SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૮ श्री सङ्घाचार भाष्यम् આ પ્રમાણે રાજા કહીને પોતાના પ્રાસાદમાં ગયો. એક દિવસ સભામાં એક વ્યાપારી આવ્યો. એક હાથીને લઈને આવ્યો. આ હાથી વિશેષ શિક્ષાને પામેલો ન હતો. રાજાએ ગજના લક્ષણના જાણકાર પુરુષોને પૂછયું. હાથીના ચાર પ્રકાર છે : ગજલક્ષણજ્ઞાતાઓએ ચાર પ્રકારના હાથી બતાવ્યા. ભદ્ર, મંદ્ર, મૃગ અને મિશ્ર. (૧) ભદ્ર હાથી ભદ્રહાથીના નખ સફેદ હોય છે. તેનું પૂંછડુ લાંબુ હોય છે. ગંડસ્થલ ઉન્નત હોય છે. તે સર્વાગ સુંદર હોય છે, તેની આંખ મધ જેવી પીળી હોય છે. તે શરદઋતુમાં મદજળને વહાવે છે. તે દાંત વડે પ્રહાર કરે છે. (૨) મંદ્ર હાથી મંદ્ર હાથીના મસ્તક, દાંત, નખ, વાળ, મોટા હોય છે. કેશ વાળી મોટી પૂંછ હોય છે. તે સિંહ જેવો પીળો હોય છે. તેની ચામડી ચંચળ, કાળી અને ખરબચડી હોય છે. મદને ઝરાવતો તે સૂંઢ વડે પ્રહાર કરે છે. (૩) મૃગ હાથી આ હાથી હેમંતઋતુમાં મદને વહાવવા વાળો હોય છે. તેનો બીજાને ત્રાસ ઉપજાવવાનો સ્વભાવ હોય છે. તે શરીરના પાછળના ભાગથી પોતાના શત્રુ ઉપર પ્રહાર કરે છે. તેના શરીર, દાંત, ચામડી, કંઠ, નખ અને કેશ પાતળાં હોય છે. (૪) મિશ્ર હાથી ઉપરમાં બતાવેલ ત્રણ પ્રકારના હાથીઓના રૂપ અને સ્વભાવ જેમાં હોય તેને મિશ્રણાથી કહેવાય છે. આ હાથી પોતાના સર્વ અંગોનો ઉપયોગ કરી શત્રુ ઉપર પ્રહાર કરે છે. તે હંમેશા પાણીમાં જ સ્નાન કર્યા કરે છે. ભદ્ર હાથી સવાલાખનો, મંદ્ર હાથી ૬રા હજારનો, મૃગ હાથી ૩૧ હજારનો અને મિશ્ર હાથી ૧પ હજારનો હોય છે.' રાજા વિદ્વાનો પાસેથી આ જાણીને પ્રસન્ન થઈ ગયો. તેણે ભદ્ર હાથી ગ્રહણ કર્યો. રાજા હાથી ઉપર બેસીને રાજસવારીમાં ફરવા નીકળ્યા. હાથીને તેનું વન યાદ આવી ગયું. અત્યંત વેગથી વિંધ્યાચળ પર્વત તરફ દોડી ગયો. અંકુશથી તેના મસ્તકને ભેળું. હાથીનો હણનારા યોદ્ધાઓએ તેને રોકવા ઘણો પ્રયત્ન કર્યો છતાં પણ નિકાચિત કર્મની જેમ તેને રોકી ન શકાયો. જંગલી પાડો, વરાહ, બિલાડી, કાગડાના રૂપોને ધારણ કરતો કરતો દૂર જઈને તે અદૃશ્ય થઈ ગયો. હાથી અદૃશ્ય થઈને જંગલમાં પહોંચી ગયો. રાજાએ હાથી ઉપરથી વૃક્ષની ડાળી પકડી અને નીચે ઉતર્યો. ભિલ્લોએ રાજાને પકડી લીધો. રાજાને તેઓએ પૂછયું કે તમે કોણ છો? તમે ક્યાંથી આવ્યા છો? રાજાએ તેઓને પોતાનું નામ નહી કહેતાં નરવાહન રાજાને લાકડી અને મુટ્ટી દ્વારા માર માર્યો. રાજાને બાંધીને તેઓ લઈ ગયા. એક દિવસ રાજાએ મહામહેનતે રાત્રિમાં બંધનોને છેદી નાખ્યાં. અટવિનું ઉલ્લંઘન કર્યું. ભૂખ તરસથી થાકેલો રાજા રાજ્યપુરમાં પહોંચ્યો. ત્યાં જઈને ભીખ માંગીને પોતાની
SR No.022063
Book TitleSanghachar Bhashyam Part 01
Original Sutra AuthorN/A
AuthorDevendrasuri, Rajpadmavijay
PublisherShrutgyan Sanskar Pith
Publication Year2004
Total Pages254
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy