SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ श्री सङ्घाचार भाष्यम् જે સ્વરૂપે છે તે જ સ્વરૂપે પદાર્થોનું નિરૂપણ કરે છે અને તે નિરૂપણ દ્વારા જ તેનું રક્ષણ આદિ થાય છે. માટે જ તીર્થંકરો સમસ્ત જીવ-અજીવ આદિ પદાર્થો માટે હિતકારક છે. આ સર્વજ્ઞ ભગવંતો- તીર્થંકર ભગવંતો વંદનીય છે. ભક્તિથી ભાવવિભોર બનેલા દેવેન્દ્રો, દાનવેન્દ્રો અને નરેન્દ્રો વચનથી સ્તુતિ કરે છે અને કાયાથી નમસ્કાર કરે છે. અર્થાત્ આ ભગવંત ત્રણેય જગતને નમસ્કરણીય છે. અહીંયા ‘વંદણિજ્યે સવ્વુ' આ પદો દ્વારા તીર્થંકર ભગવંતોના ચાર અતિશયો બતાવ્યા છે. આ ભગવંતો સઘળા દેવોમાં શિરોમણિ છે. સંપૂર્ણ અતિશયોથી સુશોભિત છે. પ્રભુના આ ચાર અતિશયો બધી સ્વ (આત્મિક) અને પર(ભૌતિક) સંપત્તિના સર્વસ્વ જેવા છે. પ્રભુના ચાર અતિશયઃ ન સવ્વ-બધું જ જાણે તે સર્વજ્ઞ, એવી સવ્વુ પદની વ્યાખ્યા કરીને ત્રણે જગતને જાણનારા પ્રભુનો જ્ઞાનાતિશય બતાવ્યો છે, કારણકે સઘળા વાસ્તવિક પદાર્થોના જ્ઞાનમાં કુશળ અને નિર્મળ એવા કેવળજ્ઞાન વિના સર્વજ્ઞપણું સિદ્ધ થતું નથી. પ્રભુનું સર્વજ્ઞપણું સિદ્ધ થાય એટલે અપાયાપગમાતિશય પણ સિદ્ધ થઈ જાય છે. કારણકે અપાયાપગમાતિશય વિના કેવળજ્ઞાન ન હોય. તે આ પ્રમાણે છે- સર્વ અપાયોદુઃખોનું મૂળ રાગદ્વેષ આદિ છે. કેમકે અત્યંત દુઃખે સહન કરી શકાય તેવા શારીરિક માનસિક અનેકાનેક દુઃખો રાગદ્વેષના કારણે ખેંચાઈ આવે છે. રાગદ્વેષ આદિ દોષોની ઉત્પત્તિના કારણભૂત ચાર ઘાતિ કર્મોનો સંપૂર્ણ નાશ ન થાય ત્યાં સુધી કેવળજ્ઞાન પ્રાપ્ત થતું નથી અને કેવળજ્ઞાન પ્રગટ ન થાય ત્યાં સુધી સર્વજ્ઞપણું પ્રગટતું નથી. આમ, અપાયાપગમાતિશય તથા જ્ઞાનાતિશય સાથે જ રહેવાવાળા છે. તેથી સર્વજ્ઞપણું સિદ્ધ થાય એટલે અપાયાપગમાતિશય સિદ્ધ થઈ જ જાય છે. સવ્વ-સર્વ જીવોનું હિત કરનારા હોય તેને સર્વજ્ઞ કહેવાય. સર્વ શબ્દનો આ અર્થ કરવાથી તીર્થંકરપ્રભુનો વચનાતિશય સ્પષ્ટ રીતે જણાઈ આવે છે. કેમકે તીર્થંકર પ્રભુ દેશના દ્વારા એક જ સમયે અનેક જીવોના સંશયો હરી લે છે. તેમની વાણી નયસમૂહાત્મક છે તથા આ ભાષા દરેક જીવોને પોતપોતાની ભાષા રૂપે પરિણમી જાય છે. પ્રભુના આવા વચનાતિશય વિના સંપૂર્ણપણે સર્વજીવોને સર્વકાળે ઉપકાર કરવો શક્ય નથી. વંદણિજ્યું- આ પદ દ્વારા શ્રીમાન અરિહંત ભગવંતોનો પૂજાતિશય પ્રગટ જ છે એવું બતાવવામાં આવ્યું છે. કેમકે જગન્ના સઘળા ય પ્રાણિઓના મનને આશ્ચર્ય પમાડનાર અને દેવેન્દ્ર આદિ દેવોના સમુદાયે નિર્માણ કરેલ શ્રેષ્ઠ આઠ મહાપ્રાતિહાર્ય આદિ પ્રભુભક્તિની સામગ્રી, જિનેશ્વરોની સાથે જ દિવસ-રાત હાજર હોય છે.
SR No.022063
Book TitleSanghachar Bhashyam Part 01
Original Sutra AuthorN/A
AuthorDevendrasuri, Rajpadmavijay
PublisherShrutgyan Sanskar Pith
Publication Year2004
Total Pages254
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy