SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૪ श्री सङ्घाचार भाष्यम् ગયો અને દેવાધિદેવની પ્રતિમાને ઉપાડવા લાગ્યો, ત્યાં તો દેવે કહ્યું કે રાજન! આ જીવિત સ્વામીની પ્રતિમાને તું વીતભયનગરમાં ન લઈ જા. વીતભય નગરમાં ધૂળનો વરસાદ થવાનો છે. રાજા દેવવાણીથી આ ઉપદ્રવને જાણીને વિષાદયુક્ત બન્યાં. ત્યારબાદ પ્રતિમાજીને નમસ્કાર કરી વીતભયનગરી તરફ પ્રયાણ ચાલુ કર્યુ. ચોમાસા કાળમાં શિવનદીના કિનારે રોકાઈ જવું પડ્યું. ત્યાં જ તેમને તેમનો આવાસ કર્યો. દશરાજાઓએ પણ ઉદાયન રાજાની રક્ષા માટે ધૂળનો કિલ્લો બનાવીને ત્યાં જ રહ્યા. પર્યુષણના પર્વ આવી પહોંચતા ઉદાયન રાજાએ ઉપવાસ ર્યો. આથી રસોઈયો પ્રદ્યોતરાજાને પૂછવા આવ્યો કે મહારાજ! આપના માટે કઈ રસોઈ બનાવું? આ સાંભળી રાજા વિચારમાં પડી ગયો - ચોક્કસ આજે મને ઝેર આદિ આપીને મારી નાખવાની ઈચ્છા લાગે છે. તેમણે રસોઈયાને પૂછયું કે રસોઈયા! આજે જ શા માટે મારી રસોઈ અલગ બનાવો છો? મહારાજા! આજે અમારા સ્વામી પોતાના અંતેપુરની સાથે ઉપવાસ કરવાના છે. કારણકે આજે પર્યુષણા છે. તેથી જ હું આપને રસોઈનું પૂછવા આવ્યો છું.” ભાઈ રસોઈયા! તે આજે મને આ પર્વની યાદ અપાવીને ઘણું સારું કર્યું છે. હું પણ આજે ઉપવાસ કરવાનો છું કારણકે મારા માતાપિતા પણ શ્રાવકધર્મના પરમ આરાધક હતાં. ચંડપ્રદ્યોત રાજાની આ વાત સાંભળીને રસોઈયાએ ઉદાયનરાજાને આ વૃત્તાંત જણાવ્યું. - રસોઈયાના મોઢાથી આ વાત સાંભળીને ઉદાયને કહ્યું, “પ્રદ્યોત કેવો શ્રાવક છે એ હું જાણું છું. આ લુચ્ચો કાંઈક હોંશીયારી કરવા માંગે છે. થોડીક વાર પછી તેમની વિચારધારામાં પરિવર્તન આવ્યું. પ્રદ્યોત ગમે તેવો હોય પણ એ કારાગારમાં હોય તો મારા પર્યુષણા શુદ્ધ નહી થાય. આવો વિચાર કરી પોતાનું પર્યુષણ પર્વ શુદ્ધ થાય તે માટે રાજાએ પ્રદ્યોતને કારાગારમાંથી મુક્ત કર્યો. મુક્ત કરીને રાજાએ પ્રદ્યોતને અવંતી દેશ આપ્યો અને આ મહાત્મા રાજાએ તેની સાથે ક્ષમાપના પણ કરી લીધી. પ્રદ્યોતના કપાલ પર કોતરાવેલા અક્ષરોને ઢાંકવા માટે તેમને એક સુવર્ણનો પટ્ટ પણ આપ્યો. પ્રદ્યોત રાજાને ઉદાયન રાજાએ સોનાનો પાટો આપ્યો ત્યારથી લઈને મુગુટબદ્ધરાજા પટ્ટબદ્ધ થયા. ચોમાસાનો કાળ સમાપ્ત થતાં ઉદાયન રાજા વીતભય નગર પહોંચ્યા. શિવનદીના કિનારે ઉદાયન રાજાની શિબિરમાં જે વણિકો પોતાનો વ્યાપાર કરી લાભ મેળવવા માટે આવ્યા હતાં તેઓ ત્યાં જ રહ્યાં અને તે સ્થાન દશપુર નગરના નામથી પ્રસિદ્ધ થયું. જીવિત સવામીનું તીર્થ હાલ મિથ્યાત્વીઓના હાથમાં - આ જીવિતસ્વામીને અવંતીનગરીમાં ભાઈલનામનો રાજા પૂજતો હતો. આ ભાઈલ સ્વામી ધર્માદિત્ય રાજા પછી થયા છે.
SR No.022063
Book TitleSanghachar Bhashyam Part 01
Original Sutra AuthorN/A
AuthorDevendrasuri, Rajpadmavijay
PublisherShrutgyan Sanskar Pith
Publication Year2004
Total Pages254
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy