________________
પ્રદીપિકા
૭૫ એથી જ કરીને દુખી અને કષ્ટને ભોગવવાવાળા આત્માઓને મહાવીર દેવ પણ બોલાવે છે ગાથાર્થ-૧૦૫ (ગાથા પત્ર-૧૫૫)
હવે આ વૃત્તિમાં “પીર્ણમયક આદિ બધા જ ઉન્માર્ગપ્રકાશકો છે,” હે લોકો ! હું જ શુદ્ધમાર્ગ પ્રકાશક છું. એ પ્રમાણે લોકોને આહ્માનપૂર્વક જણાવાયું છે, તેવી જ રીતે સંઘપટ્ટક નામના ગ્રંથની અંદર -
'वृद्धौ लोकदिशा नभस्यनभसोः सत्यां श्रुतोक्तं दिनं, पञ्चाशं परिहत्य ही शुचिभवात् पश्चाच्चतुर्मासकात् । तत्राऽशीतितमे कथं विदधते मूढा महं वार्षिकं, कुग्राहाद्विगणय्य जैनवचसो बाधां मुनिव्यंसकाः ॥१॥
એ પ્રમાણે આ શ્લોકની વૃત્તિમાં જણાવાયું છે તેમાં શ્રાવણ મહિનાની વૃદ્ધિ હોય ત્યારે ભાદરવામાં, અને જ્યારે ભાદરવાની વૃદ્ધિ હોય ત્યારે બીજા ભાદરવામાં, જે સાધુ પર્યુષણા કરે છે તેઓને મુનિબંસક-દુષ્ટમુનિ તરીકે કહેલા છે.
આ પ્રમાણે પૌર્ણમયક આદિઓ જે છે તેના નામ ગ્રહણ કરવા પૂર્વક ખોટી રીતે આચારનું વિપરીતપણું ઉદ્ભવાવીને દૂષિત કરેલાં છે, તેથી જ કરીને આ જે “ઔષ્ટિક–ખરતર એ જ એક જ શીલગાંગેય છે', એ પ્રમાણેનો નિશ્ચય થાય અને આ વાત તને પણ અનિષ્ટ છે, એથી જ કરીને અજાકૂપાણી=બકરીને ગળે તલવારનો ન્યાય તને જ લાગું થશે, માટે તારી જાતે જ તું વિચાર કર.
હવે કોઈક અત્યંત ધૂતારો થઈને “હું મરીને પણ તને મારીશ'. એ પ્રમાણેની કુબુદ્ધિ વડે કરીને આ પ્રમાણે બોલે છે કે “હે લોકો ! તેવા પ્રકારના અમારા હોય તો પણ અમને પ્રમાણ નથી, ત્યારે તેવું બોલવાવાળાને આમ પૂછવું કે “હે ભાગ્યશાળી ! તને કેવા પ્રકારના ગ્રંથો પ્રમાણ છે? તે કહે. આમ પૂછે છતે જો તે એમ બોલે કે પોતાની નિંદાપૂર્વક બીજાની પ્રશંસા જે ગ્રંથમાં થતી હોય તે, અથવા તો બંનેની પ્રશંસા જેમાં થતી હોય તે જ ગ્રંથ નિરભિમાનીએ કરેલો અમને પ્રમાણ છે.” એમ કહે ત્યારે તેને કહેવું કે હે મૂર્ખ શિરોમણિ ! જેવા પ્રકારનું તું કહે છે તેવા પ્રકારના ગ્રંથનું કોઈપણ