SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ नचार भाष्यम नाणं पयासगं सोहओ तवो संजमो य गुत्तिकरो। तिण्हंपि समायोगे मोक्खो जिणसासणे भणिओ॥ . જ્ઞાન માર્ગમાં પ્રકાશ પાથરનારો છે, તપ શુદ્ધિ કરનારો છે. અને સંયમ રક્ષા કરનારો છે. જ્ઞાન તપ અને સંયમ જ્યારે એકત્રિત થાય છે ત્યારે મોક્ષની પ્રાપ્તિ થઈ જ જાય છે એવું જિનશાસનમાં કહેલું છે. | તીર્થંકર પ્રભુની દેશના સાંભળી તૈયંત રાજાએ રાજ્યનો ત્યાગ કર્યો અને સંયંત-જયંત સાથે દીક્ષાનો સ્વીકાર કર્યો. સ્વયંભુ પ્રભુએ ત્રિપદીપૂર્વક રાજર્ષિ વિયેતને ગણધર પદ અર્પણ કર્યું. સમવસરણમાં કરાતા બલિનું સવરૂપઃ પોણો પહોર પસાર થઈ ગયા પછી ભગવાન બિરાજમાન હતા તે સમયે બલિ આવે છે. ઉપદ્રવોના ઉપશમ માટે આ બલિ કરવામાં આવે છે. એવું કહેવામાં આવે છે. આવશ્યક સૂત્ર, બૃહતકલ્પ આદિમાં (૧) આ બલિ કોણ કરે (૨) બલિનું સ્વરૂપ (૩) બલિનું પરિમાણ (૪) બલિનો વિધિ (૫) બલિનું ફળ-આ પાંચ વાર કહેવામાં આવેલા છે તે અહીં બતાવવામાં આવે (૧) બલિના કરનાર-ચક્રવર્તી, વાસુદેવ કે માંડલિક આદિ રાજા તથા રાજ્યના મંત્રી, રાજા કે મંત્રી ન હોય તો નગરજનો બલિને તૈયાર કરે છે. (૨) બલિનું સ્વરૂપઃ બલિમાં ૧ આઢક પ્રમાણ ચોખા લેવામાં આવે છે. (એક આઢક=ચાર પ્રસ્થ અથવા ૧૦૨૪ મુઠ્ઠી અથવા રપ૬ પલ) આ ચોખા કલમશાલી એટલે કે એક પ્રકારના ઉત્તમ ચોખા લેવાના છે. ચોખાને તૈયાર કરતા તેની ડાંગરને દુર્બળ સ્ત્રી ખાંડે છે અને બળવાન સ્ત્રી છાંડે છે. અર્થાત્ છોતરા ફોતરા દૂર કરે છે. (૩-૪) બલિનું પરિમાણ તથા વિધિ રાજા આદિના ઘરમાં ચોખા વીણવા આપે છે. ફલક ઉપર વીણેલા અખંડ અને કાળી રેખા વગરના આ ચોખાનો બલિ કરાય છે. તૈયાર થયેલા આ બલિમાં દેવતાઓ દિવ્ય સુગંધી દ્રવ્યો નાંખે છે. રાંધેલા આઢક પ્રમાણ ચોખાન દેવપાત્રમાં ગ્રહણ કરી રાજા, મંત્રી, નગરજનો અથવા ગ્રામ કે જનપદના લોકો વાજિંત્રના મોટા શબ્દો, સર્વ પ્રકારની ઋદ્ધિ તેમજ દેવતાઓથી પરિવરેલા પૂર્વદિશાથી સમવસરણમાં પ્રવેશે છે. બલિનો સમવસરણમાં અત્યંતરગઢમાં પ્રવેશ થાય છે. તે જ સમયે તીર્થકર પ્રભુ દેશનાથી વિરમે છે. બલિને હાથમાં ગ્રહણ કરી દેવોથી પરિવરેલા રાજા આદિ સર્વે પ્રભુને ત્રણ પ્રદક્ષિણા આપે છે. ત્યારબાદ પ્રભુની પાસે આવીને બલિને ઉછાળે છે. હવે બલિ નીચે પડે તે પહેલાં જ વચ્ચેથી અડધો ભાગ દેવો લઈ લે છે. બાકી રહેલા અર્ધા ભાગનો અર્થો રાજા આદિ લઈ લે છે. તેમાંથી પણ બાકી રહેલ ભાગ જેના ભાગે જે રીતે આવે તે રીતે લઈ લે.
SR No.022063
Book TitleSanghachar Bhashyam Part 01
Original Sutra AuthorN/A
AuthorDevendrasuri, Rajpadmavijay
PublisherShrutgyan Sanskar Pith
Publication Year2004
Total Pages254
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy