SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૮ श्री सङ्घाचार भाष्यम् હતા) વજ(વયર) શબ્દ રત્નમાં જ ઉપયોગી થતો હતો પણ વયર (વેર) નગરના મનુષ્યોમાં પરસ્પર ન હતું. કલહ (કલમ) શબ્દ હાથીના બચ્ચા તરીકે વપરાતો હતો પણ કલહ ઝઘડા અર્થમાં વપરાતો ન હતો. અર્થાત્ ત્યાં કલહ થતો ન હતો. કોશલા (અયોધ્યા) નગરીના રાજા ઋષભદેવ હતાં. ઋષભદેવનો રાજ્યાભિષેક ઈન્દ્રમહારાજાએ સ્વહસ્તમાં રહેલા સોનાના કળશો દ્વારા કર્યો હતો. મંત્રોમાં પ્રણવ (%) પ્રથમ છે તેમ ઋષભરાજા રાજાઓમાં પ્રથમ હતાં. | તેમને કરેલી મંત્રીમંડળની રચના માત્ર એક રાજનીતિ જ હતી, કારણ કે આ પ્રથમ રાજાએ પોતે જાતે જ સઘળી વિદ્યાઓ, કળાઓ, વિજ્ઞાન તથા શિલ્પોનું જ્ઞાન લોકોને આપ્યું હતું. ત્રણેય જગતના જીવોના રક્ષણ કરવામાં સમર્થ એવા પ્રભુની અંગરક્ષા સેવકોની નમ્રતા બતાવતી હતી. જેમના ચરણોની સેવા દેવેન્દ્રો, દાનવેન્દ્રો તથા નરેન્દ્રો કરી રહ્યાં હતાં, તેવાં નાથને ઘોડા, હાથી, રથ, શ્રેષ્ઠ સૈનિકો તથા રાજાઓ માત્ર રાજ્યની વ્યવસ્થા માટે હતા. ત્રણે ભુવનના પિતા ઋષભદેવના તલવાર, ચક્ર, બાણ, બર્ફી, ભાલો અને બાવલ (શસ્ત્ર વિશેષ) આદિ શસ્ત્રો માત્ર સૈનિકોના આડંબર સ્વરૂપ હતાં. ઋષભદેવે ૨૦ લાખ પૂર્વ કુમારાવસ્થામાં પસાર કર્યો. ‘૩ લાખ પૂર્વ સુધી રાજ્યને પાળ્યું.અંતે પોતાનો દીક્ષા સમય જાણી બધાંજ સામંતોની સમક્ષ ભરતને પોતાના પદ ઉપર સ્થાપ્યો. બાહુબલી આદિ રાજકુમારોને ૧૦૦ દેશ વહેંચીને આપ્યાં. આ સમયે વૈમાનિક નિકાયના પાંચમા દેવલોકના ત્રીજા પ્રતરમાં આઠ કૃષ્ણરાજીમાં ઈશાન આદિ દિશામાં રહેલા લોકાંતિક વિમાનોમાંથી લોકાંતિક દેવો આવે છે. આ નવ લોકાંતિક વિમાનના નામ આ પ્રમાણે છે. (૧) અર્ચિ વિમાન (૨) અચિમાલી વિમાન (૩) વૈરોચન વિમાન (૪) પ્રશંકર વિમાન (૫) ચંદ્રાભ વિમાન (૬) સૂરાભ વિમાન (૭) શુક્રાભ વિમાન (૮) સુપ્રતિષ્ઠાભ વિમાન (૯) રિષ્ઠાભ વિમાન. આ નવ વિમાનમાં અનુક્રમે સારસ્વત, આદિત્ય, વલિ, વરૂણ,ગર્દતોય તુષિત, અવ્યાબાધ, અગ્નિ અને રિષ્ઠ એ પ્રમાણે દેવોના નામ છે. આ દેવીના પરિવારમાં ક્રમે કરીને ૭૦૭, ૭૦૭, ૧૪૦૧૪, ''૧૪૦૧૪, ૭૦૦૦, ૭૦૦૭, ૯૦૯, ૯૦૯ અને ૯૦૯ દેવો છે. આ લોકાંતિક દેવોનું આયુષ્ય આઠ સાગરોપમનું છે. તેઓ એકાવતારી હોય છે. સ્તુતિપાઠક જેવા આ લોકાંતિકદેવો પોતાના પરિવાર સાથે આવીને બે હાથ
SR No.022063
Book TitleSanghachar Bhashyam Part 01
Original Sutra AuthorN/A
AuthorDevendrasuri, Rajpadmavijay
PublisherShrutgyan Sanskar Pith
Publication Year2004
Total Pages254
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy