SearchBrowseAboutContactDonate
Page Preview
Page 267
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૮ અધ્યાત્મસાર શ્લોકાર્ય : શ્લોક-૩ થી ૧૯ સુધીમાં બતાવ્યું કે, પાંચે ઈન્દ્રિયોના વિષયોમાં યોગીઓ ઈચ્છા વગરના હોય છે; તે કારણથી, વિરક્ત ચિત્તવાળાઓને ખરેખર ઐહિક એવા આ કોઈપણ વિષયો આનંદ માટે નથી. પરમાનંદમાં મગ્ન થયેલા એવા આ યોગીઓ પરલોકના સુખમાં પણ નિસ્પૃહી છે. ll૭-૧ના ભાવાર્થ : જે યોગીઓનું ચિત્ત સત્ તત્ત્વના પર્યાલોચનને કારણે વિષયોથી વિરક્ત થયેલું છે, તેઓને સંસારમાં દેખાતા આ બધા ઐહિક વિષયો આનંદ માટે બનતા નથી. કારણ કે, તેઓ વિષયોના સ્વરૂપને સમ્યગૂ જોનારા હોવાથી અને તેમની બુદ્ધિ પર તેનું કોઈ મહત્ત્વ ન હોવાથી, તે વિષયો તેમના આનંદનું કારણ બની શકતા નથી. વળી તેઓ પરમાનંદના રસમાં જ મગ્ન હોવાથી, જ્યારે તેમનું ચિત્ત જગતના વિષયો પ્રત્યે ઉદાસીન બને છે ત્યારે, નિરાકુળ થયેલી ચેતના શ્રેષ્ઠ કોટીના આનંદના રસને અનુભવે છે; અને તે રસમાં મગ્ન થયેલા યોગીઓ આ લોકના સુખને તો મહત્ત્વ આપતા જ નથી, પરંતુ પરલોકના સુખમાં પણ સ્પૃહા વગરના હોય છે. I૭-૧૭થી. અવતરણિકા : યોગીઓ પરલોકના સુખમાં નિઃસ્પૃહી છે, તે વાતને દઢ કરવા માટે, તેઓ પરલોકના સુખનું કઈ રીતે ચિંતવન કરે છે. તે બતાવવા કહે છે - मदमोहविषादमत्सर- ज्वरबाधाविधुरा: सुरा अपि । विषमिश्रितपायसान्नवत्, सुखमेतेष्वपि नैति रम्यताम् ।।१८।। અન્વયાર્થ : સુરા ૩પ દેવો પણ મરમોદવિવામિત્સરશ્વરવાઘાવિઘુરામદ, મોહ, વિષાદ અને મત્સરરૂપી વરની બાધાઓથી વિધુર છે. તે ઉત્તિ એમનામાં પણ=દેવોમાં પણ વિષમશ્રિત પાસાવત્ વિષથી મિશ્રિત પરમાત્રઃખીરની જેમ સુબ્રમ્ સુખ રચતામ્ ન ત રમ્યતાને પામતું નથી. II૭–૧૮૫
SR No.022059
Book TitleAdhyatmasar Shabdasha Vivechan Part 01
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2001
Total Pages280
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy