SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૪ श्री सङ्घाचार भाष्यम् શબ્દાદિ વિષયોમાં ઘણો રાગ કરવો તે મનનો મેલ છે અને વિષયોમાં વિરાગ ધારણ કરવો તેને નિર્મળતા કહેલી છે. मृदो भारसहस्त्रेण, जलकुंभशतेन च । न शुद्धयंति दुराचाराः , स्नातास्तीर्थशतैरपि । હજારો ભાર માટીથી, સેંકડો પાણીના ઘડાથી અને સેંકડો તીર્થોમાં સ્નાન કરવાથી પણ દુરાચારીઓ શુદ્ધ થતાં નથી. आचारवस्त्रांतरगालितेन सत्यप्रसन्नक्षमशीतलेन । ज्ञानांबुना स्नाति च यो हि नित्यं किं तस्यं भूयात् सलिलेन कृत्यम् ॥ * જે મનુષ્ય આચાર રૂપી વસ્ત્રથી ગળેલા અને સત્ય, પ્રસન્નતા તથા ક્ષમાથી શીતલ એવા જ્ઞાનરૂપી જલધારા વડે જે સદા સ્નાન કરે છે, તે જ હંમેશા પવિત્ર છે. તેને . શરીરને જલથી શુદ્ધ કરવાનું શું કામ છે? શુચિર્ભૂમિત્તિ તોય શુરિનરી પતિવ્રતા शुचिर्धमपरो राजा ब्रह्मचारी सदा शुचिः॥ ભૂમિમાં રહેલું પાણી શુદ્ધ છે, પતિવ્રતા સ્ત્રી પવિત્ર છે, ધર્મમય જીવન જીવનારો રાજા પવિત્ર છે અને બ્રહ્મચારી તો સદા માટે પવિત્ર છે. श्रुङ्गारमदनोत्पादं, यस्मात् स्नानं प्रकीर्तितं । तस्मात् स्नानं परित्यक्तं, नैष्ठिकैर्बह्मचारिभिः ॥.. શરીરને શુદ્ધ કરનારું સ્નાન શૃંગાર અને વિકારોને ઊભા કરે છે. માટે જ તો અખંડ બ્રહ્મચારીઓએ તો સ્નાનનો ત્યાગ કરેલ છે. कामरागमदोन्मत्ता ये च स्त्रीवशवर्तिन । न ते जलेन शुद्ध्यंति, स्नातास्तीर्थशतैरपि ॥ જેઓ કામરાગ અને મદથી ઉન્મત્ત થયેલાં છે તથા સ્ત્રીઓમાં ફસાયેલા છે તેઓ સેકડો તીર્થોમાં જઈ જલથી સ્નાન કરે તો પણ શુદ્ધ થતાં નથી. स्नानमुद्वर्तनाभ्यङ्गौ, ताम्बूलं दंतधावनम् । गंधमाल्यं प्रदीपं च त्यजति ब्रह्मचारिणः ॥ બ્રહ્મચારી સ્નાન, ચંદનાદિનો લેપ, તેલની માલિશ, પાન, દાંતણ, સુગંધી પુષ્પ અને પ્રદીપનો ત્યાગ કરે છે. नोदकक्लिन्नगात्रो हि स्नात इत्यभिधीयते । स स्नातो यो दमस्त्रातः सं बाह्याभ्यंतरः शुचिः ॥ પાણી રેડીને શરીર પલાડ્યું હોય તેને સ્નાન ન કહેવાય, પરંતુ જેણે ઈન્દ્રિયોના દમ રૂપી જલથી સ્નાન કર્યું છે, તેને જ સ્નાન કહેવાય છે. આ સ્નાન કરનારો જ બાહ્ય અને આંતરિકવૃત્તિથી શુદ્ધ છે.
SR No.022063
Book TitleSanghachar Bhashyam Part 01
Original Sutra AuthorN/A
AuthorDevendrasuri, Rajpadmavijay
PublisherShrutgyan Sanskar Pith
Publication Year2004
Total Pages254
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy