________________
પ્રદીપિકા
एते स्वकर्मणा बाह्याः, पञ्चोत्सूत्रप्ररूपकाः । अभूवन् दुःषमाकाल-भ्रमोझामितचेतसः' ॥२॥इति ।
અનવસ્થિત ઉસૂત્ર બોલવું, કે યથાણંદપણું આ લોકોમાં નથી, તેથી કરીને તેઓનું અવસ્થિત ઉસૂત્ર અને નિલવપણું પ્રાપ્ત થાય છે.
આ પાંચે ઉસૂત્ર પ્રરૂપકો દુષમાકાલના ભ્રમથી ભ્રમિત ચિત્તવાળા થયા છતાં પોતાના કાર્યો દ્વારા તીર્થબાહ્ય થયા છે, તેવી જ રીતે સાતમા વિશ્રામમાં પણ રાકૌષ્ટિકી પૂનમીઆ ખરતર સંઘથી બહાર છે. સાઈ પૂનમીયા અને આંચલિક એનાથી બાહ્ય છે, અને તેં તો પૂનમીયા અને આંચલિયાથી પણ બહાર છે, જેથી કરીને પૂજ્યને વિષે તારે પૂજા ન હોય એ બરોબર છે.
આ બધાના સાક્ષી ગ્રંથો તો આ જ ઔષ્ટ્રિકમતોસૂત્ર પ્રદીપિકાના ત્રીજા અધિકારમાં દેખાડાશે. વળી બીજી વાત જિનેશ્વરસૂરિજીને જો ખરતર બિરુદ મળ્યું હોત તો ઉસૂત્ર કંદકુદ્દાલના કર્તાએ તે ગ્રંથના પહેલાં વિશ્રામની સ્વોપજ્ઞવૃત્તિમાં જિનેશ્વરસૂરિના શિષ્ય નવાંગી વૃત્તિના કર્તા શ્રી અભયદેવસૂરિ મને “જિનશાસન પ્રભાવક' એમ કહે ખરા ?
કારણ કે નિહ્નવનું પ્રવચન ઉપઘાતીપણું હોવા વડે કરીને પ્રભાવકપણાનો અસંભવ હોવાથી. પરંતુ ખરતર ગચ્છમાંથી જિનદત્તાચાર્ય ઔષ્ટ્રિકમતનો આકર્ષક થયો, એ પ્રમાણે કહ્યું હોત એ પ્રમાણે પણ કહ્યું નથી, પરંતુ ખરતર મતનો આકર્ષક જિનદત્તાચાર્ય છે એ પ્રમાણે જણાવેલ છે.
અને તેથી જ જિનેશ્વરસૂરિનું ખરતર બિરુદ દૂરથી જ ફેંકી દીધેલું જાણવું. એવો કોઈ પણ નથી કે લોંકામતી મહાપાપી એમ કહીને તેના મતમાં અમુક નામના ઋષિ જિનશાસન પ્રભાવક હતા એમ કહે.
આ કહેવા દ્વારાએ નવાંગી ટીકાકાર શ્રી અભયદેવસૂરિજી મ. ખરતર હતાં, એ પ્રમાણેનો જે અસત્ય પ્રવાદ ચાલે છે તે પણ દૂર કર્યો જાણવો. જેથી કરીને નવાંગીવૃત્તિની ટીકાના અંતે પછી વિક્રમાદિત્ય-વિક્રમ મહારાજાના કાલથી ૧૧૨૦ વર્ષે અલ્પબુદ્ધિવાળાને ગમ્ય એવી સ્થાનાંગસૂત્રવૃત્તિ બનાવી, અને ખરતર મતની ઉત્પત્તિ તો વિ. સં. ૧૨૦૪-માં જિનદત્તાચાર્યથી જ થઈ છે, અને ઉસૂત્રકંદકુંદાલમાં હું નંદ્રિયઅગીયારસો ઓગણસાઠની