SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ श्री सङ्घाचार भाष्यम् ૧૮૧ નરવાહન નરેન્દ્રનું દષ્ટાંત ઃ વિદિશા નામની નગરી છે. વિદિશા અદ્ભુત સૌંદર્યને કારણે અમરાપુરી જેવી લાગતી હતી. નગરીનો રાજા નરવાહન કપટી, મૂર્ખ અને અભિમાની હતો. રાજાને પ્રિયદર્શના નામની પતિવ્રતા સ્ત્રી હતી. પ્રિયદર્શના રાણીમાં નામ પ્રમાણે ગુણો હતા. તેમનું દર્શન સહુને પ્રિય લાગતું. પ્રિયદર્શના જિનેશ્વર પ્રભુના પ્રણિધાનમાં તત્પર રહેતી. પુત્રનું નામ અમોઘરથ હતું. અમોઘરથ ગુરુજનોના વિનયને મનથી ઈચ્છતો હતો. એક દિવસ નગરજનો ઉત્તમ વસ્ત્રોને ધારણ કરીને એક દિશા તરફ જઈ રહ્યાં હતાં. આ જોઈને રાજાને કૌતુક થયું. તેમણે પ્રતિહારીને પૂછ્યું કે ભાઈ, શું આજે પર્વનો દિવસ છે? “મહારાજા! આજે નગરમાં સુવ્રતસૂરિ નામના આચાર્ય ભગવંત પધાર્યા છે. તેઓએ કોપને દેશવટો આપેલ છે, પ્રસન્નવાણીવાળા છે અને ક્ષમા આદિ ગુણોની ખાણ છે. આ આચાર્ય ભગવંતને વંદન કરવા માટે લોકો જઈ રહ્યા છે.” પ્રતિહારીની વાત સાંભળી રાજાને કૌતુક થયું કે તે આચાર્ય ભગવંત કેવા હશે? રાજા પણ ત્યાં ગયો. નમસ્કાર કરીને બેસેલી સભાને આચાર્ય ભગવંતે દેશના આપી, પર્વતનો પત્થર જેમ નદીમાં પડીને ગોળ થાય છે તેમ આ સ્થાવર જીવ અકામ નિર્જરારૂપી નદીમાં તેના કર્મને ખપાવીને ત્રાસપણું પ્રાપ્ત કરે છે. ત્રસ થઈને તેઈન્દ્રિય ચઉરિંદ્રિય આદિ થાય છે. ત્યારપછી મનુષ્યપણું, આર્યક્ષેત્ર, ઉત્તમ ગોત્ર, નિરોગી શરીર, સંપૂર્ણ આયુષ્ય, ધર્મજ્ઞાન અને સદ્ગુરુ ભગવંતો પાસે ધર્મ સાંભળવા પણ મળે છે. પરંતુ તત્વની રુચિ દુર્લભ હોવાથી મળતી નથી.” આગમમાં કહ્યું છે - હિંડ્ય સવ નવઠું, સદ્ધ પરમ ટુર્ના सुच्चा नेयाउअं मग्गं, बहवे परिभस्सई ॥ કદાચિત્ ધર્મ સાંભળવા મળી જાય છે, પણ શ્રદ્ધા અત્યંત દુર્લભ છે. (આ શ્રદ્ધા ન હોવાના કારણે) તર્કસંગત ધર્મમાર્ગ સાંભળવા મળે તો પણ ઘણા જીવો ભ્રષ્ટ થઈ જાય છે. ધર્મમાર્ગથી ભ્રષ્ટ ન થવાય માટે ધર્મમાર્ગમાં શુદ્ધ શ્રદ્ધા પ્રાપ્ત કરીને શ્રદ્ધામાં વૃદ્ધિ થતી જ રહે તે માટે પ્રણિધાનત્રિકની પ્રધાનતાવાળું ઉત્કૃષ્ટ ચૈત્યવંદન કરવું જોઈએ. કહ્યું છે. વડૂ માં રંતિ હિંયા નિપ/Iqui . उल्लसइ सुहो भावो वंदंताणं सुपणिहाणं ॥ पणिहाणं पुण तिविहं मणवइकायाण जं समाहाणं। रागहोसाभावो उवओगित्तं न अन्नत्थ ॥ एवं पुण तिविहं पि हु वंदंतेणाइओ उ कायव्वं ।
SR No.022063
Book TitleSanghachar Bhashyam Part 01
Original Sutra AuthorN/A
AuthorDevendrasuri, Rajpadmavijay
PublisherShrutgyan Sanskar Pith
Publication Year2004
Total Pages254
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy