SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ श्री सङ्घाचार भाष्यम् ૧૧૧ જિનાલયમાં જઈ પ્રભુજીની વિધિપૂર્વક પૂજા કરી. ઘણા કાળ સુધી પ્રભુભક્તિ કરી સાંજના સમયે બહાર નીકળ્યો. ગાંધર્વવિધિથી અનિલયશા સાથે લગ્ન કરી રાત્રિ પસાર કરી. પ્રાતઃકાળમાં પાણી અને ભૂમિમાં ઉત્પન થનારા પુષ્પો લાવ્યા. કમલિનીના પત્રમાં નિર્મળ પાણી લાવ્યું અને જિનાલયમાં આવીને હારને ઉઘાડ્યું. નિસાહિ આદિ વિધિપૂર્વક જિનાલયમાં પ્રવેશ કર્યો. જિનાલયની પ્રમાર્જના કરી. જિનેશ્વર પ્રભુની પ્રતિમાનો પ્રક્ષાલ કર્યો અને ચંદનાદિથી વિલેપન કર્યું.અરણીકાઇથી અગ્નિ પ્રગટાવ્યો. ધૂપઘટા પ્રગટાવી. ચૈત્યવંદન કરી લાંબાકાળ સુધી પ્રભુભક્તિ કરી જિનાલયનું બારણું અટકાવી પ્રિયા અનિલયશા સાથે જિનાલયમાંથી બહાર નીકળ્યો. વસુદેવ તથા તેની પ્રિયા અનિલયશા આ પ્રમાણે પ્રતિદિન પ્રભુની પૂજા કરવા લાગ્યા. વ્યંતર દેવોની જેમ વિચરણ કરતો વસુદેવ પ્રિયાની સાથે ગિરિકંદરાઓમાં પોતાના કાળને આનંદપૂર્વક પસારકરવા લાગ્યો. એક દિવસ આકાશ ઘોડા, હાથી, રથ અને વિદ્યાધરોથી વ્યાપ્ત થઈ ગયું. આ જોઈ વસુદેવે અનિલયશાને કહ્યું, ‘પ્રિયે! આજે વિદ્યાધર સમૂહ શા માટે ત્વરાથી અહીંયા આવી રહેલ છે?” - “સ્વામિનાથ, સીમનગ પર્વતની આ ભૂમિ ઉપર એક દિવસનો રાત્રિ મહોત્સવ અને બીજો અઠાઈ મહોત્સવ આવ્યો છે. વસુદેવહિંડીઃ અનિલયશાએ વસુદેવને કહ્યું, “હે આર્યપુત્ર ! વિદ્યાપ્રદાનની આ પ્રથમ ભૂમિમાં જિનાલયનો એકરાત્રિ વાર્ષિક ઉત્સવ તથા બીજો અઠાઈ મહોત્સવ ઉજવાશે. વસુદેવહિંડી પ્રથમખંડ વિદ્યાધરો ત્રણ મહોત્સવ કરી પોતાના સમયને આનંદપૂર્વક પસાર કરે છે. ઉત્તરાધ્યયન વૃત્તિઃ બે શાશ્વતયાત્રાઓ છે. એક અઠાઈ મહોત્સવ ચૈત્ર માસમાં તથા બીજો અઠાઈ મહોત્સવ આસો મહિનામાં આવે છે. હે સ્વામિનાથ ! આ મહોત્સવને નિમિત્તે વિદ્યાનો જાપ અને પૂજા કરવા માટે બધાય વિદ્યાધરો અહીંયા એકત્રિત થાય છે.” વિદ્યાધરોએ સીમનગ પર્વત ઉપર ઉતરીને જિનાલયને પ્રણામ કર્યા. સહુએ પોતપોતાને ઉચિત આવાસને શોધી લીધો. મહોત્સવના પહેલા દિવસે જિનાલયોમાં દીવડાઓ પ્રગટાવ્યા. વસુદેવહિંડીઃ વિદ્યાધરોએ ધરણોભેદ જિનાલયની ચારેબાજુ સુશોભન કર્યું. આ રીતે મહોત્સવનો એક દિવસ પસાર થઈ ગયો. સૂર્ય અસ્ત થતાની સાથે પ્રકાશ પાથરતાં દીવડાઓની પંક્તિને સ્થાપી ત્યારે લાખો દીવડાઓથી સીમનગ પર્વત સળગી રહ્યો હોય તેમ ઝળહળવા લાગ્યો.
SR No.022063
Book TitleSanghachar Bhashyam Part 01
Original Sutra AuthorN/A
AuthorDevendrasuri, Rajpadmavijay
PublisherShrutgyan Sanskar Pith
Publication Year2004
Total Pages254
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy