SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાત્મસાર ૧૯૨ અંતરંગ સુદઢ પ્રવૃત્તિ મધ્યસ્થભાવના પ્રકર્ષ દ્વારા કેવળજ્ઞાનમાં જ વિશ્રાન્ત પામે છે, જે નિશ્ચયનયને અભિમત એવા ભાવચારિત્રરૂપ છે. આનાથી એ કહેવું છે કે, જે લોકો કલ્યાણના અર્થે સ્વદર્શનનાં શાસ્ત્રો ભણીને ચારિત્રાચારની ક્રિયામાત્રમાં રત છે, તેઓમાં વ્યાવહારિક ચારિત્ર છે; અને તેનાથી બાહ્ય સાવદ્ય પ્રવૃત્તિની નિવૃત્તિ થાય છે, તો પણ આત્માને પોતાના ભાવોમાં સ્થાપન કરવારૂપ અંતઃપ્રવૃત્તિ તો ૫૨મ મધ્યસ્થભાવમાં રહેવાના યત્નથી જ થાય છે. એ ૫૨મ મધ્યસ્થભાવને પ્રગટ કરવા માટે અનન્ય ઉપાય સ્વ અને અન્યદર્શનનો અભ્યાસ છે, માટે ચારિત્રની પ્રાપ્તિના અર્થીએ સ્વ અને અન્યશાસ્ત્રનો અભ્યાસ કરીને જ્ઞાનગર્ભિત વૈરાગ્ય પ્રગટ કરવામાં યત્ન કરવો જોઇએ. II૬-૨૧ અવતરણિકા : પૂર્વશ્લોકમાં બતાવ્યું કે વ્યવહારચારિત્રથી બાહ્યનિવૃત્તિમાત્ર છે, અને નિશ્ચયનયને અભિમત એવા ભાવચારિત્રથી જ મોક્ષને અનુરૂપ અંતરંગ પ્રવૃત્તિપ્રધાન એવું ચારિત્ર થાય છે. તેની પુષ્ટિ માટે વ્યવહારચારિત્રથી શુદ્ધતા કેમ નથી ? તે બતાવવા કહે છે - एकान्तेन हि षट्काय- श्रद्धानेऽपि न शुद्धता । सम्पूर्णपर्ययालाभाद्, यन्न याथात्म्यनिश्चयः ।। २२ ।। અન્વયાર્થ : વાત્તેન ફ્રિ ખરેખર એકાન્તથી પાયશ્રદ્ધાનેઽપિ ષટ્કાયના શ્રદ્ધાનમાં પણ શુદ્ધતા ન શુદ્ધતા નથી. ચવું જે કારણથી સંપૂર્ણપર્વયાલામાત્ સંપૂર્ણ પર્યાયનો અલાભ હોવાથી યયાનિશ્ચયઃ ન યથાર્થતાનો નિર્ણય નથી. II૬-૨૨ નોંધઃ “વાયશ્રદ્ધાનેઽપિ” માં ‘વિ’ થી એ કહેવું છે કે, ષટ્કાયનું શ્રદ્ધાન ન હોય, તો તો શુદ્ધતા નથી જ, પરંતુ એકાંતે ષટ્કાયના શ્રદ્ધાનમાં પણ શુદ્ધતા નથી. શ્લોકાર્થ : ખરેખર એકાન્તથી ષટ્કાયના શ્રદ્ધાનમાં પણ શુદ્ધતા નથી. જે કારણથી સંપૂર્ણ પર્યાયનો અલાભ હોવાથી યથાર્થતાનો નિર્ણય નથી. II૬-૨૨ા
SR No.022059
Book TitleAdhyatmasar Shabdasha Vivechan Part 01
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2001
Total Pages280
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy