SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ જ નું સ્વરચિત અનેક સ્તોત્રો, સ્તુતિઓ, સ્તવ તથા ધર્મદિશનાઓ આદિથી ગ્રંથ ખુબ જ સમૃદ્ધ છે. સમવસરણ સ્તવ આદિ દ્વારા સમવસરણનું ખુબ જ સરસ વર્ણન કર્યું છે. - અધાવધિ આ ગ્રંથનો અનુવાદ થયો ન હતો. વિ.સં. ૨૦૪માં વડોદરામાં ચાતુર્માસમાં વિદ્વન મનિષિ શ્રી મુનિચન્દ્રવિજયજી મહારાજાએ સંઘાચાર ભાષ્યના અનુવાદ માટે પ્રેરણા કરી. કલિકુંડ તીર્થોદ્ધારક પૂજ્ય ગુરુદેવ શ્રી ' રાજેન્દ્રસૂરીશ્વરજી મ.સા.એ સમંતિ આપી. પૂ.પં.પ્ર. શ્રી રાજશેખરવિજયજી ગણિવર્યે માર્ગદર્શન આપી અનુવાદ માટે માર્ગ સરળ કરી આપ્યો. પૂજ્ય મુનિ શ્રી મુનિચંદ્ર વિજયજી મ.સા.એ (હાલમાં આ.વિ.શ્રી મુનિચંદ્રસૂરીશ્વરજી મહારાજા) અનુવાદ માટે ઉપયોગી સામગ્રી તેમજ પ્રાચીન હસ્તપ્રતો આદિ મેળવી આપી એક મોટો ઉપકાર કર્યો. - વિદ્વાનો માટે સરળ પણ મારા માટે અત્યંત દુર્ગમ આ કાર્ય માટે અનેક મહાત્માઓએ ખૂબ જ સહયોગ આપ્યો છે. વિદ્વદ્વર્ય મુનિરાજશ્રી ધુરંધર વિજયજી મહારાજાએ ડીસા ચાતુર્માસ દરમ્યાન આ ગ્રંથ વંચાવી ઘણા સૂચનો સૂચવ્યા હતા. તેમજ પ્રથમ ભાગનું પૂફરીડીંગ પણ કરી આપ્યું હતું - પૂજ્ય ગુરુદેવ, પૂ.પં. શ્રી કુલચંદ્ર વિજયજી ગણિવર્ય, પૂ. મુનિશ્રી યશોરત્ન વિજયજી મ.સા., મુનિ શ્રી રત્નજ્યોત વિજયજી મ., મુનિ શ્રી રાજરત્ન વિજયજી મ, મુનિશ્રી રાજહંસ વિજયજી મ. તથા મુનિશ્રી રાજધર્મ વિજયજી મ. આદિએ પદાર્થોના સ્પષ્ટીકરણ, ગ્રંથસંશોધન તેમજ પ્રૂફ સંશોધન આદિ કાર્યમાં સહયોગ આપ્યો હતો તે ભૂલી શકાય તેમ નથી. 'જી મતિદૌર્બલ્ય, ગ્રંથ જટિલતા આદિને કારણે તેમજ અશુદ્ધિને કારણે ગ્રંથમાં આ ક્ષતિ રહેવા પામી હશે. વિદ્વાન પુરુષો તેને સન્તવ્ય ગણીને જરૂર સૂચના કરી ન શકશે. પ્રાચીન પ્રતિના આધારે સેંકડો સ્થળોએ પ્રીન્ટેડ પ્રતને શુદ્ધ કરીને અનુવાદ કરવા પ્રયત્ન કરેલ છે. પૂ.આ.શ્રી મુનિચંદ્રસૂરીશ્વરજી મ.સા. સાહિત્યસંશોધનના અનેક કાર્યો વચ્ચે પણ એક સમૃદ્ધપ્રસ્તાવના લખીને અનુપમ સૌજન્ય બતાવ્યું છે. પરમાત્માની આજ્ઞા વિરુદ્ધ અને ગ્રંથકાર મહર્ષિના આશય વિરુદ્ધ કાંઈપણ. . નિરૂપણ કરાયું હોય તે બદલ મિચ્છામી દુક્કડમ. આ જ , સાંજ : છે મત જો કે કલિકુંડ તીર્થોદ્ધારક આચાર્ય વિજય શ્રી રાજેન્દ્રસૂરીશ્વરજી મ.સા.ના શિષ્ય મુનિ રાજપદ્મવિજય મ. આ આ કે છે કરો - . . છે S
SR No.022063
Book TitleSanghachar Bhashyam Part 01
Original Sutra AuthorN/A
AuthorDevendrasuri, Rajpadmavijay
PublisherShrutgyan Sanskar Pith
Publication Year2004
Total Pages254
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy