SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ ૪ श्री सङ्घाचार भाष्यम् બુદ્ધિમાન પુરુષો પોતાના સ્વામીના ક્ષેમકુશળ માટે બીજાને પણ નાથ તરીકે માને છે. વિજયરાજા શ્રેષ્ઠ એવા પંચપરમેષ્ઠી મંત્રના સ્મરણ આદિ ધર્મધ્યાનમાં ચિત્તની એકાગ્રતા પૂર્વક દિવસો પસાર કરે છે. સાતમે દિવસે બપોરના સમયે ઉત્તરદિશાનો પવન વાવા લાગ્યો. પહેલા કચોળાના મોઢા જેવું નાનું વાદળું આકાશમાં પ્રગટ થયું. આ જોઈનૈમિત્તિક બોલ્યો, “હે નગરજનો! ઉત્તર દિશામાં વાદળને જુઓ. આ વાદળ પ્રલયકાળના મેઘની જેમ આખાય આકાશમાં ફેલાઈ જશે.” પવન જેમજેમ વધતો ગયો તેમ વાદળું પણ ફેલાતું ગયું. ચડસાચડસીથી જાણે વાદળા આકાશમાં દોડી રહ્યા હતા. બ્રહ્માંડને ધ્રુજાવી નાખતો મેઘનો ગર્જારવ દિગ્ગજની ગર્જનાની જેમ ફેલાતો હતો. આ ગર્જારવ પર્વતની ગુફાઓને શબ્દમય બનાવતો હતો. ચારે બાજુ વીજળી થઈ રહી હતી આથી જાણે એવું લાગતું હતું કે પ્રલયકાળના અગ્નિની જ્વાળાઓ આ જગતનો કોળિયો કરી રહી હતી. આ સમયે મેઘમાંથી નીકળેલી વીજળી યમના દંડની જેમ કડકડ અવાજ કરતી રાજ્યના ધુરાને વહન કરતા કુબેર યક્ષ ઉપર પડી. તે વખતે રાજાની રાણીઓએ નૈમિત્તિક ઉપર આભૂષણોની વર્ષા કરી. ત્યારબાદ વિજયરાજાએ પૌષધ પાળ્યો અને જિનાલયોમાં જિનભક્તિ મહોત્સવો કરાવ્યા. આઠમે દિવસે પારણું કરી નૈમિત્તિકને પદ્મિનીખંડ નામનું નગર આપ્યું અને તેને રજા આપી. કુબેર યક્ષની પ્રતિમા આફતના અવસરે ભાઈ જેવી બની હતી આથી રાજાએ કુબેરની મણિમય પ્રતિમા બનાવી સામંતો દ્વારા નગરમાં સુંદર મહોત્સવ કરાવ્યો. નગરમાં જ્યારે મહોત્સવ ઉજવાઈ રહ્યો છે, ત્યારે આકાશમાં ફેલાતો અને કાનને આનંદ ઉપજાવનાર વાજિંત્રનો જય શબ્દવાળો પંચમ રાગ સંભળાવા લાગ્યો. આ શેનો અવાજ આવી રહ્યો છે એવા આશ્ચર્યમાં ડૂબેલા લોકો આકાશ તરફ જોવા લાગ્યા. આકાશમાં દશે દિશાઓને પ્રકાશિત કરતું એક વિમાન દેખાવા લાગ્યું. ભૂમિ પર ઉતરેલા વિમાનમાંથી અમિતતેજ નામનો ખેચરેન્દ્ર બહાર આવ્યો. વિજયરાજાની માતા સ્વયંપ્રભાના ભાઈ અર્કકીર્તિના પુત્ર અમિતતેજ વિદ્યાધર તથા વિજયરાજાની બહેન જ્યોતિપ્રભા આ બંને જણાએ બહેન સુતારાને પ્રેમથી બોલાવી. શ્રી વિજયરાજાએ અમિતતેજને આસન આપ્યું. આનંદિત થયેલા અમિતતેજ રાજાએ શ્રી વિજયરાજાને પૂછ્યું, “હે રાજન! હમણા વસંત આદિ કોઈ મહોત્સવ નથી. તારે ત્યાં પુત્રનો જન્મ થયો નથી. તો પછી તું શાનો મહોત્સવ કરે છે?” અમિતતેજના આ પ્રશ્નમાં શ્રી વિજયરાજાએ સઘળો વૃત્તાંત કહ્યો. આ વૃત્તાંત સાંભળી અમિતતેજ વિદ્યાધરે વસ્ત્ર આભૂષણ આદિ દ્વારા વિજયરાજાનો સત્કાર કર્યો. વિજયરાજાને ત્યાં કેટલાક દિવસ રહી અમિતતેજે પોતાના નગર તરફ પ્રયાણ કર્યું. પોતાનાનગરમાં આવી વિજયરાજાએદેવેન્દ્રોઆદિ દ્વારા નમસ્કાર કરાતાઅરિહંત
SR No.022063
Book TitleSanghachar Bhashyam Part 01
Original Sutra AuthorN/A
AuthorDevendrasuri, Rajpadmavijay
PublisherShrutgyan Sanskar Pith
Publication Year2004
Total Pages254
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy