SearchBrowseAboutContactDonate
Page Preview
Page 248
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૮ श्री सङ्घाचार भाष्यम् પ્રતિમામાં કેવળજ્ઞાન ઉત્પન્ન થયું હતું. કેવળી પ્રભુના મહિમાને કરવા માટે દેવ તથા દાનવો ત્યાં આવેલા હતા. આ દેખીને કેવળજ્ઞાની અચળપ્રભુના ચરણકમળનું શરણું લેવા માટે ભમરાની જેમ ત્યાં આવ્યો. અનિઘોષે કેવળજ્ઞાનીનો આશ્રય લીધો હોવાથી વિદ્યા પોતાનું કામ કરવા અસમર્થ બની ગઈ. તેનું મોં પડી ગયું અને તે પાછી વળી. આ તો કાંઈ નહિ. કેવળજ્ઞાનીની પર્ષદામાં ઈન્દ્ર મહારાજાનું વજ પણ પ્રવેશી શકતું નથી. વિદ્યાએ આ વાત ત્યાં કરી. અનિઘોષે કેવળજ્ઞાની અચળ બળભદ્રનો આશ્રય લીધો છે આવું કહેતા શ્રી અમિતતેજ હર્ષિત થઈ ગયા. તેમનું મુખ અને નેત્રો પ્રફુલ્લિત થઈ ગયા. તરત જ વિજય આદિ રાજાઓની સાથે અમિતતેજ સિમનગ પર્વત ઉપર પહોંચ્યા. એ પહેલા મરીચિને આદેશ આપી દીધો હતો કે તું સુતારાને ગ્રહણ કરીને જલ્દી સીમનગ પર્વત ઉપર આવ. અમિતતેજે સીમનગ પર્વત ઉપર પહોંચ્યા. ત્યાં જઈને ઉચિત અવગ્રહમાં રહીને આદિનાથ પ્રભુની પ્રતિમાને વંદન કર્યા. ત્યાંથી અચળ કેવળીને વંદન કરીને એમની સ્તુતિ કરી. ‘હે પ્રભુ અચલબળ ! આપ ખરેખર જ અચળ બળવાળા છે, કારણકે આપે આ મહાજ્વાલા વિદ્યાના મુખમાંથી આ અનિઘોષની રક્ષા કરી છે.’ સ્તુતિ કર્યા પછી અમિતતેજે અચલકેવળી ભગવંતને નમવા માટે આવેલા અભિનંદનાદિ ચારણ મુનિઓને વંદન કર્યા. વંદન કરીને ત્યાં આસન ગ્રહણ કર્યું. આ બાજુ મરીચિએ અમિતતેજની આજ્ઞા અશનિઘોષની માતાને સંભળાવી. આ આજ્ઞા સાંભળીને તે પણ સુતારાને ગ્રહણ કરી ત્યાં આવી. ત્યાં આવીને સુતારાને વિજયરાજાને સોંપી અને કહ્યું, ‘રાજન ! આ તમારી રાણીએ તપસ્યામાં રત રહીને નિર્મળશીલનું પાલન કર્યું છે.' ‘આ બધા આવી ગયા પછી કેવળી અચળબળભદ્રે સહુને ધર્મોપદેશ આપ્યો, સંસાર દુઃખનો હેતુ છે, દુઃખના ફળ રૂપ છે અને દુઃસહ દુઃખ સ્વરૂપ છે તો પણ આવા સંસારને સ્નેહની બેડીથી બંધાયેલા જીવો છોડી શકતા નથી.’ જેમ કાદવમાં ખૂંપી ગયેલો હાથી ભૂમિને પ્રાપ્ત કરી શકવા શક્તિમાન થતો નથી તેમ જે જીવો સ્નેહના કાદવમાં ખૂંપી ગયા છે તે જીવો પણ ધર્મની ભૂમિમાં આવવા માટે શક્તિમાન બનતા નથી. જેમ સ્નેહ એટલે તેલ, આ તેલથી યુક્ત તલને છેદવામાં આવે છે, સૂકવવામાં આવે છે, મસળવામાં આવે છે, બાંધવામાં આવે છે અને પીસવામાં આવે છે તેમ સ્નેહમાં બંધાયેલા જીવો છેદ, શોષ, મર્દન, બંધન અને પીડાને પામે છે. જ્યાં સુધી જીવમાં થોડો પણ સ્નેહ છે ત્યાં સુધી ક્યાંથી મોક્ષ થવાનો છે ? જુઓને સ્નેહ (તેલ) ખૂંટી જાય છે પછી જ દીવો ઓલવાઈ જાય છે. મર્યાદાને નેવે મૂકીને સ્નેહ રુપી ગ્રહથી પકડાયેલા લોક વિરુદ્ધ અને ધર્મવિરુદ્ધ
SR No.022063
Book TitleSanghachar Bhashyam Part 01
Original Sutra AuthorN/A
AuthorDevendrasuri, Rajpadmavijay
PublisherShrutgyan Sanskar Pith
Publication Year2004
Total Pages254
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy