેશ રત્નાકર ગ્રંથનો દક્ષિણ કેસરી આ.ભ. શ્રી વિ. સ્થૂલભદ્રસૂરીશ્વરજી મ.સા. ના શિષ્યરત્ન મુનિરાજ શ્રી Wયશવિ. મ. એ કરેલ સંપૂર્ણ અનુવાદ પ્રથમવાર જ પ્રકટ થઈ રહ્યો છે તે ઘણા આનંદની વાત છે. હ ગ્રંથકીર હર પ્રસ્તુત ગ્રંથ અને ટીકાની રચના શ્રી મહાવીર પ્રભુની પ૧મી પાટને શોભાવનારા આ. શ્રી મુનિસુંદરસૂરિજીએ કરી છે. તેઓશ્રી આચાર્ય સોમસુંદરસૂરિજીના અનુગામી તપગચ્છાધિપતિ ભટ્ટારક હતા. ગ્રંથકારશ્રીનો જન્મ વિ. સં. ૧૪૩૬માં અને દીક્ષા સાત વર્ષની બાળવયમાં વિ. સં. ૧૪૪૩માં થઈ. તેઓશ્રીને આચાર્યપદ પ્રદાન કરનાર એમના પુરોગામી આ. સોમસુંદરસુરિ કરતાં જન્મ અને દીક્ષામાં તેઓ માત્ર છ-સાત વર્ષ પાછળ, હતા.' દીક્ષા વખતે મુનિ “મોહનનંદન' નામ રાખવામાં આવ્યું. તેઓ આ. સોમસુન્દરસૂરિજીના (તે વખતે મુનિ) પ્રથમ શિષ્ય બન્યા. જોકે એમનું ઘડતર આ. ભ. દેવસુંદરસૂરિજીના હાથે થયું હશે. કેમકે એમની દીક્ષા વખતે તેઓના ગુરુ મ. ની વય માત્ર ૧૩-૧૪ વર્ષની જ હતી. ગ્રંથકારનું વિદ્યાધ્યયન આ. જ્ઞાનસાગરસૂરિજી પાસે થયું છે એમના દીક્ષાગુરુના પણ વિદ્યાગુરુ આ જ આચાર્યશ્રી છે. આ કારણે આ. મુનિસુંદરસૂરિજી પોતાનો ઉલ્લેખ ઉપરોક્ત ત્રણેય આચાર્ય ભ. ના શિષ્ય તરીકે ઘણે ઠેકાણે કરે છે ૧. આ સોમસુદરસૂરિજીનો જન્મ ૧૪૩૦, દીક્ષા ૧૪૩૭. ૨. વીરવંશાવલી (તપગચ્છ વૃધ્ધ પટ્ટાવલી) જૈન સાહિત્ય સંશોધક ખંડ ૧, અંક ૩, પૃ. ૧-૫માં પ્રકાશિત. ૩. વિંશતિસ્થાનક વિચારામૃત સંગ્રહ, જૈન પરંપરાનો ઈતિહાસ ભા. ૨ પૃ. ૪૯૫ ૪. ઉપદેશરત્નાકર પીઠિકા (શ્લો. ૧૦). ૫. જયાનંદ કેવલીચરિત્ર (ગ્લો ૯-૧૨) જિન સ્તોત્ર રત્નકોશ પૃ.૮૧, ૮૯ વગેરે.
SR No.022071
Book TitleUpdesh Ratnakar Part 01
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJain Shwetambar Murtipujak Trust
Publication Year2003
Total Pages374
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy