SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬ श्री सङ्घाचार भाष्यम् કારણકે ચૈત્યવંદન એટલે જિનેશ્વરના બિંબને વંદના. ઉત્તર: અહીંયા વંદના ભાવ અરિહંતને જ કરવાની છે તો પણ આ વંદના લગભગ જિનબિંબની સામેજ કરવાની હોય છે માટે આ વંદનાને ચૈત્યવંદન કહેવામાં આવે છે. હર્ભાષ્ય માં પણ આ જ કહેવામાં આવ્યું છે: भावजिणप्पमुहाणवि सव्वेसिवि जइवि वंदणा तहवि । ठवणाजिणाण पुरओ कीरइ चिइवंदणा तेण ॥१२॥ जिणबिंबाभावे पुण ठवणागुरु सक्खियावि कीरंति । चिइवंदणच्चिय इमा तत्थवि परमिट्ठिठवणा वि ॥१३ ॥ अहवा जत्थ तत्थव पुरओ परिकप्पिउण जिणबिंबं । कीरइ बुहेहिं एसा नेया चिइवंदणा तम्हा ॥१४॥ (ચેઈવંદણ મહાભાસ) જો કે ભાવજિનેશ્વર મુખ્ય છે જેમાં એવા ચારે નિક્ષેપાના સર્વજિનેશ્વર ભગવંતની વંદના કરાય છે, છતાં પણ જિન ચેત્યની સમક્ષ મુખ્યતયા આ વંદના કરાતી હોવાથી તેને ચૈત્યવંદના કહેવાય છે. (૧૨) - જિનબિંબના અભાવમાં ગુરુભગવંતની સાક્ષીએ કરાતી સ્થાપનાની વંદનાને પણ સૂક્ષ્મબુદ્ધિ જીવોએ ચૈત્યવંદના રૂપે જ જાણવી. (૧૩) , અથવા જ્યાં ત્યાં પણ (ગમે તે સ્થળે) જિનપ્રતિમાને નજર સમક્ષ કલ્પીને પંડિતજનો વડે આ વંદના કરાય છે, તેથી પણ તેને ચૈત્યવંદના કહેવાય છે. (૧૪) ચિઈવંદeatઈ સુવિચાર્જ- આ ગ્રંથમાં ચૈત્યવંદનાદિના સુવિચારને કહેવાનો છે. ચૈત્યવંદનાદિ સુવિચારમાં આદિ શબ્દથી ગુરુવંદન તથા પચ્ચખાણના સુવિચારને પણ કહેવાશે. સુવિચાર એટલે શું? અહીંયા ચૈત્યવંદન આદિની વિધિના સ્વરૂપ વગેરેને કહેવું તે વિચાર છે. આ વિચાર ઘણા શાસ્ત્રોના સારભૂત અર્થ સંગ્રહ સ્વરૂપ છે તેથી જ તે શાસ્ત્રોના સારભૂત પદાર્થોનું ઝરણું છે, તેમજ આ વિચાર અત્યંત સંક્ષિપ્ત છે તેથી અલ્પબુદ્ધિવાળા જીવો પણ આ શાસ્ત્રને સરળતાથી ભણી શકે. તેમજ આ વિધિ સકળ સંઘને પ્રતિદિન કરવાની હોય છે તેથી ચૈત્યવંદનાદિનો વિચાર હરહંમેશ ઉપયોગી છે. આ કારણોથી ચૈત્યવંદનાદિના વિચાર સુવિચાર કહેવામાં આવ્યો છે. દ્વિષય- ચૈત્યવંદનાદિ સુવિચાર આ ચૈત્યવંદનાદિ સુવિચાર રૂપ વિધિનો નિર્દેશ, બુદ્ધિશાળીઓ આ ગ્રન્થના શ્રવણ પઠન-પાઠનમાં પ્રવૃત્તિ કરે માટે કરવામાં આવ્યો છે. કહ્યું છે. જો શાસ્ત્રનાં પ્રારંભમાં મોક્ષાદિ પુરુષાર્થની પ્રાપ્તિમાં ઉપકારક એવો
SR No.022063
Book TitleSanghachar Bhashyam Part 01
Original Sutra AuthorN/A
AuthorDevendrasuri, Rajpadmavijay
PublisherShrutgyan Sanskar Pith
Publication Year2004
Total Pages254
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy