SearchBrowseAboutContactDonate
Page Preview
Page 257
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૮ અધ્યાત્મસાર गतिविभ्रमहास्यचेष्टितै- ललनानामिह मोदतेऽबुधः । सुकृताद्रिपविष्वमीषु नो, विरतानां प्रसरन्ति दृष्टयः ।।८।। અન્વયાર્થ – રૂહ અહીં સંસારમાં નાનામ્ સ્ત્રીઓની તિવિષ્યમહીસ્થતૈિઃ ગતિચાલ, વિભ્રમ=મનને આકર્ષે તેવી ચેષ્ટાઓ, (અને) હાસ્યચેષ્ટાઓ વડે રાગ ઉત્પન્ન કરે તેવા ચેનચાળાઓ વડે વૃધ: મોતે અબુધ આનંદ પામે છે. સુત્તપિવિપુ ૩૧મીપુ સુકૃતરૂપી પર્વત માટે વજ સમાન એવી આમાં ચેષ્ટાઓમાં વિરતાનાં હૃદયર વિરત એવા જીવોની દૃષ્ટિ નો પ્રસત્તિ પ્રસરતી નથી. II૭-૮ શ્લોકાર્ય : સંસારમાં સ્ત્રીઓની ચાલ, મનને આકર્ષે તેવી ચેષ્ટાઓ અને રાગ ઉત્પન્ન કરે તેવા ચેનચાળાઓ વડે અબુધ જીવ આનંદ પામે છે. સુકૃતરૂપી પર્વત માટે વજ સમાન એવી આ ચેષ્ટાઓમાં વિરત એવા મુનિઓની દૃષ્ટિ પ્રસરતી નથી. II૭-૮ ભાવાર્થ----- તત્ત્વનો બોધ થયો નથી એવા અબુધ જીવો, વેદનીયકર્મને વશ થયેલા હોવાથી સ્ત્રીઓની ગતિ ચાલ, વિભ્રમ=મનને આકર્ષિત કરે તેવી ચેષ્ટાઓ, હાસ્યરાગ ઉત્પન્ન કરે તેવા ચેનચાળાઓ આદિમાં આનંદ પામે છે. કારણ કે, તત્ત્વને નહીં જાણતા હોવાથી વેદમોહનીયકર્મ જે પ્રકારના સંસ્કારોને જાગૃત કરે તેની અસર નીચે જ વસ્તુને જોવાની વૃત્તિવાળા અબુધ જીવો હોય છે, તત્ત્વને જાણનારા જીવોને પુદ્ગલોની આવી પરિણતિ તુચ્છ અને નિઃસાર ભાસે છે. દીર્ઘકાળ સુધી બ્રહ્મગુપ્તિના પાલનથી લેવાયેલ સુકૃતરૂપી પર્વતને તોડનાર આવી ચેષ્ટાઓ વજસમાન હોવાથી, સંસારથી વિરત ચિત્તવાળા મુનિઓની દૃષ્ટિ તેમાં જતી નથી. II૭-૮ના અવતરણિકા - હવે તૃતીય પ્રાણેન્દ્રિયનો વિષય કેમ વિકારી થતો નથી, તે બતાવે છે - न मुदे मृगनाभिमल्लिका- लवलीचन्दनचन्द्रसौरभम् । विदुषां निरुपाधिबाधित- स्मरशीलेन सुगन्धिवर्मणाम् ।।९।।
SR No.022059
Book TitleAdhyatmasar Shabdasha Vivechan Part 01
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2001
Total Pages280
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy