SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ વાફ યુધ્ધાદિ વિ. બધાનો પ્રતિષેધ કર્યો તો વાસુદેવે કહ્યું કે કેવા પ્રકારના યુધ્ધથી લડવું છે? દેવે કહ્યું નિતંબ (ઢેકા,) કૂલા વડે ત્યારે વાસુદેવે કહ્યું હું હારી ગયો છું અશ્વ રત્નને લઈ જા હું નીચ યુધ્ધ વડે લડતો નથી તે સાંભળતાં દેવ પ્રસન્ન થયો અને કહ્યું કે વરદાન માંગ તને શું આપું વાસુદેવે કહ્યું ઉપદ્રવાદિને હરનારી ભરી આપ. તે દેવે તેને ભેરી આપી આવી રીતે તે ભેરીની ઉત્પત્તિ થઈ અર્થાત્ પ્રાપ્ત થઈ. તે ભેરી છ છ મહિનાને અંતે વગાડે છે. જે તેનો શબ્દ સાંભળે છે તેના પૂર્વે ઉત્પન્ન થયેલા રોગો નાશ પામે છે અને છ મહિના સુધી નવા ઉત્પન્ન થતાં નથી પછી ત્યાં એક વખત ક્યાંકથી આવતો એક વણિક આવ્યો અને તે અત્યંત દાહજુવરથી પીડાતો હતો. તેણે ભેરી પાલકને કહ્યું. તું એક લાખ સોનામહોર લે અને મને આમાંથી (ભેરીમાંથી) પલમાત્ર આપ તેણે લોભને વશ થઈ ભેરીમાંથી ટુકડો કાપી આપ્યો. પછી તેણે તે ભરીને ચંદનનો ટુકડો લગાવ્યો (થીગડું લગાવ્યું) એ પ્રમાણે એક પછી એક બીજા લોકોએ માંગ્યો અને તે ભેરી પાલક આપતો રહ્યો અને તેથી તે પૂરી ચંદન કંથો બની ગઈ. હવે એક વખત કોઈ ઉપદ્રવ આવ્ય છતે વાસુદેવે તે ભેરી વગડાવી તેનો માત્ર સભા સુધીજ અવાજ પહોંચ્યો. ત્યારે વાસુદેવે કહ્યું... મારી ભેરી કોઈએ દુષિત કરી છે (નાશ કરી છે) તપાસ કરી તો તેણે તે થીગડાંવાળી જોઈ, અરે ભેરી સંપૂર્ણ ખલાસ કરી છે. પછી તેણે ભેરી પ્રાપ્ત કરી તેને સાચવવા બીજો ભેરી પાલક રાખ્યો. તેણે તે ભેરી સારી રીતે સાચવી અને તેને બક્ષીસ વિ. આપી તેનો સત્કાર કર્યો (ખુશ કર્યો.) એ પ્રમાણે જે સૂત્ર અથવા અર્થને બીજા મતવાળા સાથે અન્ય દર્શનીના શાસ્ત્ર સાથે) પોતાના બનાવેલા ગ્રંથને મિશ્ર કરીને કન્વી (દુષિત) કરે છે. અથવા ભૂલાઈ ગયેલા સૂત્ર અથવા અર્થને હું જ સારી રીતે જાણું છું. બીજા કોઈ જાણતા નથી. ક્યારેક કોઈક કંઈ પણ પૂછે છે. ત્યારે અહંકાર વડે બીજા મત વાળાના શાસ્ત્રો સાથે પણ મિશ્ર કરીને પૂર્ણ કરે છે. તે અનુયોગના શ્રવણને યોગ્ય નથી. . RESERRASSEBRERAR B ERSABER SRBSRB88888888888 હશaalaaaaaaaaaaaaaaaaaaaaa888880aaaaa ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ)T66 તરંગ - ૧૨ કિataaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaajbaaaaaaaણાવી
SR No.022071
Book TitleUpdesh Ratnakar Part 01
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJain Shwetambar Murtipujak Trust
Publication Year2003
Total Pages374
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy