SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ श्री सङ्घाचार भाष्यम् ૫૨ નથી કર્યુ અને તપધર્મ તપ્યો નથી એમને આપનું દર્શન થતું નથી. જેમ થીજી ગયેલું ઘી અગ્નિની જ્વાળાઓથી ઓગળી જાય છે તેમ સેંકડો ભવોમાં કરેલું પાપ તારા દર્શન કરવાથી નાશ પામે છે. તે સમય વખાણવા જેવો છે, તે ક્ષણ લક્ષણવાળી છે, તે દિવસ પ્રશંસનીય છે, તે પખવાડીયું પણ સુંદર છે જેમાં હે જગબાંધવ તમારું દર્શન થાય છે. હે પ્રભુ! આપ જ્યારે અદશ્ય છો ત્યારે આપના દર્શનની તરસ હોય છે અને જ્યારે આપનો સાક્ષાત્કાર થાય છે ત્યારે આપના વિરહની વ્યથા સાલે છે. આમ, બંને રીતે પણ દુઃખ જ ઊભું થવાનું છે તો પણ આપનું દર્શન મને મળતું રહો. હે દીનાનાથ! આપનું દર્શન ભૂતકાળમાં આચરેલા સુકૃતોથી પ્રાપ્ત થાય છે, ભવિષ્યકાળમાં સારા ભાવોની પ્રાપ્તિ કરાવે છે અને વર્તમાનકાળમાં પાપપંકને પખાલે છે. આ રીતે પ્રભુદર્શન ત્રણ કાળમાં સુખને પ્રાપ્ત કરાવે છે. હે સ્વામિનાથ! આપનું દર્શન મને એવું આપો કે જેથી કરીને ફરીને આપનો વિરહ ન થાય, કારણકે જન્માંધની વેદના કરતા દેખતો આંધળો થાય એની વેદના અત્યંત દુસ્સહ હોય છે. હે નાથ! સર્વોત્તમ મંત્ર સમાન એવા આપના નામનું પણ જે કીર્તન કરે છે તેનો મિથ્યાત્વ દોષ તુરંત ચાલ્યો જાય છે, વધારે તો શું કહેવું? હે પ્રભુ! અલ્પદર્શી એવો જે માણસ સર્વદર્શી એવા આપને નમસ્કાર કરે છે તેનું સમ્યગ્ દર્શન નિર્મળ બને છે અને અંતે તે પોતે સર્વદર્શી બની જાય છે.’’ ભુવનમલ્લકુમારે આ પ્રમાણે આદિનાથ પ્રભુની સ્તવના કરી. પ્રભુની સ્તવના કર્યા બાદ કુમાર વિસ્મિત થઈને ચારેબાજુ ફરવા લાગ્યો. પશ્ચિમ દિશા તરફ એક વાવડી દેખાઈ. વાવડીમાં સુંદર કમળો હતા. પાણી મધુર, શીતળ અને નિર્મળ હતું. જેમ ગુરુના વચનથી આત્માની શુદ્ધિ કરાય છે તે રીતે તેણે પાણીથી પોતાના શરીરની શુદ્ધિ કરી. થોડીવાર આરામ કરીને જ્યાં સ્વસ્થ થયો ત્યાં એક વાંદરો આવ્યો. તેના ગળામાં ચણોઠીની માળા હતી. હળદર જેવો પીળો વર્ણ હતો. વાંદરો એકલો ન હતો તેની સાથે વાંદરી પણ હતી. વાંદરાએ કુમારને પ્રણામ કરી મનુષ્યની ભાષામાં કહ્યું, હે કુમાર! તમે ખરેખર ભગવાન છો. શરણવિનાના માટે શરણભૂત છો, કરુણાલુ છો અને દાક્ષિણ્ય ગુણવાળા છે. તમે મારી એક અરજને સાંભળો, ‘આ વનમાં હું હંમેશને માટે વાનરના ટોળાનો આજ સુધી સ્વામી હતો. આ મારી પ્રિયા મને પ્રાણથી પણ પ્યારી છે. બીજા વનમાં વસતા એક વાંદરાએ બળ વાપરીને મારા વાનરોને પડાવી લીધા છે. મારા વાનરજૂથને પાછું મેળવવા માટે હું શક્તિમાન છું પણ મારા પ્રેમમાં પાગલ બનેલી મારી પ્રિયા મને તે વાનરની સાથે યુદ્ધ કરતાં અટકાવે છે. હું પણ તેને એકલી મૂકી શક્તો નથી. હે યશસ્વી કુમાર! તમે હાલ
SR No.022063
Book TitleSanghachar Bhashyam Part 01
Original Sutra AuthorN/A
AuthorDevendrasuri, Rajpadmavijay
PublisherShrutgyan Sanskar Pith
Publication Year2004
Total Pages254
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy