SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬ ૨ श्री सङ्घाचार भाष्यम् અનુલક્ષીને કહેવાતું પુષ્કલી શ્રાવકનું દૃષ્ટાંત પૂરું થયું. પયભૂમિ પમજ્જણં ચ તિકખુત્તો આ સાતમાત્રિકનો ભાવાર્થ અહીં પૂરો થાય છે. હવે વર્ણાદિત્રિક નામનું આઠમું ત્રિક અહીં વર્ણવવામાં આવે છે. આ ત્રિક ગાથાના પૂર્વાદ્ધ દ્વારા ભાષ્યકાર મહાત્મા વર્ણવે છે. વણહિત્રિક : वन्नतियं वन्नत्थालंबणमालंबणं तु पडिमाई । गाथा-१४ पूर्वार्ध ગાથાર્થ : વર્ણાત્રિકના ત્રણ પ્રકાર આ પ્રમાણે છે વર્ણ, અર્થ અને આલંબન. આલંબન એટલે પ્રતિમાદિ લેવાના છે. ટીકા : સ્તુતિ અને દંડકઆદિના અક્ષરોને વર્ણ કહેવામાં આવે છે. આ વર્ણોનો ઉચ્ચાર સ્પષ્ટ કરવો. સંપદાની સમાપ્તિએ અટકવું, અત્યંત વિશુદ્ધિપૂર્વક બોલવું અને વર્ષો જૂન નહિ તેમજ વધારે પણ નહિ બોલવા. थुइदंडाई वन्ना उच्चरियव्वा फुडा सुपरिसुद्धा । सरवंजणाइभिन्ना सपयच्छेया उचियघोषा ॥ २३३ ॥(चेइय वंदण महाभासः) સ્તોત્રાદિના વર્ષો સ્પષ્ટ રીતે, અત્યંત શુદ્ધ, સ્વર વ્યંજનમાં સ્પષ્ટ ભેદ પડે તે રીતે, પદચ્છેદ સાથે (શબ્દ પૂર્ણ થાય ત્યાં અટકી અટકીને) અને ઉચિતઘોષ વાળા બોલવા. અર્થ એટલે સ્તુતિ દંડકાદિનો પદાર્થ. આ અર્થ પણ પોતાના જ્ઞાનને અનુસાર વિચારવો. चिंतेयव्वो समं तेसिं अत्थो जहापरिन्नाणं। सुन्नहियत्तमिहरहा उत्तमफलसाहगं न भवे ॥ २३३ ॥ . જે રીતે (ગુરુભગવંત પાસેથી કે બીજા પાસેથી) સૂત્રાર્થનું જ્ઞાન પ્રાપ્ત કર્યું હોય તે રીતે સૂત્રાદિનો અર્થ સૂત્રના ઉચ્ચારની સાથે જ વિચારવો, કારણકે સૂત્રની સાથે જો વિચાર ન કરવામાં આવે તો સૂત્રોચ્ચાર વખતે થયેલી હૃદયની શૂન્યતા ઉત્તમફળને સાધનારી ન બને. આલંબનની વ્યાખ્યા તો ગાથામાં જ ભાષ્યકારે કરી છે. આલંબન પ્રતિમા આદિનું લેવાનું છે. અર્થાત્ પ્રતિમા આદિમાં એ રીતે ધ્યાનને પરોવવાનું છે કે જે રીતે ચંદ્રરાજાએ ચૈત્યવંદનમાં પ્રતિમાદિના આલંબનમાં ચિત્તની એકાગ્રતા કરી હતી. અહીં ગાથામાં પડિમાઈ શબ્દ મૂક્યો છે. તેથી આલંબન તરીકે પ્રભુના પ્રતિમાજી ઉપરાંત ભાવ અરિહંત આદિનું પણ આલંબન લેવાનું છે. કહ્યું છે- માવરિહંત મુહંસરિક્ત સાહ્નવiર હેતુ अहवा जिणबिंबाइ जस्स पुरो वंदणारद्धं ॥ (ચઈયવંદણ મહાભાસ-૨૩૪)
SR No.022063
Book TitleSanghachar Bhashyam Part 01
Original Sutra AuthorN/A
AuthorDevendrasuri, Rajpadmavijay
PublisherShrutgyan Sanskar Pith
Publication Year2004
Total Pages254
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy