SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ श्री सङ्घाचार भाष्यम् આપી. આથી આ. દેવેન્દ્રસૂરિ મ. જ્યારે માળવામાં વિચરી ખંભાત પધાર્યા ત્યારે નાની પોષાળમાં ઉતર્યા. અને આમ વિ.સં. ૧૩૧૯માં તપગચ્છના સ્પષ્ટ ભાગલા પડ્યા. પોષાળાના કારણે શાખાના નામ વૃદ્ધપોષાળ શાખા અને લઘુપોષાણ શાખા તરીકે પ્રસિદ્ધ થયા. આ. દેવેન્દ્રસૂરિ લઘુ પોષાલિક શાખાના અગ્રણી બન્યા. આ જગચ્ચસૂરિના કિયોદ્ધારમાં પણ તેઓ સાથે હતા. આ. દેવેન્દ્રસૂરિ શાંત, જ્ઞાની, ક્રિયાનિષ્ઠ હતા. એમની ઉપદેશશૈલી ઘણી અસરકારક હતી. અંચલગચ્છના ૪૪મા આ. મહેન્દ્રસિંહસૂરિએ તેમના વાત્સલ્યભર્યા ઉપદેશથી ક્રિયોદ્ધાર કરી (વિ.સં. ૧૩૦૭માં થરાદમાં) શુદ્ધ માર્ગ સ્વીકાર્યો હતો. ચિત્તોડના કિલ્લામાં શામળીયા પાર્શ્વનાથનું જિનાલય સમરસિંહ રાણાએ આચાર્યશ્રીની પ્રેરણાથી બંધાવેલું. વિ.સં. ૧૩૦રમાં આ. દેવેન્દ્રસૂરિ ઉર્જન પધાર્યા ત્યારે ત્યાં વરહડિયા ગોત્રના શેઠ જિનભદ્રના પુત્ર વીરદવલના લગ્ન પ્રસંગે યોજાયેલા ભક્તિ મહોત્સવમાં પધારવાનું થયું. આચાર્યશ્રીએ સંસારની અસારતાનું એવું સુંદર વિવેચન પ્રવચન દરમિયાન કર્યું કે લગ્નોત્સુક વિરધવલનું હૈયું વૈરાગ્યથી ભીંજાઈ ગયું.......... અને લગ્નોત્સવ દીક્ષા મહોત્સવ બની ગયો. વિરધવલ અને પાછળથી એના ભાઈ ભીમદેવ આચાર્યશ્રીના વરદહસ્તે રજોહરણ લઈ નાચી ઉઠ્યા. એમનાં નામ પડ્યા મુનિ વિદ્યાનંદ વિજય અને મુનિ ધર્મકીર્તિવિજય. (ગુર્નાવલી શ્લો. ૧૫૧ થી ૧૬૪) આ. દેવેન્દ્રસૂરિનું વ્યાખ્યાન ખંભાતના કુમારપાલ વિહારમાં ચાલતું હતું ત્યારે વસ્તુપાળ મંત્રીએ સામાયિક કરનારને મુહપત્તીની પ્રભાવના કરેલી. ૧૮૦૦મુહપત્તીઓવપરાઈ હતી. વિ.સં. ૧૩૨ ૨માં (મતાંતરે ૧૩૦૪માં) પાલનપુર પલ્લવીયા પાર્શ્વનાથ જિનાલયમાં આ ઘટના વીજાપુરમાં બન્યાનો મતાંતર છે. ૧ રાણા જેસિંહ પરમ જેન બનેલા. એમની ત્રણ પેઢી સુધી આ વારસો ચાલ્યો છે. રાણાએ એવો નિર્ણય કરેલો કે મેવાડમાં જ્યાં જ્યાં કિલ્લો બાંધવામાં આવે ત્યાં શ્રી ઋષભદેવ ભ.નું જિનાલય પણ બનાવવામાં આવે (વોટરે નવ રે નઃ પહિત્ની શ્રી વિષમ સેવની વેવરાવર્શ નીવ રેવારે હૈ યુવરાજ કુંભાના ફરમાનમાંથી) ર-ગુર્નાવલી શ્લો. ૧૩પ થી સંગ્રામ સોનીના પૂર્વજ સોની સાંગણે બે શાખામાંથી કઈ શાખા સાચી તે જાણવા તપ કર્યું. શાસનદેવીએ કહ્યું કે- “આ. દેવેન્દ્રસૂરિની લઘુપોશાળ શાખા સાચી છે. અને તે જ લાંબાકાળ સુધી ચાલવાની છે.” આજે આ શાખા ચાલે છે. વૃદ્ધપોશાળા શાખા પાછળથી આમાં મળી ગઈ હતી.
SR No.022063
Book TitleSanghachar Bhashyam Part 01
Original Sutra AuthorN/A
AuthorDevendrasuri, Rajpadmavijay
PublisherShrutgyan Sanskar Pith
Publication Year2004
Total Pages254
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy