SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ ૨ ૨ श्री सङ्घाचार भाष्यम् છે. પરંપરામાં આવેલ આ ઉપદેશ અમારા ગુરુભગવંતે ફરમાવ્યો છે. અહીં પરંપરા શબ્દનો અર્થ એ છે કે જેમ પૂર્વે ઉજ્જૈની થી ઈટો કોશાબીમાં આવી તે જ રીતે સૂત્ર અને અર્થ ગુરુની પરંપરામાં ચાલ્યો આવ્યો છે. ગુરુપરંપરા પર ઈંટની પરંપરાનું દષ્ટાંતઃ-મુનિની જેમ શ્રેષ્ઠ વિષયો(શ્રેષ્ઠ દેશો) ને જીતી લેનારા વચ્છ દેશમાં કોસાંબી નામની નગરી છે. શત્રુઓ તો અહીંથી દૂર ભાગતા હતા. આ નગરીમાં વસતા નગરજનો સુંદર કળાઓના જ્ઞાનને મેળવવા માટે જ છે. અસત્યના ઉચ્ચારણમાં તેઓ મૂંગા રહેતા. અકાર્ય કરવાનું હોય ત્યારે આળસુ બનતા. આવી કોશાંબી નગરીમાં શતાનીક રાજા રાજ્ય કરતા હતા. શતાનીક જિનમતના રંગે રંગાયેલા હતા. તેમનું ચારિત્ર ઉત્તમ પુરુષોને શોભે તેવું હતું. તેઓ પ્રજાના હિતમાં તત્પર રહેતા. તેમના પત્ની મૃગાવતી ચેટક રાજાની પુત્રી હતી. મૃગાવતી રાણી પણ જિનેશ્વર પ્રભુની પૂજામાં રત રહેતી હતી. નિર્મળ શીલ તેના અલંકારો હતા. રાણીના હાથ સુકુમાર હતા પણ બુદ્ધિ તો પ્રૌઢ હતી, કેશકલાપ કાળા ભમ્મર અને વાંકડીયા હતા પણ વાણીમાં તો સચ્ચાઈ અને સરળતા હતી. તે કાનમાં સુંદર કંડલને ધારણ કરતી હતી પણ કોઈના દોષવાળા વચનો કાનથી નહિ સાંભળતી. મૃગાવતી રાણીને જેવું બહુમાન ગુણોમાં હતું તેવું બહુમાન રૂપ, લાવણ્ય કે જાતિમાં ન હતું. એક દિવસ સભાના બધા કામ પૂરા થઈ ગયા બાદ રાજા સભામાં બેઠા હતા. પોતાની સમૃદ્ધિનું તેમને અભિમાન હતું. આ અભિમાન સાથે તેમણે પોતાના દૂતને કહ્યું, “હે દેવાનુપ્રિય બીજા રાજાઓની પાસે જે સમૃદ્ધિ છે તે કઈ મારા રાજ્યમાં નથી? હે સ્વામિનાથ! આપના જેવા મહાન સ્વામી, કુશળ મંત્રી, અનુરાગી મિત્રો, ભરપુર ભંડાર, વિશાળ દેશ, વિરાટ કિલ્લો, પ્રચંડ સૈન્ય આમ રાજાના સાતે અંગો આપના રાજ્યમાં છે પણ એક ચિત્ર સભાની ખોટ આપણા રાજ્યમાં વર્તાય છે.” દૂતની વાત રાજાએ સાંભળતાની સાથે જ ચિત્રકારોને બોલાવ્યા. तो मणसा देवाणं वायाए पत्थिवाण सिझंति । अत्थेण ईसराणं दुस्सज्झाइंपि कज्जाई ॥ ખરેખર મન દ્વારા દેવોના, વચન દ્વારા રાજાઓના અને ધન દ્વારા ધનવાનોના દુઃસાધ્ય કાર્ય પણ સુકર થાય છે. બોલાવેલા ચિત્રકારો આવ્યા. તેઓ સભાને વહેંચીને ચીતરવા લાગ્યા. આ ચિત્રકારોમાં એક સોમ નામનો ચિત્રકાર હતો. સોમ ચિત્રકારને અંતઃપુરની નજીકમાં ચિતરવાનું આવ્યું. એકદા તેણે ગવાક્ષમાં બેઠેલી મૃગાવતી રાણીનો અંગુઠો દેખ્યો. સોમની બુદ્ધિ નિપુણ હતી. મૃગાવતીનો અંગુઠો દેખવા માત્રથી જ તેનું સુંદર ચિત્ર
SR No.022063
Book TitleSanghachar Bhashyam Part 01
Original Sutra AuthorN/A
AuthorDevendrasuri, Rajpadmavijay
PublisherShrutgyan Sanskar Pith
Publication Year2004
Total Pages254
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy