SearchBrowseAboutContactDonate
Page Preview
Page 263
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાત્મસાર ૨૪૪ આવે છે, ત્યારે તેને જોઈને ચિત્તમાં તેને મેળવવાની ઉત્સુકતા પેદા થવાથી મોંમાં પાણી છૂટે છે. પરંતુ તત્ત્વનું ભાવન કરીને જેમનું ચિત્ત વિરામ પામ્યું છે તેવા જીવો, આવા મધુર રસને ભોગવવાથી બંધાતાં કર્મ અને તેના વિપાકને જાણે છે, તેથી ભોગમાં રસિક જીવોને જોઈને તેમના હૃદયરૂપી ચક્ષુમાં ભીનાશ પેદા થાય છે, અર્થાત્ તેઓ પ્રત્યે કરુણા પેદા થાય છે. II૭-૧૩ અવતરણિકા : હવે પંચમ સ્પર્શેન્દ્રિયના વિષયો વિકારી કેમ થતા નથી ? તે બતાવે છે – इह ये गुणपुष्पपूरिते, धृतिपत्नीमुपगुह्य शेरते । विमले सुविकल्पतल्पके, क्व बहिःस्पर्शरता भवन्तु ते ।।१४।। અન્વયાર્થ : - ફુદ અહીં સંસારમાં, કે જે લોકો મુળપુષ્પપૂરિતે વિમત્તે સુવિન્યતન્ય ગુણરૂપી પુષ્પોથી પુરાયેલી (અને) નિર્મળ એવી સુવિકલ્પરૂપી પથારીમાં ધૃતિપત્નીમ્ ૩૫૪ ધૃતિરૂપ પત્નીને સ્પર્શીને શરતે સૂએ છે, તે તે લોકો દિઃ સ્પર્શતા વર મવસ્તુ બાહ્ય સ્પર્શમાં રત ક્યાંથી થાય ? I૭-૧૪ શ્લોકાર્ચ - સંસારમાં જે લોકો ગુણરૂપી પુષ્પોથી પુરાયેલી અને નિર્મળ એવી સુવિકલ્પરૂપ પથારીમાં ધૃતિરૂપી પત્નીને સ્પર્શીને સૂએ છે, તે લોકો બાહ્ય સ્પર્શમાં રત ક્યાંથી થાય ? ll૭-૧ાા. ભાવાર્થ : જે લોકોએ પરમાત્માના સ્વરૂપનું કે પરમાત્મભાવના સાધક એવા મુનિસ્વરૂપનું સભ્યન્ રીતે પર્યાલોચન કર્યું છે, અને તેવા ભાવોથી જેમનું ચિત્ત આવર્જિત છે, તેવા જીવોના ચિત્તમાં, પોતાને પરમાત્મભાવની પ્રાપ્તિ થાય તે માટે કઈ રીતે પોતે યત્નશીલ બને, એવા નિર્મળ સુવિકલ્પો ઊઠે છે. તેથી તેના ઉપાયભૂત મુનિભાવને સમ્યગૂ રીતે પેદા કરવા તે મુનિભાવના સ્વરૂપને વિચારતા સુવિકલ્પોમાં જ રમે છે. વળી, આ સમયે ગાંભીર્ય, વૈર્ય, વિચારશીલતા આદિ અનેક ગુણો તેમનામાં
SR No.022059
Book TitleAdhyatmasar Shabdasha Vivechan Part 01
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2001
Total Pages280
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy