SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ श्री सङ्घाचार भाष्यम् તરીકે પ્રસિદ્ધ થયો. ઈન્દ્ર સ્થાપેલી આ મર્યાદા પ્રમાણે સઘળા વિદ્યાધરો હરિકૂટ પર્વત ઉપર એકત્ર થઈ મહોત્સવને ઉજવે છે. આ પ્રમાણે ઈન્દ્રના અનેક યુગાંતરો પસાર થઈ ગયા. પરંપરામાં એવું સાંભળવામાં આવે છે કે કેટલાક ઉત્તમ વિદ્યાધર પુરુષોએ ક્યારેક ક્યારેક આ જિનાલય ઉઘાડ્યું છે. હજુ પણ ઘણા વિદ્યાધરો પોતે ઉત્તમ છે એવી બુદ્ધિથી દરેક વર્ષે આ જિનાલયને ઉઘાડવા માટે તેમજ ભદ્રાસન ઉપર બેસવા માટે પ્રયત્ન કરે છે. હરિકૂટ પર્વત ઉપર વિદ્યાધર શા માટે આવે છે એવા પ્રશ્નના ઉત્તરમાં વસુદેવના મિત્ર મદને વસુદેવને સઘળી હકીકત કહી. આ સાંભળીને વસુદેવ જિનાલય તરફ જાય છે. જિનાલયને ત્રણ પ્રદક્ષિણા આપી પ્રણામ કરે છે. વસુદેવહિંડીઃ “જિનાલયને ત્રણ પ્રદક્ષિણા આપી. ભક્તિપૂર્વક વંદન કર્યું અને એક બાજુ ઊભો રહ્યો.” જિનાયતનમાં ઉત્તમ ગંધર્વના ગીતો દ્વારા ઉત્તમ મહોત્સવ થઈ રહ્યો હતો. વિદ્યાધરો વૈર વિનાના બની સ્તુતિ ગાઈ રહ્યા હતા. (સંજ્ઞાનનાઃ સ્તુતિપાઠ દ્વારા સ્તુતિ) વસુદેવહિંડીઃ ભક્તિથી ભાવિત થયેલા વિદ્યાધરોએ શ્રેષ્ઠ નાટકો, સંગીત અને ગંભીર અર્થવાળી લયબદ્ધ ઘણી બધી સ્તુતિના ગાનમાં પરાયણ થઈ અપૂર્વ જિનભક્તિથી મહોત્સવ કર્યો. - જિનાલયમાં ઉભેલા વસુદેવને તેના સસરા દેવઋષભ આદિ વિદ્યાધરોએ કહ્યું, “હે મહાનુભાવ! આ સઘળા વિદ્યાધરોમાંથી કોઈપણ આ જિનાલયને ઉઘાડવા માટે શક્તિમાન નથી. તમે જિનાલયના દ્વાર ઉઘાડો, જેથી આ વિદ્યાધર સમૂહ આદિનાથ પ્રભુના મુખનું દર્શન કરે અને પ્રભુની પ્રતિમાને પૂજે.” વસુદેવે સ્નાન કરી શરીર ઉપર વિલેપન કર્યું, નવા વસ્ત્રોની જોડ પહેરીને દેવઋષભઆદિ વિદ્યાધરોની સાથે જિનાલયમાં પહોંચ્યો. જાણે સાક્ષાત્ સ્વર્ગની સંપત્તિના સ્વામી વસુદેવેવિનયથી નતમસ્તકવાળા બની દક્ષિણાવર્ત પદ્ધતિથી પ્રદક્ષિણા આપી. મુલાયમ મોરપીંછીથી સિદ્ધાયતનના દ્વારની પ્રમાર્જના કરી. પાણીથી અભિષેક કર્યો. સુગંધી પુષ્પોની માળા બાંધી. ધૂપઘટા પ્રગટાવી અને અવનવા અશન-પાનખાદિમ-સ્વાદિમ આદિથી યુક્ત બલિ સ્થાપન કર્યો. વસુદેવહિંડીમાં બલિનું વિધાનઃ વસુદેવે ધૂપઘટા પ્રગટાવી, સુગંધી પુષ્પોથી યુક્ત, વિવિધ પ્રકારના ભક્ષ્ય તથા પાણીથી પૂર્ણ અને પુષ્પથી મિશ્રિત ધાન્યથી વિભૂષિત સુંદર બલિને ધર્યો. વસુદેવે બલિને ધર્યા પછી પુનઃ ધૂપને ધરી બે હાથ જોડી અંજલિ કરી, વિનયથી
SR No.022063
Book TitleSanghachar Bhashyam Part 01
Original Sutra AuthorN/A
AuthorDevendrasuri, Rajpadmavijay
PublisherShrutgyan Sanskar Pith
Publication Year2004
Total Pages254
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy