________________
પ્રદીપિકા
૭૯
આદિઓને પણ તેવો પ્રસંગ આવતો હોવાથી. બલ્કે ઉન્માર્ગને માર્ગરૂપે બોલતો મૃષાભાષીપણું હોવાથી પરપરિવાદી થાય છે. ભગવતી સૂત્રમાં કહ્યું છે કે‘પરપરિવાન્તિ' આ પદના એક ભાગની વૃત્તિ આ પ્રમાણે છે : પારકાના છૂટાછવાયા ગુણ અને દોષનું બોલવું તે પરપરિવાદ છે એ પ્રમાણે.
આ કહેવા વડે કરીને પોતાના માર્ગનો નિંદક અને નિરભિમાનીપણાવાળો હોવાથી માન્ય છે, અને તેણે કહેલો માર્ગ અંગીકાર કરવા યોગ્ય છે, એમ કોઈક બોલે છે તેને પણ દૂર કર્યો જાણવો, કારણ કે પોતે સ્વીકારેલા માર્ગને ઉન્માર્ગ જણાવવા વડે કરીને=જાહેર કરીને હીલના કરતો છતો તે માર્ગને આશ્રય કરનારા બધા આત્માની હીલના કરનારો થાય છે, અને તેવી રીતે માર્ગથી બહિર્ભૂત થયો છતો જે માર્ગની હીલના કરનારો છે તેની અપેક્ષાએ માર્ગની અંદર રહીને માર્ગની હીલના કરનારો બીજા જે માર્ગમાં પડેલાં આત્માઓ છે તે આત્માઓને સંદેહ ઉત્પન્ન કરવા વડે કરીને પ્રવચનનું ઉપઘાતીપણું હોવાથી મહાપાતકી છે. પોતાના ઘરના કૂવામાં પડવાના ન્યાયે કરીને પોતાનામાં જ ઉત્સૂત્રભાષીપણાવડે કરીને મિથ્યાત્વને પામેલો અને સમ્યક્ત્વ પ્રાણરહિત તે આત્મા હોય છે.
એ પ્રમાણે ઉન્માર્ગનો આશ્રય લીધેલો હોવા છતાં પણ જે આત્મા ઉન્માર્ગને માર્ગ તરીકે જણાવે છે તેની અપેક્ષાએ કરીને માર્ગનો આશ્રય કર્યો હોવા છતાં પણ ઉન્માર્ગને માર્ગ તરીકે કહેનારો મહાપાતકી છે. પારકાના ઘરના કૂવામાં પડવાના ન્યાયે કરીને, પારકામાં જ ઉત્સૂત્ર ભાષીપણાવડે કરીને મિથ્યાત્વને પામેલો અને સમ્યક્ત્વપ્રાણ રહિત જાણવો.
આ કહેવા વડે કરીને ગંભીર એવા આચાર્યોને ધારણ કરી શકવાને યોગ્ય અને ગંભીર અર્થવાળા એવા જે છેદગ્રંથો છે, તેને આગળ કરીને મૂર્ખપર્ષદાની અંદર પ્રવચનની જ હીલના કરવામાં પરાયણ એવા જે તે પ્રલાપી, મૂર્ખચક્રવર્તિ પાશચંદ્રની જેમ જે કોઈક સાંપ્રતકાળે આબાલગોપાંગનાને પણ પ્રતીતિ=ખાતરીના વિષયભૂત એવો જ્ઞાનાદિ રત્નોના રત્નાકર સરખા એવા શ્રીમત્ તપાગચ્છની હીલના કરવાના અભિપ્રાયે કરીને ઉત્સૂત્રકંદકુદ્દાલને આગળ કરવા પૂર્વક પોતાનું મૂર્ખચક્રવર્તિપણું પ્રગટ કરતો છતો મૂર્ખની પર્ષદાની અંદર પોકાર કરે છે કે જુઓ ! જુઓ ! ઉત્સૂત્રકુંદકુંદાલ ગ્રંથના આઠમા વિશ્રામમાં