SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ श्री सङ्घाचार भाष्यम् ૧૫૧ ચોવીશે તીર્થકર પ્રભુઓની સર્વરત્નોથી વિભૂષિત સુવર્ણની પ્રતિમા છે. સાધુ ભગવંતોની પાસે આ સાંભળીને દર્શન કરવાની ભાવનાથી તે ત્યાં ગયો. ગંધારે દેવતાની આરાધના કરી અને પ્રભુના પ્રતિમાજી પ્રગટ થયા. દર્શન થતાંની સાથે આખી રાત અને આખો દિવસ પ્રભુની સ્તવના અને સ્તુતિ ગાતા ગાતા વિતાવ્યો. સ્તોત્ર: નમ્રારંgઈન ખનિમUS.. ઈત્યાદિ. વર્તમાન ચોવીશીમાં થયેલા, નમ્રઈન્દ્રોના મુગુટમંડલમાં રહેલી કલ્પવૃક્ષના ફુલોની માળામાંથી ઉછળતા મધુના સમૂહથી સુગંધિત થયેલા ચરણવાળા અને સુખને અર્પનારા ચોવીશ તીર્થકર ભગવંતોની હું સ્તુતિ કરું છું. (૧) . સંસારના પારને પામેલા અને દેવેન્દ્રો જેમને નમસ્કાર કરે છે એવા આદિનાથ પ્રભુ અમને આનંદ આપો. ક્રોધ આદિથી નહી જીતાયેલા અને ત્રિલોકથી પૂજાયેલા એવા અજિતનાથ પ્રભુની હું સ્તુતિ કરું છું. સેનામાતાની કુક્ષિમાં ઉત્પન્ન થયેલા, સંસારની મુક્તિને પામેલા અને લક્ષ્મીના હેતુભૂત એવા સંભવનાથ અમને પવિત્ર કરો. મનુષ્યોને આનંદિત કરનારા, સુંદર વદનવાળા અભિનંદન સ્વામિ મારું રક્ષણ કરો. (૨) ત્રણે લોકના સ્વામી અને સુબુદ્ધિના સ્વામી સુમતિનાથ અમને મોક્ષ લક્ષ્મી આપો. દંભરૂપી વૃક્ષને માટે હસ્તી સમાન અને મદરૂપી હસ્તી માટે અષ્ટાપદ સમાન - એવા પદ્મપ્રભ સ્વામીની હું સ્તવના કરું છું. પૃથ્વીમાતાના પુત્ર, ભયમુક્ત થયેલા અને નિરોગી એવા શ્રી સુપાર્શ્વનાથની હું સ્તુતિ કરું છું. જે ચંદ્ર સમાન ચંદ્રપ્રભ સ્વામીની સ્તુતિ કરે છે, તેને મોક્ષ દુર્લભ નથી. (૩) કર્મરૂપી વૃક્ષના સમૂહ માટે કુહાડા સમાન અને મદરૂપી હાથી માટે અષ્ટાપદ સમા પદ્મપ્રભ સ્વામીની હું સ્તુતિ કરું છું. જેમના ચરણ કમળ જેવા કોમળ છે એવા શીતલનાથ પ્રભુ જય પામો. સુરાયમાન ગુણોના સમૂહરૂપ કલ્યાણકારી લક્ષ્મીના આશ્રય એવા શ્રી શ્રેયાંસનાથ જય પામો, જગતને પૂજ્ય એવા વાસુપૂજ્ય સ્વામી જીવોને મોક્ષ લક્ષ્મી આપો. (૪) મોહરૂપી વાદળા માટે પવનસમાન તથા નિર્મળ એવા વિમલનાથ અમને મોક્ષ આપો. હવે જેમને હંમેશને માટે કર્મશત્રુઓ સાથે યુદ્ધ નથી કરવાનું એવા અનંતગુણના સ્વામી અનંતનાથ કર્મના ક્ષયને કરો. ધર્મનાથ પ્રભુ સુખના એક સ્થાનભૂત એવા શિવપદનું દાન મને કરો અને મારી વિપત્તિનો નાશ કરો. હાથી જેવી ગતિવાળા અને યમરાજાનો જેણે ક્ષય કર્યો છે એવા શાંતિનાથ પ્રભુ શાંતિને કરો. (૫) માનરૂપી હાથી માટે સિંહ સમાન અને મેઘ સમાન ધ્વનિવાળા કુંથુનાથ તમારું ભવથી રક્ષણ કરો. જેમણે કામનું ખંડન કર્યું છે અને જેમને દેવતાઓ ભક્તિભાવથી નમસ્કાર કરે છે એવા અરનાથ જિનેશ્વરને હું નમસ્કાર કરું છું. શોભાવાળાદેવતાઓથી નમાયેલા ચરણકમળવાળા અને અજ્ઞાનરૂપી અંધકાર વિનાના હે મલ્લિનાથી તમને
SR No.022063
Book TitleSanghachar Bhashyam Part 01
Original Sutra AuthorN/A
AuthorDevendrasuri, Rajpadmavijay
PublisherShrutgyan Sanskar Pith
Publication Year2004
Total Pages254
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy