SearchBrowseAboutContactDonate
Page Preview
Page 250
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૦ श्री सङ्घाचार भाष्यम् રૈવેયકમાં દેવ બનશો. દશમા ભવમાં પુંડરિગિણી નગરીમાં મેઘરથ અને દઢરથ નામના સાવકા ભાઈ થશો. અગિયારમાં ભવમાં બંને પણ સર્વાર્થસિદ્ધમાં દેવ થશો. બારમા અને છેલ્લા ભવમાં તું પાંચમો ચક્રવર્તી તથા સોળમા શાંતિનાથ ભગવાન તરીકે ગજપુરમાં પ્રસિદ્ધ થઈશ. વિજયરાજા ચક્રયુદ્ધ નામનો તારો પુત્ર થશે અને તારો પુત્ર જ પ્રથમ ગણધર બનશે. ભાદરવા વદ સાતમના દિવસે (ગુજરાતી શ્રાવણ વદ-૭) તમારુ ચ્યવન કલ્યાણક, જેઠ વદ તેરસના દિવસે જન્મ કલ્યાણક તથા નિર્વાણ કલ્યાણ તથા જેઠવદ ચૌદશના દિવસે (ગુજરાતી વૈશાખ વદ ૧૩ના દિવસે જન્મ તથા નિર્વાણ કલ્યાણક અને વૈશાખ વદ ૧૪ના દિવસે દીક્ષા કલ્યાણક) તેમ સંયમનો સ્વીકાર કરશો અને પોષ સુદ ૯ના દિવસે તમને કેવળજ્ઞાન પ્રાપ્ત થશે અને તમે દેવેન્દ્ર અને મુનીન્દ્રોથી વંદાયેલા, ચંદ્ર સમાન કીર્તિવાળા અને ભવ્ય જીવોને શાંતિકરવા વાળા તમે શાંતિનાથ ભગવાન બનશો.” અચળ બળભદ્ર કેવળીના મુખેથી સાંભળીને શ્રી અમિતતેજ તથા શ્રી વિજયરાજા બંને પ્રસન્ન થઈ ગયા. સીમનગ પર્વત ઉપર બંનેએ એક એક જિનાલયનું નિર્માણ કર્યું. પછી અચળ કેવળી ભગવંતને નમસ્કાર કરીને શ્રાવક ધર્મનો સ્વીકાર કર્યો અને પોતાના સ્થાને પહોંચ્યા. એક દિવસ જિનાલયની પાસે રહેલી પૌષધ શાળામાં પોષહને કરીને અમિતતેજ વિદ્યાધરોને ધર્મકથા કહેતા હતા. શ્રાવક ધર્મોપદેશ કરી શકે - वंदइ पडिपुच्छड् पज्जुवासइ साहुणो सययमेव । पढइ गुणइ सुणेइ अ जणस्स धम्म परिकहेइ ॥ શ્રાવક સાધુ ભગવંતને વાંદે, તેમની પાસે પોતાની શંકાનું સમાધાન મેળવે, સાધુ ભગવંતોની સતત ઉપાસના કર્યા કરે, તેમની પાસે ભણે, ભણેલાનું પુનરાવર્તન કરે અને તેમની પાસે ધર્મદેશના સાંભળે. આ બધું કર્યા પછી સ્વયં પોતે લોકોને ધર્મનો ઉપદેશ આપે. અમિતતેજ લોકોને ધર્મ સંભળાવી રહ્યા હતા એ સમયે શમ, દમ, તપ, નિયમ અને સંયમમાં ઉદ્યમી બે ચારણ મુનિઓ શાશ્વત પ્રતિમાઓને વંદન કરવા માટે આકાશ માર્ગે જઈ રહ્યા હતા. રજતગિરિના શિખર સમા અમિતતેજના રાજભવનમાં તેમને ઉત્તુંગ જિનાલયને જોયું. આ જિનાલય શરદ ઋતુના મોટા વાદળ સમાન શોભી રહ્યું હતું અને સુંદર હતું. ચારણમુનિ ભગવંતો આ જિનાલયને જોઈને પ્રસન્ન મનવાળા થયાં. તરત જ તેઓ જિનેશ્વર પ્રભુને વાંદવા નીચે આવ્યા. મહાત્માને પધારેલા જોઈને ઘણા જ હર્ષિત થયેલા અમિતતેજ રાજા ઉભા થયા અને નમસ્કાર કર્યા. ચારણ શ્રમણોએ પણ
SR No.022063
Book TitleSanghachar Bhashyam Part 01
Original Sutra AuthorN/A
AuthorDevendrasuri, Rajpadmavijay
PublisherShrutgyan Sanskar Pith
Publication Year2004
Total Pages254
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy