SearchBrowseAboutContactDonate
Page Preview
Page 233
Loading...
Download File
Download File
Page Text
________________ श्री सङ्घाचार भाष्यम् ૨૦૩ સ્વીકાર કરવો અને સમ્યગ્રજ્ઞાનની પ્રાપ્તિમાં લાગી જઈને ભવ્યજીવોએ ચતુર્થ પુરુષાર્થ મોક્ષ માટે પ્રયત્નશીલ બની જવું જોઈએ.” આવી વિચારધારામાં આરુઢ થયેલા રાજાની પાસે એ સમયે જ ઉદ્યાનપાલકો આવ્યા. તેઓએ જણાવ્યું કે આપણા નગરમાં શ્રી ભુવનભાનુ નામના ગુરુભગવંત પધાર્યા છે. ઉદ્યાનપાલકના મુખથી આ સમાચાર સાંભળીને રાજાએ તેને દાન આપ્યું. પોતાના પુત્રોની સાથે તે ગુરુભગવંતની પાસે ગયો. ગુરુદેવને પ્રણામ કરીને તેમના મુખકમળથી દેશનાનું પાન કર્યું. “રાજન, જ્યાં સુધી વૃદ્ધાવસ્થાનું આગમન નથી, રોગ દેખા નથી દેતો તથા ઈન્દ્રિયો નબળી નથી પડતી ત્યાં સુધી બુદ્ધિને નિર્મળ બનાવીને આત્મહિતના કાર્યમાં અત્યંત ઉદ્યમ કરવો જોઈએ.” દેશના સાંભળી જાગી ઉઠેલા રાજાએ રાજગાદી ઉપર પુત્ર સુલોચનને બેસાડ્યો. ભુવનભાનુ ગુરુની પાસે તેમણે સંયમનો સ્વીકાર કર્યો. સંયમ સ્વીકારીને શ્રીષેણરાજર્ષિએ નિરતિચારપણે ચારિત્રનું પાલન કર્યું. સુંદર ચારિત્ર પાલન દ્વારા તેમને પોતાના આઠે કર્મોને ખપાવી દીધા અને સિદ્ધિગતિને પ્રાપ્ત કરી. શ્રીપતિશેઠે પણ શ્રાવકધર્મનું સુંદર રીતે પાલન કર્યું. ત્યાંથી પ્રથમ દેવલોકમાં દેવ થયા અને અનુક્રમે મોક્ષપદને પ્રાપ્ત કરશે. શ્રીષેણરાજા તથા જિનેશ્વર પ્રભુને નમસ્કાર કરતા શ્રીપતિશેઠના ક્ષુદ્રઉપદ્રવનો નાશ તથા ઐહિક ફલોને સાંભળીને હે ભવ્યજીવો ! સર્વસ્થાને અભ્યદય કરનારા પાંચ અભિગમાદિથી શુદ્ધવિધિથી કરાતા શ્રી જિનેશ્વરપ્રભુના વંદનમાં પ્રયત્નને આદરો. અભિગમ પંચકમાં શ્રીર્ષણરાજા તથા શ્રીપતિશેઠની કથા સમામા સિદ્ધાંતરુપસાગરથી જાણીને, સદ્ગુરુઓ પાસેથી સાંભળીને અને શુદ્ધ પરંપરાથી અવિચ્છિન્નપણે આવેલી શુદ્ધક્રિયાની પરિપાટીને સારી રીતે પ્રાપ્ત કરીને સંઘાચારવિધિ નામની ટીકામાં ચૈત્યવંદન નામના પ્રથમ અધિકારમાં ચૈત્યમાં કેવી રીતે પ્રવેશ કરવો તેનું વર્ણન કરનાર પ્રથમ પ્રસ્તાવની અહીંયા પૂર્ણાહૂતિ થઈ. દેવેન્દ્રસૂરિજી મહારાજાના શિષ્ય મહોપાધ્યાય શ્રી ધર્મકીર્તિમુનિએ રચેલા સંઘાચાર નામની ચૈત્યવંદન ભાષ્યની ટીકામાં ચૈત્યવંદન નામના પ્રથમ અધિકારમાં ચૈત્યપ્રવેશ વિધિ વર્ણનનો પ્રથમ પ્રસ્તાવ સમાપ્ત થયો. ચૈત્ય પ્રવેશ વિહિનામક પ્રથમ પ્રસ્તાવ સમાપ્ત
SR No.022063
Book TitleSanghachar Bhashyam Part 01
Original Sutra AuthorN/A
AuthorDevendrasuri, Rajpadmavijay
PublisherShrutgyan Sanskar Pith
Publication Year2004
Total Pages254
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy