SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૨ श्री सङ्घाचार भाष्यम् પણ મેં તત્ત્વવિનિશ્ચય નામની તલવારથી ટુકડેટુકડા કરી નાખ્યા. પછી તો મેં તત્ત્વરુચિ નામની સુંદર લાકડી સમ્યગ્દર્શન રુપમોહ રાજાના મસ્તકમાં મારી. અને પોતાના માથે પ્રહાર થતાં સમ્યગદર્શને પુદ્ગલનો ત્યાગ કરી મારો નાથ તરીકે સ્વીકાર કર્યો. આ પ્રમાણે વરમંડલના રાજાદર્શનમોહનો પરિવાર સાથે વિનાશ થતાં મોહરાજાનું સૈન્ય ભયભીત થઈ ગયું. અને પાછું પડ્યું. મારા તીવ્ર વિશુદ્ધ અધ્યવસાય નામના દંડપતિએ અપૂર્વકરણ નામના રથને મારી સામે લાવ્યો. પરશત્રુઓના સૈન્ય ઉપર પાદાઘાત કરવા માટે હું આ રથ ઉપર ચઢયો. અપૂર્વકરણ રથ ઉપર ચઢયા પછી અપૂર્વસ્થિતિ બંધ, સ્થિતિઘાત, રસઘાત, ગુણશ્રેણિ અને ગુણ સંક્રમની પ્રવૃત્તિ ચાલુ થઈ ગઈ. મારા વીર્ય દ્વારા પ્રાપ્ત થયેલ અતુલ અનિવૃત્તિ બાદર ગુણસ્થાનક રૂપી શ્વેતાથી ઉપર ચઢ્યો ત્યારે સઘળું ય શત્રુબળ મારી સામે આવી ગયું. મેં તરત જ વિરતિરુપ તીક્ષ્ણ બાણો દ્વારા પ્રત્યાખ્યાન અને અપ્રત્યાખ્યાન નામના ચાર-ચાર મહાવીરોને વીંધી નાખ્યા ત્યાં તો માયા યુદ્ધમાં પ્રવીણ નિદ્રાનિદ્રા, પ્રચલા પ્રચેલા અને સ્યાનધેિ નામની વિદ્યાધરીઓ વચ્ચે પડી. બધા જ જીવોને આંધળા બનાવતી આ નિદ્રારુપ વિદ્યાધરીનું સામર્થ્ય સમ્બોધ ઉદ્યોત (જ્ઞાન પ્રકાશ) રુપ અસ્ત્રથી નિષ્ફળ થતાં નાશ થયો. ત્યારબાદ નામકર્મની તિર્યંચગતિ, તિર્યંચાનુપૂર્વી, એકેન્દ્રિયાદિ ચાર જાતિ, સાધારણ, ઉદ્યોત, આતપ, સ્થાવર, અને સૂક્ષ્મ નામકર્મ આ તેરનો નાશ કર્યો. ત્યાંતો આગ્નેયાસ્ત્ર બાળતો નપુંસકવેદ મારી સામે આવ્યો. તેને દમરૂપીમેધાસ્ત્રની તીક્ષ્ણ ધારા સાથે ટકરાવીને હણી નાખ્યો. પછી આંખના કટાક્ષથી લીંપાયેલા બાણોને સ્ત્રીવેદ છોડવા લાગ્યો. વિરાગરૂપી અર્ધચંદ્રકારના બાણ મૂકી મેં સ્ત્રીવેદને વીંધી નાખ્યો. તું શૂરવીર છે તો ભલે રહ્યો એમ કરીને શોક હાસ્ય રતિ અને અરતિએ મારી ઉપર પ્રહાર કર્યો. આ મને કેમ મારી જાય એવો વિચાર કરીને ભય સાથે જુગુપ્સાએ પણ મારો ચલાવ્યો. આ હાસ્ય આદિ છ સ્ત્રીને સાધુ સમાચારી રુપી ચક્રમાં બેસાડીને એટલી ભમાવી કે તે મોઢામાંથી લોહીને વસવા લાગી. તેના હાડકે હાડકા છૂટા પડી ગયા. પોતાની પ્રિયાઓ હણાઈ જતાં પોતાને પણ નહી જાણતો એવો કામ આવીને બોલવા લાગ્યો, હે નિષ્ફર ! તું મારી પ્રિયાઓને હણીને ક્યાં જઈશ? વૃદ્ધાવસ્થાથી ભાગતો અને ભ્રમિત નેત્રવાળા આ કામને મેં ઉગ્રતપ શક્તિથી નિષ્ફર રીતે હણ્યો અને તે તરત જ પૃથ્વી ઉપર પડ્યો. કામને વીંધાતો જોઈ પુરુષવેદ વિષય પરવશતાની કુહાડીને ઉપાડીને મારી સામે પડ્યો. મેં સુશીલરૂપ ઘણના ઘા મારી પુરુષવેદનો ચૂરેચૂરો કરી નાખતા તે અદેશ્ય થયો. પછી અગ્નિની જેમ બળતો ક્રોધ પોતાના આયુધોને ઊંચા કરી યુદ્ધ માટે તૈયાર
SR No.022063
Book TitleSanghachar Bhashyam Part 01
Original Sutra AuthorN/A
AuthorDevendrasuri, Rajpadmavijay
PublisherShrutgyan Sanskar Pith
Publication Year2004
Total Pages254
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy