SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪ __श्री सङ्घाचार भाष्यम् સાકેતપુરમાં એક ચિત્રકારની વૃદ્ધ પત્નીને ત્યાં રહ્યો. આ સ્ત્રીને એક નો એક જ પુત્ર હતો. તેણીએ સોમને પોતાના ઘરમાં પોતાનો પુત્ર માનીને રાખ્યો. સોમ પણ તેણીના પુત્રનો મિત્ર બની ગયો. તે જ વરસે વૃદ્ધાના પુત્રનો વારો આવ્યો. વૃદ્ધા કલ્પાંત કરવા લાગી. સોમે પૂછ્યું કે મા! તું શા માટે રડે છે? “બેટા! કહ્યું પણ છે કે કુળની રક્ષા માટે એકનો ભોગ લેવાય, ગ્રામની રક્ષા માટે એક કુળનો ભોગ લેવાયજનપદની રક્ષા માટે એક ગામનો ભોગ લેવાય અને આત્મા માટે (શીલાદિગુણોની રક્ષા માટે સીતાની જેમ) પૃથ્વીનો પણ ભોગ લેવાય. મારે એકનો એક પુત્ર છે. તે આંધળી માને લાકડી જેવો છે. મારો આ પુત્ર યક્ષના મંદિરને ચિતરશે અને યમરાજા એને ઉપાડી જશે. સોમે દયાપૂર્વક કહ્યું, “મા! તમે રડો નહી. બધું સારું થશે.” વૃદ્ધાએ સોમને રોક્યો, અને કહ્યું કે બેટા, તું પણ મારો જ પુત્ર છે. તું શા માટે આ આપત્તિમાં પડે છે. વૃદ્ધાની વાત તેણે સાંભળી નહી અને યક્ષની પ્રતિમાને ચિતરવાનું તેણે નક્કી કર્યું. તેણે વિચાર કર્યો કે વશીકરણનો મૂળમંત્ર શ્રેષ્ઠ વિનય છે. વિનયની સાથે તપ કરવામાં આવે તો તે બધું જ કરી શકે. તેથી આ ચિત્ર હું વિનય અને તપ સાથે જ કરીશ. સોમે છટ્ટનો તપ અને બ્રહ્મચર્ય વ્રતને સ્વીકાર્યું. સ્નાન કરી શ્વેત અને દશીવાળા વસ્ત્રની જોડ પહેરી. દેવતાની પૂજામાં અન્ય શાસ્ત્રકારોએ પણ અપવિત્ર વસ્ત્રનો નિષેધ કર્યો છે. कटिस्पृष्टं च यद्वस्त्रं पुरीषं येन कारितं । मूत्रं च मैथुनं चापि, तद् वस्त्रं परिवर्जयेत्॥ જે વસ્ત્ર કેડ માં સ્પર્શેલું હોય અર્થાત્ અધોવસ્ત્ર હોય તથા જેના દ્વારા મળ-મૂત્રનું વિસર્જન કર્યુ હોય તથા જેનાથી મૈથુન સેવ્યું હોય તો તે વસ્ત્રનો પૂજામાં ત્યાગ કરવો. ચંદનથી લેપાયેલા હાથવાળા સોમે અષ્ટપડો મુખકોશ બાંધ્યો. નૂતન કળશોથી સુરપ્રિય યક્ષનો અભિષેક કર્યો અને પુષ્પોથી પૂજા કરી. ત્યારબાદ પછી અને રંગના પાત્રો સાફ કરી નવા કર્યા અને વજલેપ આદિના ચોટેલા કચરાને દૂર કર્યો. ઉત્તમ રંગોથી યક્ષની મૂર્તિને ચિતરવા લાગ્યો. મૂર્તિનું રંગરોગાન થયા બાદ ચિત્રકાર પરમ વિનયને ધારણ કરી સુરપ્રિયયક્ષના પગમાં પડ્યો. બહુમાન અને વિનય સાથે તેણે યક્ષને વિનંતિ કરી, “હે સુરપ્રિય યક્ષ! ગમે તેવો મહાન ચિત્રકાર હોય તો પણ આપનું ચિત્ર બનાવવા કોણ સમર્થ છે? જ્યારે મારામાં એવી કુશળતા નથી તેથી આપની સેવામાં કાંઈ પણ ક્ષતિ થઈ હોય તો ક્ષમા આપજો. આપના જેવા મહાપુરુષો વિનયીજનો ઉપર વાત્સલ્યવાળા હોય છે.' ચિત્રકારની વિનંતી સુરપ્રિયે સ્વીકારી, “હે ચિત્રકાર, તારા વિનયથી હું પ્રસન્ન થયો છું. તું જે માંગીશ એ હું તને આપીશ.” ચિત્રકાર સોમે હવે કોઈને પણ ન મારવાની માંગણી કરી ત્યારે યક્ષે તેની
SR No.022063
Book TitleSanghachar Bhashyam Part 01
Original Sutra AuthorN/A
AuthorDevendrasuri, Rajpadmavijay
PublisherShrutgyan Sanskar Pith
Publication Year2004
Total Pages254
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy