SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૫ श्री सङ्घाचार भाष्यम् ચરણોમાં વારંવાર નમસ્કાર કરાવી પોતાના આવાસે ગયા. પાર્શ્વનાથ પ્રભુના દર્શન થવાથી આ બાળકના રોગો નાશ પામ્યા આથી નગરજનો બાળકને સુદર્શનના નામથી બોલાવા લાગ્યા. પાર્શ્વનાથપ્રભુએ લોકત્રયના જીવોનું કલ્યાણ કરતાં કરતાં ભદ્રહાથી જેવી ગતિથી ભદ્રિલપુર નગરથી અન્યત્ર વિહાર કર્યો. મંત્રી સુમતિ અને મંત્રીપુત્ર સુદર્શને ઘણા સાધુ ભગવંતોના પરિચયમાં આવી જિન પ્રવચનના રહસ્યાર્થ ને પ્રાપ્ત કર્યો, ગ્રહણ કર્યો અને એમાં નિશ્ચય બુદ્ધિવાળા થયા. એક દિવસ સુદર્શને પિતાનું મન અત્યંત ઉદ્વિગ્ન દેખ્યું. આ જોઈ તેણે પિતાને પૂછયું, ‘પિતાજી! તમે કેમ આટલા ઉદ્વિગ્ન દેખાવ છો ?’ ‘વત્સ! જગત વત્સલ, સંપૂર્ણ પાપનો નાશ કરનાર, અને જેમના પ્રભાવથી તું નિરોગી બન્યો છે, વિનયી જનની ઈચ્છાઓને પુરી કરનાર, ભવ્ય જીવોથી નમાયેલા, જેમની કૃપાથી મને મોક્ષસુખને આપનાર દર્શનાદિ રત્નત્રય પ્રાપ્ત થયા છે, એવા પાર્શ્વપ્રભુ ઘણા કાળસુધી ચંદ્રની જેમ દેશના રૂપી ચાંદની દ્વારા જીવોને બોધ પમાડી ઘણા જીવોને સુખ પમાડી સંમેતશિખર ગિરિરાજ ઉપર બંને હાથને લાંબા કરી એક માસ સુધી અણસણ કરી આ દેહનો ત્યાગ કર્યો છે. દેહનો ત્યાગ કરી પ્રભુ સર્વાર્થસિદ્ધ વિમાનથી પણ ઉપર બાર યોજન ઓળંગી ૪૫ લાખ યોજન પ્રમાણવાળી, મધ્યમાં આઠ યોજનની જાડાઈ વાળી, પ્રાંતે માખીની પાંખ કરતા પાતળી, ઊંધા કરેલા છત્ર જેવી, ચંદ્ર જેવી શ્વેત, ૧ ક્રોડ ૪૨ લાખ ૩૦ હજા૨ ૨૩૯ યોજનની પરિધિવાળી સિદ્ધશિલા ઉપર એક યોજનના ૨૪માં ભાગે ૬ હાથની અવગાહનામાં સિદ્ધ થઈને બિરાજમાન થયા છે. બેટા! પ્રભુ સિદ્ધ થયા છે આવા સમાચાર આજે મેં સાંભળ્યા છે. ઘણા સમયથી મેં પ્રભુના ચરણારવિંદમાં નમસ્કાર નથી કર્યા. અરે! મેં તેમની અમૃતના ઝરણા જેવી મધુર દેશના પણ નથી સાંભળી એટલે મારું મન ઉદ્વિગ્ન થયું છે. પિતાના મનની ઉદ્વિગ્નતાનું કારણ જાણી શુદ્ધ સમ્યકત્વના ધારક સુદર્શને અંજલિ જોડી પિતાજીને કહ્યું, ‘હે પિતાજી! આપ આપના મનને ઉદ્વિગ્ન ન કરો. પરંતુ શ્રેષ્ઠ જ્ઞાન દર્શન વિપુલ આનંદ અને વીર્યમય સિદ્ધાવસ્થાને પામેલા પાર્શ્વનાથ પ્રભુનું સદા સંસ્મરણ કરો. સંસ્થાનાદિથી રહિત, જરા મરણ સંગ અને શરીરથી મુક્ત તથા અધ્યાત્મવિદ્ વડે અગમ્ય એવી પ્રભુની સિદ્ધાવસ્થાને યાદ કરો. સંપૂર્ણ કર્મથી મૂકાયેલા જિનેશ્વર પ્રભુની સિદ્ધાવસ્થાનું રૂપાતીત ધ્યાન બધા પ્રકારના ધ્યાનમાં સર્વોત્તમ છે. અન્ય દર્શનકારો પણ કહે છે : સિદ્ધમમૂર્તમત્તેનું સચિવાનુંમયમનાધારી परमात्मानं ध्यायेत् यद्रुपातीतमिह तदिदम् ॥ निरातंको निराकांक्षो निर्विकल्पो निरंजन: । परमात्माऽक्षयो ऽत्यक्षो, ज्ञेयोऽनन्तगुणोऽव्ययः ॥
SR No.022063
Book TitleSanghachar Bhashyam Part 01
Original Sutra AuthorN/A
AuthorDevendrasuri, Rajpadmavijay
PublisherShrutgyan Sanskar Pith
Publication Year2004
Total Pages254
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy