SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૯ श्री सङ्घाचार भाष्यम् છે. નિરંજન અને નિત્ય બની જાય છે. રત્નના દીવાની જેમ તે ત્રણે જગતને પ્રકાશિત કરતો ત્યાં રહે છે.” જ્ઞાનભાનુ નામના આ જ્ઞાની ભગવંતના વચનો સાંભળી પોતે કરેલા દુષ્કતોના મિચ્છામિ દુક્કડ કરી સુમતિ મંત્રીએ રાજાની અનુજ્ઞા લઈ પોતાના કુટુંબનો ભાર પુત્ર સુદર્શન ઉપર નાખ્યો. જિનશાસનની પ્રભાવના કરવા પૂર્વક દેવતાઓ દ્વારા સ્તુતિ કરાતા સુમતિ મંત્રીએ જ્ઞાનભાનુ કેવળી ભગવંતની પાસે સંયમનો સ્વીકાર કર્યો. સિદ્ધાંતનું અધ્યયન કર્યું. અંતે સિદ્ધાવસ્થાની ભાવના ભાવતાં ભાવતાં સંસાર અને મોક્ષમાં સમાન બુદ્ધિવાળા થઈ શ્રી સુમતિમુનિ સિદ્ધિગતિને પામ્યા. હે ભવ્ય જીવો! વિકસિત મોગરાની વેલડીના ફુલ જેવું ઉજ્જવળ અને જ્ઞાનથી સુંદર સુમતિ મંત્રીના ચરિત્રને સારી રીતે સાંભળી ચૈત્યવંદન ના અવસરે સકળ સુખની પરિપક્વતાના સ્થાનભૂત સિદ્ધાવસ્થાનું સતત સ્મરણ કરતા રહો. સિદ્ધાવસ્થા ઉપર સમલિમંત્રીની કથા પૂર્ણ. સુમતિમંત્રીના દષ્ટાંતની સાથે સિદ્ધાવસ્થાનું વર્ણન પુરું થયું. સિદ્ધાવસ્થાની પ્રરૂપણાથી અવસ્થાત્રિકની ભાવના નામનું પાંચમુંત્રિક પૂરું થયું. આ પાંચમાત્રિકની વિચારણા અર્થાત્ અવસ્થાત્રિકનું ભાવન સારી રીતે કરવું હોય તો ત્રણે દિશાના અવલોકનને વર્જવું જોઈએ. આથી ત્રિદિસિનિરિખણ વિરઈ' નામનું છટ્ઠત્રિક બતાવવા માટે ગાથા કહેવામાં આવે છે. છકૃત્રિક-દિશાસિક નિરીક્ષણ વર્જન : उड्डाहो तिरियाणं तिदिसाण निरिक्खणं चइज्जऽहवा । पच्छिमदाहिणवामाण जिणमुहन्नत्थदिट्ठिजुओः ॥१३॥ ગાથાર્થ જિનેશ્વર ભગવંતના મુખઉપર દૃષ્ટિ સ્થાપીને ઉપર નીચે અને આજુબાજુ અથવા પાછળ જમણી અને ડાબી એ ત્રણ દિશાઓ તરફ જોવાનો ત્યાગ કરવો. ઢીકાર્ય : ઉઢાહો... આ ગાથાનો ગ્રંથમાં પ્રક્ષેપ કરવામાં આવેલો છે. તેમજ આ ગાથામાં સરળ હોવાથી માત્રા ચોથા પદની જ અહીં વિચારણા કરવામાં આવી છે. આ જિણમુહન્નત્યદિઢિ જુઓઃ દર્શન કરતી વખતે આંખો પ્રભુના મુખ ઉપર સ્થાપવાની કહ્યું છે. માત્રોચત્ન રમવું ગણિત્ત ૩ થિ # ___ रुवेहिं तहिं खिप्पइ सभावओ वा सयं चलइ ॥ દર્શનનો વિષય મળતાં આંખો ચંચળ બની જાય છે. ચંચળ બનેલી આંખોને નિયમમાં લાવી શકાય એમ નથી તેમજ સ્થિર કરવી પણ દુષ્કર છે. દર્શનનો વિષય રૂપ મળતા આંખો ત્યાં ખેંચાઈ જાય છે અથવા સ્વભાવથી જ એ આંખો ત્યાં પહોંચી જાય છે.
SR No.022063
Book TitleSanghachar Bhashyam Part 01
Original Sutra AuthorN/A
AuthorDevendrasuri, Rajpadmavijay
PublisherShrutgyan Sanskar Pith
Publication Year2004
Total Pages254
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy