SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૨ श्री सञ्जाचार भाष्यम् ઘરે ભોજન કરી પોતાનો ઘણો સમય આનંદથી પસાર કરવા લાગ્યા. એકદિવસ નાગશ્રી બ્રાહ્મણીનો વારો આવ્યો. તેણીની ભોજનની ઘણી સામગ્રીને અતિત્વરાથી રાંધવા લાગી. શાક બનાવતા એક મોટુ શરદઋતુનું કડવું અને તીખું તુંબડુ આવી ગયું. કપૂર અને એલચી નાંખી ઘણા તેલથી તેણે વઘાર્યું. શાક બની ગયા પછી થોડુંક શાક તેને હાથથી ચાખ્યું. તુંબડુ કડવું કડવું વખ જેવું લાગ્યું. આ તુંબડાને અખાદ્ય અને અભક્ષ્ય જાણીને તેણે વિચાર્યું કે અભાગણી અને સમજણ વગરની મને ધિક્કાર થાવો. અરેરે ! મેં ઘણું તેલ બગાડીને આ શાક બનાવ્યું અને મારી દેરાણીને આ ખબર પડશે એટલે તેઓ મારી નિંદા કરશે. આવો વિચાર કરીને નાગશ્રીએ તુંબડાને છુપી જગ્યાએ છુપાવી દીધું. બીજા મીઠા તુંબડાને તરત રાંધ્યું. ત્રણે ભાઈઓએ પોતપોતાની પત્ની સાથે ભોજન લઈને પોતપોતાના કાર્યમાં લાગી ગયા. આ બાજુ નગરમાં સુંદરભૂમિવાળા ઉદ્યાનમાં પૂર્વધર ધર્મઘોષસૂરિ નામના આચાર્ય ભગંવત ઘણા સાધુઓ સાથે પધાર્યા. આ આચાર્ય ભગવંતને ધર્મરૂચિ નામના શિષ્ય હતા. તેઓ સમિતિ ગુતિથી પવિત્ર થયેલા હતા. પરમ ગુરુભક્ત હતા. ક્ષમાવાન, દાંત, શાંત, રોષ વિનાના, નિર્મમ, નિરહંકારી, માત્સર્યવિનાના, લડાઈ નહિ કરનાર, સંમોહ વિનાના, નિયાણુ નહિ કરનાર, શુભ ધ્યાનવાળા, વાંસલા અને ચંદનની અંદર સમાન મનવાળા આ ધર્મરુચિ અણગાર માસખમણના પારણે ઊંચનીચ અને મધ્યમ કુળોમાં ગોચરી માટે નીકળ્યાં. ધર્મચિ સાધુ નાગશ્રીના ઘરમાં ભિક્ષા માટે પ્રવેશ્યા. મહાત્માને જોઈને પાપિષ્ઠ અને અત્યંત ભ્રષ્ટ થયેલ નાગશ્રી ખુશ થઈ ગઈ. તેણે ઊઠીને કડવા તુંબડાનું બધું શાક મુનિને વહોરાવી દીધું. મુનિએ તુંબડું લાવીને ગુરુજીને બતાવ્યું. ગંધથી ગુરુભગવંતે તુંબડાને વિષમય જાણી લીધું અને ધર્મરુચિને કહ્યું, “વત્સ! આ તુંબડાને પરઠવી દે. અન્ય આહાર લાવીને વાપર. પરંતુ આ વાપરીને તું મરણ પ્રાપ્ત નહિ કર. ધર્મરુચિ પરઠવા માટે સ્પંડિલભૂમિમાં ગયા. તુંબડીનું એક બિંદુ પરઠવતાની સાથે તેની ગંધથી હજારો કીડીયો ખેંચાઈને આવી ગઈ. કિડીઓ જેમ જેમ તેને ખાતી ગઈ તેમ તેમ તે તરત જ મરતી ગઈ. આ જોઈને ધર્મમાં શુદ્ધ રુચિવાળા ધર્મચિને વિચાર આવ્યો કે એક બિંદુથી જો આટલા જીવોનું મૃત્યુ થાય છે તો પછી આખું તુંબડું જો પરઠવામાં આવશે તો આ બધા જીવોનું શું થશે? તેથી હવે આ આહારથી મારા શરીરનો ભલે વિનાશ થાઓ. નાશ પામવાના સ્વભાવવાળું આ શરીર પહેલા કે પછી છોડવાનું જ છે.” ___कृमयो भस्म विष्ठा वा निष्ठा यस्येयमिदृशी। स कायः परपीडाभिः पाल्यते ननु को नयः ॥ વળી, જેનું શરીર અંતે કરમીયા, રાખ અને વિષ્ઠામાં રૂપાંતર થાય છે તે શરીરને
SR No.022063
Book TitleSanghachar Bhashyam Part 01
Original Sutra AuthorN/A
AuthorDevendrasuri, Rajpadmavijay
PublisherShrutgyan Sanskar Pith
Publication Year2004
Total Pages254
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy