SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ श्री सङ्घाचार भाष्यम् જ્વલનશિખા પ્રિયા છે. સેંકડો ઉપાયો કર્યા બાદ તેમને પુત્ર થયો. તેનું નામ શિખી પાડ્યું. વિજયનગરમાં એક રાક્ષસ આવી ચઢ્યો. તેનામાં અત્યંત ક્રુરતા હતી. તે નગરમાં ઘણા માણસોને મારી નાખતો પણ તેમાંથી થોડાકને ખાતો અને બાકીનાને ફેંકી દેતો. એક દિવસ રાજાએ તેને શાંતિથી કહ્યુ, તું શા માટે ઘણા માણસોને મારી નાખે છે? ભૂખ્યા થયેલા સિંહ વગેરે પશુઓ પણ એક જીવને મારે છે. અમે તને પ્રતિદિન એક માણસ આપશું. રાક્ષસે પણ આ વાત સ્વીકારી લીધી. રાજા પ્રતિદિન મનુષ્યના નામના ગોળાઓ બનાવે છે. કુંવારિકાના હાથે ગોળો કાઢવામાં આવે અને જેનું નામ ગોળામાંથી નીકળે તેને નગરની રક્ષા માટે રાક્ષસને ભક્ષ્ય તરીકે આપવામાં આવતો. એક દિવસ શિખી બ્રાહ્મણના નામનો જ ગોળો નીકળ્યો. શિખીનો ગોળો નીકળ્યો છે એવું જાણીને માતા જ્વલનશિખા રડવા લાગીહે વત્સ ! તારા વિના હું શું કરીશ ? જ્વલનશિખા બ્રાહ્મણીનાં ઘરની નજીકમાં ભૂતોનો વિશાળ આવાસ હતો. બ્રાહ્મણીના સાંભળી ન શકાય તેવા છાતીફાટ રૂદનને સાંભળી એક દયાદ્રભૂતે શિખીની માતાને સાત્ત્વના આપી, ‘તમે રડો નહિ. તમારા પુત્રને રાક્ષસ પાસેથી છોડાવીને તમારી પાસે લાવું છું. તમારા પુત્રને રાક્ષસ પાસે મોકલીને લાવવાનો છે એટલે રાજ્યની વ્યવસ્થા છે કે એક માણસ રાક્ષસને આપવો તેનો ભંગ પણ નહિ થાય. દયાળુ ભૂતની આ વાત સાંભળી જ્વલનશિખાએ ભૂતના વખાણ કર્યા. રાજાના રક્ષકોએ બ્રાહ્મણીના પુત્રને રાક્ષસને સોંપી દીધો. રાક્ષસ તેનો કોળીયો કરે તે પહેલા જ ભૂતે તેનું અપહરણ કર્યું અને તેની માતાની પાસે લાવીને મૂકી દીધો. બ્રાહ્મણી બહુ ગભરાઈ હતી. હજી પણ તેને રાક્ષસનો ભય દેખાતો હતો. આથી પુત્ર શિખીને ગુફામાં સંતાડી દીધો. પણ ગુફામાં રહેલો અજગર તેને ગળી ગયો. ખરેખર, માણસને ગમે ત્યાં સંતાડવામાં આવે પણ જે લેખ લલાટે લખાયા હોય તેમાં મેખ મારી શકાતો નથી. આ આપત્તિઓમાંથી બચવાનો ઉપાય અરિહંત આદિ ભગવંતોની પૂજા આદિ ધર્મ છે. આ ઉપાય જ પાપોનો નાશ કરે છે અને સુખને આપે છે. કહ્યું છે કે- ગ્રહ, પીડા, મારી-મરકી, ખરાબ નિમિત્તો, ખરાબ સ્વપ્નો આદિ દોષોના સમૂહો અરિહંત આદિના વંદનાદિથી શીઘ્ર નાશ પામે છે. ત્રણે ભુવનના મંગળોના આશ્રયભૂત એવા જિનેશ્વર પ્રભુને જેઓ હૃદયમાં વહન કરે છે તેમના બધા જ સ્વપ્રો, ગ્રહો, શુકનો અને નક્ષત્રો શુભ હોય છે.’ ત્રીજા મંત્રીની આ વાત સાંભળી ચોથા મંત્રીએ કહ્યું, ‘જે થવાનું હોય તે થાય જ છે પરંતુ પુરુષાર્થ તો કરવો જ જોઈએ. પ્રયત્ન કરવામાં કોઈ દોષ નથી. આપણે સાત દિવસ સુધી બીજા રાજાને સ્થાપીયે. તેથી વીજળી તે રાજા ઉપર પડવાથી વિજયરાજાનો ઘાત ટળી જશે. વળી, નૈમિત્તિકે કહ્યું છે કે- વીજળી પોતનપુરના રાજા ઉપર પડશે.
SR No.022063
Book TitleSanghachar Bhashyam Part 01
Original Sutra AuthorN/A
AuthorDevendrasuri, Rajpadmavijay
PublisherShrutgyan Sanskar Pith
Publication Year2004
Total Pages254
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy